ઇન્ગ્વાઇનલ હર્નિયા, એ ઘણાં બધાં લોકોમાં જોવા મળતી એક સામાન્ય સમસ્યા છે. તેની સારવાર માટે સર્જરી જ એક માત્ર વિકલ્પ છે તેમાં કોઈ શંકા નથી.પરંતુ, દર્દીઓને મનમાં ઓપન સર્જરી અને લેપ્રોસ્કોપીક સર્જરીના વિકલ્પોમાંથી કયો વિલ્કપ પસંદ કરવો તે વિષે ઘણાં પ્રશ્નો અને શંકા હોય છે. અહીં આપણે બન્ને વિકલ્પોના ફાયદા અને ગેરફાયદા વિષે વિસ્તૃત ચર્ચા કરીશું. જેથી આપ તમારા માટે શ્રેષ્ઠ સર્જરીનો વિકલ્પ પસંદ કરી શકો કે જે તમારા માટે યોગ્ય હોય.
ઇન્ગ્વાઇનલ હર્નિયા એ જાંઘના મૂળ (groin)ના સ્નાયુઓની ખામી છે, જેમાં થઈને તમારા પેટનો અંદરનો ભાગ ત્વચાની નીચે બહાર આવી જાય છે, જે ઢીમણું કે ગાંઠમાં પરિણામે છે. તે દરેક ઉંમરના પુરુષોમાં, બાળકો, યુવાન વયસ્કો અને વૃદ્ધોમાં સામાન્ય રીતે વધુ જોવા મળે છે. જાંઘના મૂળના સ્નાયુઓમાંના છિદ્રમાંથી શુક્રપિંડને લોહી પહોંચાડતી રક્તવાહિનીઓ તથા શુક્રપિંડથી શુક્રાણુનું વહન કરતી શુક્રવાહીની નળી પસાર થાય છે. આ કુદરતી છિદ્ર જ ખામી કે નબળાઈની જગ્યા છે.
વિવિધ કારણોસર આ છિદ્ર મોટું થતાં ખામી ઉદ્દભવે છે. તમારાં આંતરડા તે જગ્યાએથી બહાર આવી ત્વચાની નીચે ગોઠવાય છે જેથી તે ભાગ ઉપસેલો લાગે છે. શરૂઆતમાં આ ઉપસેલો ભાગ નાનો હોય છે અને ત્યારે જ ઉપસે છે જયારે તમારા પેટમાં દબાણ વધે છે. જેમકે તમને ખાંસી આવે, વજન ઉંચકતા હોવ, સંડાસ કે પેશાબ માટે જાવ. તે ચાલવા, દોડવા કે અન્ય પ્રવૃત્તિ કરતી વખતે પીડા પણ કરી શકે છે. ઘણી વખત તે પીડારહિત પણ હોય છે.
સમય જતાં આ સ્નાયુની નબળાઈ વધતી જાય છે અને પછી કોઈપણ જાતના દબાણ વગર પણ આંતરડા સરળતાથી બહાર આવી જાય છે. આથી, જયારે વ્યક્તિ ઊભી કે ચાલતી હોય ત્યારે ઊપસેલો ભાગ દેખાય છે અને સુઈ જાય ત્યારે પાછો અંદર ચાલ્યો જાય છે. આવી પરિસ્થિતિમાં જો તે સર્જરીથી ઠીક કરવામાં ન આવે, તો તે ખામી હજી વધે છે અને આંતરડા આખો વખત બહાર જ રહે છે. આવા કિસ્સામાં તે ઉપસેલો ભાગ છેક વૃષણના નીચે સુધી જાય છે. સામાન્ય રીતે, જેમ જેમ તે મોટો થતો જાય તેમ તેમ પીડા અને અસ્વસ્થતા વધતી જાય.
