ટેબલ ઓફ કન્ટેન્ટ:
રોબોટિક સર્જરી, જેને રોબોટ-આસિસ્ટેડ સર્જરી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે લેપ્રોસ્કોપિક સર્જરીની જેમ જ નાના છિદ્ર દ્વારા કરવામાં આવતી મિનિમલ ઇનવેઝિવ સર્જરીનો એક પ્રકાર છે. પરંપરાગત લેપ્રોસ્કોપિક સર્જરીની પ્રક્રિયાઓમાં, સર્જન દર્દીની બાજુમાં ઊભા રહીને, સાધનોને મેન્યુઅલી હેન્ડલ કરીને ઓપરેશન કરે છે. તેનાથી વિપરીત, રોબોટ-આસિસ્ટેડ સર્જરીમાં દર્દીની બાજુમાં એક સર્જિકલ રોબોટને જોડવામાં (docking) આવે છે, જેમાં રોબોટિક ઇન્સ્ટ્રુમેન્ટ કે તેની સાથે રોબોટિક આર્મ્સ (હાથ) જોડાયેલા હોય છે. સર્જરીની પ્રક્રિયામાં મદદ માટે એક આસિસ્ટન્ટ સર્જન અને એક OT નર્સિંગ આસિસ્ટન્ટ દર્દીની બાજુમાં રહે છે. દરમિયાન, મુખ્ય સર્જન ઓપરેશન થિયેટરની અંદર જ એક કન્સોલમાં બેસીને, ઉચ્ચ ચોકસાઈ સાથે રોબોટિક આર્મ્સ (હાથ)ને દૂરથી નિયંત્રિત કરે છે અમદાવાદમાં આ અદ્યતન રોબોટિક ટેકનિક હર્નિયા સર્જરી જેવી પ્રક્રિયાઓ માટે વધુને વધુ અપનાવવામાં આવી રહી છે, જે સુધારેલી ચોકસાઈ અને સારા દર્દી પરિણામો આપે છે.
રોબોટિક અને લેપ્રોસ્કોપિક સર્જરી બંને મિનિમલ ઇનવેઝિવ સર્જરી છે. તે સર્જરીના પ્રકાર પર આધાર રાખીને લગભગ 5, 8, 10 અને 12 મીમીના નાના છિદ્રો બનાવીને કરવામાં આવે છે. આ છિદ્રો દ્વારા પાતળા અને લાંબા સાધનો તમારા પેટની અંદર જાય છે, અને આ સાધનોની મદદથી સર્જરી કરવામાં આવે છે. બંને પ્રકારની સર્જરીમાં સર્જરી કરવા માટે જગ્યા બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ ગેસ પેટમાં દાખલ કરવામાં આવે છે. તેથી, લેપ્રોસ્કોપિક અને રોબોટિક સર્જરી બંને મિનિમલ ઇનવેઝિવ સર્જરીના ફાયદા આપે છે, જેમ કે ઓછો દુખાવો, નાના કાપ (ભવિષ્યમાં હર્નિયાની સમસ્યાઓ અટકાવવી), લોહી વ્યય ઓછો અને ઝડપી પુનઃપ્રાપ્તિ.
રોબોટિક સાધનો લેપ્રોસ્કોપિક સાધનો કરતાં ઘણા વધુ આધુનિક હોય છે. આનાથી સર્જરીના ઘણા મુશ્કેલ પગલાં સરળ બને છે, જેનાથી સર્જરી વધુ સારી રીતે કરી શકાય છે અને આમ એકંદર પરિણામમાં સુધારો થાય છે. રોબોટિક આર્મ્સ (હાથ) વધુ મજબૂત અને સ્થિર હોય છે, જે ફરીથી નાની ભૂલો એકદમ ઓછી કરવામાં અને સર્જરીના દરેક પગલાંના અમલીકરણમાં સુધારો કરવામાં મદદ કરે છે.
