ફોન, વિડિઓ અથવા વ્યક્તિગત રૂપે બાયરિયાટ્રિક / વજન ઘટાડવાનું મૂલ્યાંકન અને પરામર્શ
તમારી વજન ઘટાડવાની મુસાફરી આજે જ શરૂ કરો. +91-8156078064 or +91-8469327630

જાણકારી સભર વીડિઓ

ક્લિનિક થી વળતા કોલ માટેની વિનંતી

  10 થી વધુ વર્ષોનો અનુભવ

  અમે સમજીએ છીએ કે મેદસ્વીતા એ મન, શરીર અને આત્મા ને અસમર્થ કરતો રોગ છે. અને લાંબા સમયની સફળતા મેળવવા માટે આ તમામ પાસાઓ ને સંપૂર્ણ રીતે સંબોધવા જોઈએ.

  અમારા વિષે.

  ર્ડો ચિરાગ ઠક્કર ગૅસ્ટ્રો ઇન્ટેસ્ટીનલ, એડવાન્સ લેપ્રોસકોપીક તથા ઓબેસિટી સર્જન છે. તેઓ એડ્રોઇટ સેન્ટર ફોર ડાયજેસ્ટિવ એન્ડ ઓબેસિટી સેન્ટર ના સ્થાપક ડિરેક્ટર છે. ડૉ ચીરાગે બી જે મેડિકલ કૉલેજ, અમદાવાદ માં થી MBBS ની પદવી પ્રાપ્ત કર્યા બાદ, તેઓની જનરલ સર્જીકલ ટ્રેનિંગ (M S ઈન જનરલ સર્જરી ), શ્રીમતી એન એચ એલ મ્યુનિસિપલ મેડિકલ કૉલેજ ,અમદાવાદ થી મેળવેલ છે. અંતે તેઓએ અપર ગેસ્ટ્રો ઇન્ટેસ્ટીનલ તથા બેરિયાટ્રિક સર્જરી માં ફેલોશીપ ,રોયલ એબર્ડીન ઇન્ફર્મરી (U.K) માંથી મેળવેલ છે. ડાયજેસ્ટીવ અને ઓબેસિટી સેન્ટર શરુ કરવાના પોતાના સ્વપનને સાકાર કરતા પહેલાં તેઓએ ત્રણ વર્ષ સુધી સિમ્સ (CIMS) હોસ્પિટલ ,અમદાવાદમાં કન્સલટન્ટ ગૅસ્ટ્રો ઇન્ટેસ્ટીનલ તથા બેરિયાટ્રિક સર્જન તરીકે તેમની સેવા પ્રદાન કરેલ છે. તેઓને ફેલોશીપ ઓફ રોયલ કોલેજ ઓફ સર્જન્સ (FRCS), એડિનબર્ગ U.K. ની માન્યતા પ્રાપ્ત કરેલ છે.

  બેરિયાટ્રિક/ વજન ઘટાડવા ની ફોન દ્વારા, વિડિયો દ્વારા કે રૂબરૂમાં તપાસ અને કાઉન્સેલિંગ Timings
  • સોમવાર થી શનિવાર: 10 am થી 6 pm

  બેરિયાટ્રિક/ વજન ઘટાડવાની સર્જરીના વિકલ્પો

  મેટાબોલિક અને મેદસ્વિતાની (બેરિયાટ્રિક) સર્જરીનો વ્યાપક અભિગમ

  પશ્ચિમી જીવનશૈલીને અનુસરતા આપણા સમાજમાં મેદસ્વિતાની સમસ્યા બેફામ બનતી જાય છે. મેદસ્વિતાને કારણે થતી અન્ય શારીરિક સમસ્યાઓ પણ ચિંતાજનક દરે વધી રહી છે. જેમાં ડાયાબિટીસ, હાઇપરટેન્સન, શ્વાસની સમસ્યાઓ જેવીકે અસ્થમા, sleep apnea, વ્યંધત્વ, વેરીકોઝ વેઇન, GERD, ઘૂંટણ અને કમરનાં દુઃખવાની સમસ્યા જેવાં કેટલાંક નામો લઈ શકાય. મેદસ્વીતા એ નિમ્ન કક્ષાનું જીવનધોરણ, ઘટેલું આયુષ્ય, અને વિવિધ પ્રકારના કેન્સર માટેનું મહત્વનું કારણ સાબિત થયેલ છે. આમ, મેદસ્વીતા એક જટિલ સમસ્યા છે જેમાં ખાસ સંભાળ અને સારવારની જરૂર છે. અમારૂ સેન્ટર મેદસ્વીતા માટેના દરેક પ્રકારના સારવારના વિકલ્પો પૂરા પાડે છે. જેમાં ઓબેસિટી અને બોડી ફેટ એનાલીસીસ, આહાર અને જીવનશૈલી વિષે કન્સલ્ટેશન, એન્ડોસ્કોપી પધ્ધતિ જેવી કે ગેસ્ટ્રીક બલૂન અને બેરિયાટ્રિક સર્જરી જેવી કે લેપ્રોસ્કોપીક ગેસ્ટ્રીક સ્લીવ, રૂ-એન-y ગેસ્ટ્રીક બાયપાસ(RYGB), મીની ગેસ્ટ્રીક બાયપાસ (MGB), ડાયાબિટીસની સારવાર માટેની સર્જરી જેવી કે સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી વિથ ઇલિયલ ઇન્ટરપોઝિશન કે જેને મેટાબોલિક સર્જરી પણ કહે છે. વજન ઘટાડવા માટેની સર્જરીના દર્દીની સંભાળના દરેક પાસાં માટે અમારી પાસે સમર્પિત ટીમ છે.

  LATEST FROM

  THE BLOG

  દર્દીઓ ડો.ચિરાગ ઠક્કર વિષે શું કહે છે

  Copyright @ 2019 All rights reserved.