મોટા હર્નિયા હોવા છતાં દર્દી અસ્વસ્થતા ન અનુભવતાં હોય તેવા કિસ્સા અસામાન્ય નથી. મોટે ભાગે આવું એ કારણસર થાય છે કે દર્દીએ તે અસ્વસ્થતાને સ્વીકારી લીધી હોય છે અને કેટલીક પ્રવૃતિઓ કરવાનું છોડી દીધું હોય છે. શક્ય તેટલી સર્જરી પાછી ઠેલવાનું તેમનાં અચેતન મનનું વલણ આ સ્વીકૃતિનું કારણ હોય છે. પરંતુ, આપણે સમજવું જોઈએ કે જયારે હર્નિયા મોટું હોય ત્યારે સર્જરી ટેક્નિકલી મુશ્કેલ બની જાય છે અને તેના પરિણામો પણ એટલાં સારાં હોતા નથી. આથી જ, અતિશય વૃદ્ધ વ્યક્તિ કે જેને થોડાં વર્ષોથી વધારે જીવવાની આશા નથી તે સિવાય, સર્જરીમાં વિલંબ કરવાનો કોઈ અર્થ નથી. હર્નિયા નાનું હોય ત્યારે જ સર્જરી કરાવી લેવી અને તેના શ્રેષ્ઠ પરિણામ મેળવવા તે ચોક્કસપણે વધુ સારું છે.
આ ઉપરાંત, આપણી મુખ્ય ચિંતા stragulation(લોહીની નળીઓ પરના દબાણને કારણે તે ભાગમાં લોહીનો પુરવઠો બંધ થવો) અને obstruction(અવરોધ)ની છે. આંતરડા જયારે આ ખામીવાળા ભાગમાં અટવાઈ જાય છે ત્યારે આવું થાય છે જેના કારણે આંતરડામાં ગેંગરીન થાય છે. જો કે આ ક્યારેક જ ઉદભવતી પરિસ્થિતિ છે, પરંતુ તેમાં ઇમરજન્સી સર્જરીની જરૂર પડે છે. જયારે આંતરડા અટવાઈ જાય ત્યારે જો આપણે ઝડપથી કાર્યવાહી કરીએ અને આંતરડામાં ગેંગરીન થાય તે પહેલાં સર્જરી કરીએ, તો પરિણામો હજી સારા હોય છે. પરંતુ, આવા સમયે, જો આપણે સર્જરી કરવામાં મોડા પડીએ, તો આપણે ગેંગરીન થયેલાં આંતરડાના ભાગને દૂર કરવાની જરૂર પડશે. અને સામાન્ય હર્નિયા સર્જરીની તુલનામાં આ સર્જરી ગંભીર બાબત બની જાય છે. સમયસર કાર્યવાહી કરીને આપણે તેને સરળતાથી ટાળી શકીએ છીએ.
ઇન્ગ્વાઇનલ હર્નિયા માટે સર્જરી જ સારવારનો એક માત્ર વિકલ્પ છે.પરંતુ, આપણી પાસે સર્જરીમાં વિકલ્પ છે. સર્જરીનાં વિકલ્પોમાં ઓપન સર્જરી તથા લેપ્રોસ્કોપીક સર્જરીનો સમાવેશ થાય છે. સર્જરી દરમ્યાન, સર્જન સ્નાયુની તે ખામીને સુધારે છે જેથી આંતરડા હવે બહાર આવી શકે નહીં. મોટાભાગની હર્નિયા સર્જરી દરમ્યાન, સુધારેલા સ્નાયુને ટેકો આપવા માટે અમે મેશ(જાળી)નો ઉપયોગ કરીએ છીએ.
ઇન્ગ્વાઇનલ હર્નિયા સર્જરી મેશ વગર પણ કરી શકાય છે, પરંતુ આવી સર્જરીમાં ફરીથી થવાની શક્યતા ઘણી વધારે હોય છે. આ કારણોસર, અમે આજના સમયમાં મેશ વગર હર્નિયા સર્જરીની સલાહ આપતા નથી. મેશ સુધારેલા સ્નાયુને વધારાની તાકાત આપે છે જેથી ફરીથી હર્નિયા થવાની શક્યતા ઘણી જ ઘટી જાય છે. બાળકો માટેની હર્નિયા સર્જરી આમાં અપવાદ છે. અમે બાળકો માટેની હર્નિયા સર્જરીમાં મેશનો ઉપયોગ કરતાં નથી.
ઓપન સર્જરીએ પરંપરાગત રીતે થતી સર્જરી છે, જેમાં જાંઘના મૂળ(groin) ભાગમાં 8-10 સેમી નો ચીરો મુકવાની જરૂર પડે છે. જયારે તે યોગ્ય રીતે કરવામાં આવે ત્યારે તે ખુબ સારા પરિણામ આપે છે. તે જનરલ, કરોડરજ્જુ(spinal) તેમજ લોકલ એનેસ્થેસીયાથી કરી શકાય છે.ઓપન ઇન્ગ્વાઇનલ હર્નિયા સર્જરી નિયમિત રીતે લગભગ દરેક સર્જન દ્વારા કરવામાં આવતી હોય છે. તે સલામત અને વ્યાપકપણે ઉપલબ્ધ છે. ચાલો, આ પધ્ધતિના ફાયદા અને ગેરફાયદાની ટૂંકમાં ચર્ચા કરીએ.