રોબોટિક સાધનો, પ્રમાણભૂત લેપ્રોસ્કોપિક સાધનોની તુલનામાં ઘણી બધી અલગ અલગ રીતે હલનચલન કરી શકતા હોય છે, જે જટિલ રીપેર અને ઝીણવટભર્યા પેશીઓના રીપેરને સરળ બનાવે છે. આનાથી ઘણા સર્જિકલ પગલાંઓ કરવા ખૂબ સરળ બને છે. આખરે, કેટલીક જટિલ અને મુશ્કેલ સર્જરીઓ જે લેપ્રોસ્કોપી દ્વારા શક્ય નથી અથવા ખૂબ જ મુશ્કેલ છે તે રોબોટિક સાધનોથી આરામથી શક્ય બને છે. ઉપરાંત, રોબોટિક આર્મ્સ (હાથ) મજબૂત અને સ્થિર હોય છે, જે સર્જનના હાથ પરનો તાણ અને થાક ઘટાડે છે, જેના કારણે સર્જન માટે વધુ સરળતાથી, ચોકસાઈ અને આવડતથી સર્જરી કરવાનું શક્ય બને છે.
જો કે, એક અનુભવી અને કુશળ લેપ્રોસ્કોપિક સર્જન, આજના સમયમાં, રોબોટ વિના પણ ઉત્તમ પરિણામો સાથે અદ્યતન અને જટિલ સર્જરીઓ પણ કરી શકે છે. તેઓ લેપ્રોસ્કોપિક સાધનો સાથે પણ ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરવાની યુક્તિઓ જાણે છે, જેમાં સાધનોના હલનચલનની મર્યાદા હોય છે. પરંતુ જ્યારે ઉપલબ્ધ હોય અને ખર્ચ ચિંતાનો વિષય ન હોય, ત્યારે તે જ સર્જન રોબોટિક સાધનોની મદદથી સર્જરી વધુ સારી રીતે કરે છે.
રોબોટિક સિસ્ટમ સર્જિકલ ક્ષેત્રનું હાઇ-ડેફિનેશન, ત્રિ-પરિમાણીય (3-D) વિઝ્યુલાઇઝેશન પ્રદાન કરે છે, સર્જરી દરમિયાન ઊંડાણની સમજ અને ચોકસાઈમાં સુધારો કરે છે. આમ છતાં, જો આપણે તેની તુલના નવી, વધુ અપડેટેડ લેપ્રોસ્કોપિક સિસ્ટમ સાથે કરીએ તો આ વિઝ્યુલાઇઝેશન (દ્રષ્ટિ) કોઈ મોટો ફાયદો નથી, વર્તમાન અને અપડેટેડ લેપ્રોસ્કોપિક સિસ્ટમ્સમાં સમાન રીતે સારી વિઝ્યુલાઇઝેશન (દ્રષ્ટિ) હોય છે. અમે નવીનતમ સ્ટોર્ઝ રૂબીના 4K લેપ્રોસ્કોપિક સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ, જે સમાન રીતે સારી દ્રષ્ટિ આપે છે, જેનાથી અમારા માટે લેપ્રોસ્કોપિક સર્જરી કરતી વખતે પણ વધુ સારી ચોકસાઇ સાથે સર્જરી કરવાનું શક્ય બને છે.
રોબોટિક હર્નિયા સર્જરી પરંપરાગત લેપ્રોસ્કોપિક હર્નિયા સર્જરી કરતાં ઘણા ફાયદા આપે છે.
લેપ્રોસ્કોપિક અને રોબોટિક સર્જરી બંને મિનિમલ ઇનવેઝિવ સર્જરી છે – નાના છિદ્રો દ્વારા કરવામાં આવે છે – તેમ છતાં ખર્ચમાં નોંધપાત્ર તફાવત હોય છે. રોબોટિક સર્જરીમાં શા માટે વધુ ખર્ચ થાય છે તે જાણીએ:
દા વિન્સી સર્જિકલ સિસ્ટમ જેવી રોબોટિક સિસ્ટમ્સ, અત્યાધુનિક અને ખર્ચાળ છે. હોસ્પિટલોએ ભારે પ્રારંભિક રોકાણ કરવું પડે છે, અને આ ઉપરાંત, ફક્ત જાળવણી માટે વિશિષ્ટ સંભાળની જરૂર પડે છે, જે ખર્ચ વધારાનો.
