અનુક્રમણિકા:
મોટાભાગના હર્નિયાની સારવાર નિયમિત સર્જરી દ્વારા સરળતાથી થઈ જાય છે. જોકે, કેટલાક ઇન્સિઝનલ હર્નિયા(સારણગાંઠ) નોંધપાત્ર રીતે મોટા અને વધુ જટિલ હોય છે, જેના રીપેર લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે સાવચેતીપૂર્વક પ્લાનિંગ અને યોગ્ય અભિગમની જરૂર પડે છે. ઘણા લોકો હર્નિયાને એક નાની તકલીફ સમજે છે જેના માટે એક સરળ સર્જરીની જરૂર હોય છે, પરંતુ દરેક કેસમાં આવું હોતું નથી. કેટલાક દર્દીઓને, ખાસ કરીને જેમને વેન્ટ્રલ હર્નિયા (એટલે કે, પેટની આગળની દિવાલનું હર્નિયા) હોય તેઓના માટે. આ પરિસ્થિતિમાં દુઃખાવો, રોજિંદી પ્રવૃત્તિઓમાં મુશ્કેલીઅને વારંવાર સર્જરીની જરૂર પડે તેવું બની શકે છે. ઇન્ગ્યુનલ હર્નિયામાં આવી જટિલ પરિસ્થિતિ ઉદ્દભવવાની શક્યતા ઓછી છે.
જ્યારે વર્ષો સુધી હર્નિયાને અવગણવામાં આવે છે, ત્યારે ખામી ધીમે ધીમે કદમાં વધે છે અને પેટની દિવાલ નબળી પડે છે. જેટલું હર્નિયાનું કદ મોટું હોય છે, તેટલું તેના ફરીથી થવાની શક્યતાઓ વધારે હોય છે. તેથી, મોટાં થઈ ગયેલા હર્નીયાના રીપેર માટે એવી રીતે સર્જરી કરવી જોઈએ કે જે મજબૂત હર્નિયા રીપેર કરે અને જે પેટની દિવાલની મજબૂતાઈમાં સુધારો કરે. ફક્ત મેશનું કદ વધારવું ,કાયમી ઉકેલ મેળવવા માટે પૂરતું નથી.
હર્નિયા રિપેરમાં કાયમી મજબૂતી મેળવવાની શ્રેષ્ઠ તક પહેલી વખતની સર્જરી છે. કારણ કે ફરીવાર કરાતી દરેક સર્જરી વખતે પેટની દિવાલ વધુ નબળી પડે છે. ઘા વાળી જગ્યાએ મસલ્સ અને tendons(મસલ્સને હાડકા સાથે જોડતી પેશી) હંમેશા મૂળ સ્નાયુઓ અને tendons કરતાં નબળાં હોય છે. તેથી, વારંવાર હર્નિયા થતું અટકાવવા માટે તમારા સર્જિકલ અભિગમ થોડો આક્રમક બનવું હંમેશા સારો વિકલ્પ છે.
ઉંમર વધવાની સાથે પેટની દિવાલ ધીમે ધીમે નબળી પડતી જાય છે. સ્ત્રીઓમાં ખાસ કરીને એક કરતાં વધું ગર્ભાવસ્થા પછી પેટની દિવાલના સ્નાયુઓ નબળા પડવાની શક્યતા પણ રહે છે. હર્નિયા રિપેર દરમિયાન આ પરિબળોને પણ ધ્યાનમાં લેવા જોઈએ જેથી હર્નિયા ફરીથી ન થાય.
હાડકાના એવા ભાગ કે જેની આજુબાજુ મસલ્સ કે ચરબીનું કવર ના હોય અથવા નહિવત હોય અને આવા હાડકાંનો ભાગ સામાન્ય રીતે ત્વચાની ઘણો નજીક હોય તેને bony prominences કહે છે. કેટલીકવાર આ ભાગની ખુબ નજીક હર્નિયા થાય તો તે વિસ્તારમાં હર્નિયા(સારણગાંઠ)ની સારવાર કરવી મુશ્કેલ હોય છે. આનું કારણ એ છે કે સર્જનને સારી રીતે રીપેર કરવા માટે જાળીના પૂરતા કવરેજ માટે ઓછી જગ્યા મળે છે. ક્યારેક તો ખામીની ધાર હાડકા દ્વારા જ બને છે, જે તેને મુશ્કેલ પરિસ્થિતિ બનાવે છે.