આ સર્જરી ખુબ નાના કાણાં જેવાં કાપામાંથી કરવામાં આવે છે. સામાન્ય રીતે 3 કાપા, જેમાંથી એક 1 સે. મી. અને અન્ય 0.5 સે. મી.ના હોય છે. દર્દીની રિકવરી ખુબ ઝડપી અને સરળ હોવાં છતાં આ પધ્ધતિથી સર્જરી પોતે ટેક્નિકલી વધારે આવડત માંગે છે. આ જ કારણસર, આ પધ્ધતિનો વિકલ્પ ઓપન સર્જરી જેટલી વ્યાપકપણે ઉપલબ્ધ નથી.
સુધારેલા સ્નાયુની તાકાત અને સર્જરી પછીની પીડારહિત પ્રવૃતિઓ એ બન્ને દ્રષ્ટિએ આ પધ્ધતિ ઓપન સર્જરીની પધ્ધતિ કરતાં શ્રેષ્ઠ છે. પરંતુ, તેમાં યોગ્ય સર્જીકલ નિપુણતા અને કૌશલની જરૂર પડે છે, અન્યથા તે ખરાબ પરિણામ આપી શકે છે.
દર્દીના કેટલાંક પરિબળો સર્જરીની પસંદગીને અસર કરે છે. ઇન્ગ્વાઇનલ હર્નિયાને ઠીક કરવા માટે લેપ્રોસ્કોપીક સર્જરી ચોક્કસપણે શ્રેષ્ઠ છે. પરંતુ, કેટલાંક ચોક્કસ પ્રકારના દર્દીઓમાં આ ફાયદાઓ જનરલ એનેસ્થેસિયાના જોખમને લગતી સમસ્યાઓથી નકારવામાં આવે છે. આવાં દર્દીઓ માટે ઓપન સર્જરી પસંદ કરવામાં આવે છે કારણ કે તે લોકલ એનેસ્થેસિયાથી કરી શકાય છે.
દર્દીના પરિબળોમાં સમાવેશ થાય છે:
ઘણા હર્નિયા સંબધિત પરિબળો હર્નિયા સર્જરીના પ્રકાર વિષે નિર્ણય કરવામાં ખુબ મહત્વના હોય છે. કેટલાંક પરિબળોને લીધે ઓપન સર્જરી વધુ અનુકૂળ રહે છે જયારે અન્ય પરિબળોને લીધે લેપ્રોસ્કોપીક સર્જરી વધુ અનુકૂળ રહે છે.
લેપ્રોસ્કોપીક ઇન્ગ્વાઇનલ હર્નિયા સર્જરી એ ઓપન સર્જરી કરતાં ચોક્કસ સારો વિકલ્પ છે. તેના કેટલાંક દેખીતાં જ ફાયદાઓ છે જેમકે ઓછી પીડા, ઝડપી રિકવરી,અને સામાન્ય પ્રવૃતિઓ વહેલી શરૂ થવી. જ્યારે દર્દી યુવાન હોય અને હર્નિયા બન્ને બાજુ હોય ત્યારે આ ફાયદા વધુ નોંધપાત્ર હોય છે.
દર્દીનો એક નાનો સમૂહ છે કે જેમનાં માટે ઓપન સર્જરી વધારે અનુકૂળ હોઈ શકે છે. તેમાં એવા દર્દીઓનો સમાવેશ થાય છે કે જેઓને જનરલ એનેસ્થેસીયાનું જોખમ ખુબ વધારે હોય છે જેમકે ગંભીર હ્ર્દય, ફેફસાં, લીવર અથવા કિડનીની સમસ્યા હોય. આવા દરેક દર્દીઓ માટે, લોકલ એનેસ્થેસિયા હેઠળ ઓપન સર્જરી એ ખુબ સલામત છે. આ ઉપરાંત ખુબ મોટા હર્નિયા અને અગાઉ લેપ્રોસ્કોપીક સર્જરી કર્યા પછી ફરીથી થતાં હર્નિયાના દર્દીઓ માટે ઓપન સર્જરી વધુ અનુકૂળ હોઈ શકે છે.