દરેક રોબોટિક સાધન મહત્તમ 10 સર્જરી માટે ઉપયોગમાં લેવા માટે પ્રોગ્રામ કરેલ છે. તે પછી, સિસ્ટમ આપમેળે સાધનને અક્ષમ કરે છે, ભલે તે કાર્યક્ષમ દેખાય. આ મર્યાદા ઇરાદાપૂર્વક દરેક પ્રક્રિયા દરમિયાન ઉચ્ચ-સ્તરની કામગીરી અને સલામતી સુનિશ્ચિત કરવા માટે રચાયેલ છે.
ઉપકરણના ઉપયોગને મર્યાદિત કરવાથી કાર્યક્ષમતામાં ઘટાડો કે ના દેખાય તેવા નુકસાનનું જોખમ દૂર થાય છે આવાં નુકશાન દર્દીની સલામતી માટે જોખમી હોઈ શકે છે. આથી જ દર્દીની સલામતીને પ્રાથમિકતા આપવા માટે ઉપકરણોનો ઉપયોગ મર્યાદિત રાખવામાં આવે છે .
તેથી, રોબોટ-આસિસ્ટેડ સર્જરીમાં, લેપ્રોસ્કોપિક હર્નિયા સર્જરી કરતાં લગભગ 1-1.5 લાખ રૂપિયા વધુ ખર્ચ થશે. તેથી, રોબોટિક હર્નિયા સર્જરીનો ખર્ચ 2-4 લાખ રૂપિયાની વચ્ચે થશે, જે સર્જરીના પ્રકાર, મેશ, રોબોટિક સાધન અને રૂમ કેટેગરી પર આધાર રાખે છે.
તમારા હર્નિયા સર્જરી માટે શ્રેષ્ઠ નિર્ણય ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમાં તમારા હર્નિયાનો પ્રકાર, તમારી ઉંમર અને તબીબી સમસ્યાઓ, તમારી કાર્ય પ્રોફાઇલ, વીમો અને ખર્ચની વિચારણાઓ શામેલ છે. એક અનુભવી હર્નિયા નિષ્ણાત તમને આ નિર્ણય લેવામાં મદદ કરી શકે છે. અંતમાં, રોબોટિક હોય કે લેપ્રોસ્કોપિક, તમારી સર્જરીનું એકંદર પરિણામ હર્નિયા સર્જનની કુશળતા અને કૌશલ્ય પર આધારિત હશે. પરંતુ એક સારા સર્જન તમને માર્ગદર્શન આપશે કે રોબોટનો વધારાનો ખર્ચ તમારા કિસ્સામાં વ્યાજબી છે કે નહીં. જો ખર્ચ કોઈ સમસ્યા નથી, તો ચોક્કસપણે, રોબોટ-આસિસ્ટેડ સર્જરીના વધારાના ખર્ચનો ફાયદા થશે. પરંતુ ફરીથી, જેમ મેં પહેલા ઉલ્લેખ કર્યો છે, મોટાભાગના હર્નિયા માટે, જો રોબોટનો ખર્ચ એવો હોય જે તમે પરવડતો નથી, તો નિષ્ણાત હર્નિયા સર્જન તમને લેપ્રોસ્કોપિક સર્જરીથી પણ સમાન સારા પરિણામો આપી શકે છે.
યોગ્ય પ્રકારની હર્નિયા સર્જરી પસંદ કરવી, પછી ભલે તે રોબોટિક હોય કે લેપ્રોસ્કોપિક, તે તમારી સ્વાસ્થ્યની જરૂરિયાતો, ખર્ચ અને તમારા સર્જનની કુશળતા પર આધાર રાખે છે. એડ્રોઇટ સેન્ટર દર્દીને વ્યક્તિગત સંભાળ અને સહાય પૂરી પાડે છે. ડૉ. ચિરાગ ઠક્કર અમદાવાદ, ગુજરાત, ભારતના ટોચના રોબોટિક હર્નિયા સર્જનોમાંના એક છે. તેઓ તમારા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ પસંદગી કરવામાં તમારી મદદ કરી શકે છે..