કેટલાક દર્દીઓમાં એવી તબીબી સ્થિતિ હોય છે જે સારવારને વધુ મુશ્કેલ બનાવે છે. ખાસ કરીને જૂની ઉધરસ, કબજિયાત અને મોટી હૃદય સમસ્યાઓના કારણે રિકવરી મુશ્કેલ બને છે. ખૂબ મોટા હર્નીયામાં, જ્યારે હર્નીયાના બધા આંતરડા પેટમાં પાછા ધકેલી દેવામાં આવે છે, ત્યારે દર્દીઓને સર્જરી પછી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
જટિલ અને વારંવાર થતા હર્નિયા માટે પણ, લેપ્રોસ્કોપિક (ન્યુનતમ કાપકૂપવાળી) સર્જરી અને ઓપન સર્જરી એમ બન્ને વિકલ્પો ઉપલબ્ધ છે. દરેક દર્દી માટે શ્રેષ્ઠ સારવારની રીત નક્કી કરવા માટે સંપૂર્ણ મૂલ્યાંકન જરૂરી છે. સામાન્ય રીતે, આ દર્દીઓને પેટની દિવાલના પુન:ર્નિર્માણ (AWR-Abdominal Wall Reconstruction) માટેની સર્જરીની જરૂર પડે છે, જે ઓપન, લેપ્રોસ્કોપિક અથવા હાઇબ્રિડ પદ્ધતિઓનો ઉપયોગ કરીને કરી શકાય છે.
પેટની દિવાલના પુન:ર્નિર્માણમાં વિવિધ પ્રકારની સર્જરીઓનો સમાવેશ થાય છે જે પેટની દિવાલને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આમાં ચોક્કસ સ્થળોએ મસલ્સ અને tendonsને ખામીથી મુક્ત કરવામાં આવે છે જેથી ખામીને વધુ ખેંચીને બંધ કરી શકાય. આ પ્રકારની સર્જરીઓ દ્વારા, એક મોટી જાળી મૂકવી શક્ય બને છે, જે મસલ્સ અથવા પેશીઓના બે સ્તરો વચ્ચે રહે છે (જેથી જાળી ટાંકા લીધા વિના પણ સરખી રીતે ત્યાં રહે છે), અને જાળી હાડકાના ધારની બહાર મૂકી શકાય છે. આવી સર્જરીઓના ટેકનિકલ નામો Open RS meshplasty, અથવા Open RS meshplasty with B/L TAR, અથવા RS meshplasty with PCS or ACS છે (આ સર્જરીઓની વિગતો વાંચી વધુ મુંઝાશો નહીં, પરંતુ અહીં તેમનો ઉલ્લેખ કર્યો છે જેથી જો તમારા મેડિકલ રિપોર્ટમાં AWR ની જગ્યાએ આવા નામોનો ઉલ્લેખ હોય તો તમે તેમને સમજી શકો)
આમ, આવી સર્જરી, જ્યારે યોગ્ય પ્લાનિંગ સાથે કરવામાં આવે છે, ત્યારે તે ફરીથી હર્નિયા ના થાય તેવા હર્નિયા રિપેર હશે. કેટલાક દર્દીઓ કે જેમને ખૂબ મોટાં હર્નિયા હોય છે અને હર્નિયામાં ઘણા બધા આંતરડા બહાર નીકળી ગયાં હોય ત્યારે ભલે લેપ્રોસ્કોપિક AWR માટે કુશળતા અને સાધનોની ઉપલબ્ધતા હોય, તેમને શ્રેષ્ઠ પરિણામો માટે ઓપન સર્જરીની જરૂર પડે છે.
પેટની દિવાલનું પુનર્નિર્માણ લેપ્રોસ્કોપી દ્વારા પણ શક્ય છે અને હવે તે પદ્ધતિનો ઉપયોગ રિકરન્ટ એટલે કે વારંવાર થતાં અને જટિલ ઇન્સિઝનલ હર્નિયા માટે નિયમિતપણે કરવામાં આવી રહ્યો છે. જો કે અહીં કેવાં દર્દી માટે તેનો ઉપયોગ કરીએ છીએ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખૂબ મોટા અથવા જટિલ ઇન્સિઝનલ હર્નિયા ધરાવતા કેટલાક દર્દીઓ માટે ઓપન સર્જરી વધુ યોગ્ય રહેશે. આમાંની કેટલીક સર્જરીના ટેકનિકલ નામો eTEP-RS, eTEP-RS U/L અથવા B/L TAR સાથે, TARM, અને અમ્બિલિકલ હર્નિયા માટે TAPP છે. (ફરીથી, આ વિશે વિગતવાર નહીં જઈએ, આ ફક્ત તમારા મેડિકલ રેકોર્ડમાં વપરાતા કેટલાક શબ્દો સમજવા માટે હતું)
કેટલીકવાર, જ્યારે દર્દીને એક કરતાં વધારે ખામીઓ હોય છે અથવા દર્દી મેદસ્વી હોય અથવા દર્દી નબળી પેટની દિવાલો ધરાવતી સ્ત્રીઓ હોય ત્યારે આ પ્રકારની સર્જરી પહેલી વખતના વેન્ટ્રલ હર્નિયા માટે પણ કરવામાં આવે છે. આ પ્રકારના પહેલી વખતના હર્નિયા રિપેરમાં હર્નિયા ફરીથી થતું નથી.