તમારી સ્વાસ્થ્ય યાત્રા તમારી વ્યક્તિગત યાત્રા છે. ભલે તમે નાના કે મોટા હર્નીયાથી પરેશાન હોવ, યોગ્ય તબીબી અભિગમ ઘણો બધો ફરક લાવી શકે છે. ડૉ. ચિરાગનો અભિગમ દર્દીને સમજ આપવી, ચોકસાઈ અને સહાનુભૂતિપૂર્વકની સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
જો તમે અમદાવાદમાં શ્રેષ્ઠ હર્નિયા (સારણગાંઠ) માટેના નિષ્ણાત ડૉક્ટર ની શોધ કરી રહ્યાં છો, તો એવા નિષ્ણાતની શોધ કરો કે જે દર્દી-પ્રથમ અભિગમ સાથે પોતાની તબીબી કુશળતાને જોડે. હર્નીયાથી રિકવર થવાનો તમારો માર્ગ તમારા સારવારના વિકલ્પોને સમજવા અને વિશ્વાસુ તબીબ સાથે કામ કરવાથી શરૂ થાય છે. તે માટે અમારો સંપર્ક કરો. માર્ગદર્શન માટે અમને સંપર્ક કરો.
ADROIT ખાતે, અમારુ મુખ્ય લક્ષ્ય ફક્ત તમારા હર્નિયાને રિપેર કરવાનું નથી, પરંતુ સર્જરી પછી દર્દીના શ્રેષ્ઠ સંભવિત કાર્યક્ષમતાના સ્તરને પાછું લાવવામાં મદદ કરવાનું અને અમારા દર્દીઓને ખૂબ જ સરળ અને આરામદાયક સર્જરીનો અનુભવ આપવાનું છે. જટિલ અને વારંવાર થતા હર્નિયા માટે લેપ્રોસ્કોપિક હર્નિયા સર્જરીના કિસ્સામાં પણ, દર્દીઓ સર્જરી પછી ઓછામાં ઓછા દુખાવા સાથે અને શ્રેષ્ઠ કાર્યાત્મક પરિણામ સાથે ઝડપથી સ્વસ્થ થાય છે.
તમે ડૉક્ટર ચિરાગ ઠક્કર સાથે વિડિયો કન્સલ્ટેશન બુક કરી શકો છો. એપોઇન્ટમેન્ટ નક્કી કરવા માટે +91-8156078064 / +91-8469327630 પર કૉલ કરો અથવા અમારો સંપર્ક કરો.
કન્સલ્ટેશન માટે ADROIT સેન્ટર ફોર ડાયજેસ્ટિવ એન્ડ ઓબેસિટી સર્જરી ની મુલાકાત લો.
કૃપા કરીને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો.
ડૉક્ટર ચિરાગ ઠક્કર ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ સર્જન છે. તેઓ છેલ્લા 18 વર્ષથી ગેસ્ટ્રોઈન્ટેસ્ટીનલ અને વજન ઘટાડવાની /બેરિયાટ્રિક સર્જરી કરી રહ્યા છે. GERD માટે સર્જરી, હાયટસ હર્નીયા અને મેદસ્વીતા તેમના રસ અને કુશળતાના મુખ્ય વિષયો છે. એસિડ રિફ્લક્સ/GERD સારવાર માટે, ADROIT ભારતમાં અગ્રણી કેન્દ્રોમાંનું એક છે, જે એક છત નીચે બધી સુવિધાઓ પૂરી પાડે છે. તેમને પિત્તાશય દૂર કરવા માટે લેપ્રોસ્કોપિક સર્જરીનો પણ બહોળો અનુભવ છે.
Dr Chirag Thakkar
Senior Gastrointestinal and Bariatric Surgeon
GERD and Esophageal Motility Expert
Hernia Surgery Specialist
Founder Director of ADROIT Centre for Digestive and Obesity Surgery