હાઇબ્રિડ સર્જરી એ ઓપન અને લેપ્રોસ્કોપિક AWR નું મિશ્રણ છે. અહીં સર્જરીનો મુખ્ય ભાગ લેપ્રોસ્કોપિક પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે, જેમાં લેપ્રોસ્કોપિક સર્જરીનો ફાયદો મળે તે માટે મોટા ચીરા અને સ્નાયુઓ કાપવામાં નથી આવતા. સર્જરીનો અમુક ભાગ ઓપન પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે, જેમ કે મેશ લગાવવી અને ખામીને બંધ કરવી અથવા રિપેર કરવી, જેથી સર્જરીનો સમય ઓછો થાય અને ખામી વધુ સારી રીતે બંધ થાય. ફરીથી, અહીં પણ ક્યા દર્દી માટે આ પદ્ધતિની પસંદગી કરવી તે બહુ મહત્વપૂર્ણ છે, અને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવા માટે દરેક દર્દી માટે સર્જરીનું પ્લાંનિંગ કસ્ટમાઇઝ કરવામાં આવે છે એટલે કે અલગ-અલગ હોઈ શકે છે.
કેટલાક અપવાદરૂપ દર્દીઓમાં, આંતરડાનો મોટો ભાગ હર્નિયાની અંદર, પેટની બહાર અને એટલા લાંબા સમય સુધી રહે છે કે શ્વાસ લેવામાં ગંભીર તકલીફો થયા વિના, તેને પેટમાં પાછું મૂકવું શક્ય નથી. આવા દર્દીઓમાં, કેટલીક પ્રક્રિયાઓ જેવી કે પ્રીઓપરેટિવ પ્રોગ્રેસિવ ન્યુમોપેરિટોનિયમ (PPP) સાથે અથવા તેના વગર પેટની દિવાલના સ્નાયુઓના બોટોક્સ ઇન્જેક્શ દ્વારા પેટની દિવાલને ધીમે ધીમે ખેંચવામાં આવે છે. પ્રીઓપરેટિવ પ્રોગ્રેસિવ ન્યુમોપેરિટોનિયમમાં, પેટમાં એક નાનું સિલિકોન કેથેટર/ટ્યુબ મૂકવામાં આવે છે, અને થોડા અઠવાડિયા માટે દરરોજ પેટમાં મેડિકલ ગેસ ભરવામાં આવે છે જેથી આયોજિત સર્જરી પહેલાં પેટની દિવાલ ધીમે ધીમે ખેંચાય. આ કેટલાક અસામાન્ય અને પસંદ કરેલા દર્દીઓમાં જ કરવામાં આવે છે કે જેમના હર્નિયાના મોટા કદને કારણે હર્નિયા રિપેર શક્ય નથી.
યોગ્ય અભિગમ એ છે કે દર્દીનું યોગ્ય ક્લિનિકલ તપાસ દ્વારા સંપૂર્ણ મૂલ્યાંકન કરવામાં આવે, USG(સોનોગ્રાફી) અથવા પેટનો સીટી સ્કેન (હર્નિયાની જટિલતા, ખામીઓની સંખ્યા અને ખામીનું કદ, સ્નાયુઓની તાકાત અને હાડકાંથી અંતર, હર્નિયા કોથળીમાં કેટલી ભાગ છે તેનું મૂલ્યાંકન કરવા માટે) અને દર્દીની તબીબી સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે.
આવી સર્જરીઓ ટેક્નિકલ રીતે જટિલ સર્જરીઓ છે, અને તેથી, સર્જરીનો સમયગાળો લાંબો હોય છે.
એકવાર મેશ સાથે હર્નિયા રિપેર થઈ જાય પછી હર્નિયાનો બધો જ ભાગ પેટની અંદર જાય છે અને હર્નિયા રિપેર પછી બહાર આવી શકતી નથી, જેનાથી પેટની અંદર દબાણ વધે છે. આનાથી શ્વાસ લેવામાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. યોગ્ય મૂલ્યાંકન પછી સર્જરી પહેલાંથી જ આ પરિસ્થિતિ અપેક્ષિત હોય છે.
ફેફસાં અથવા હૃદયની સમસ્યાઓ ધરાવતા કેટલાક દર્દીઓ અને/અથવા હર્નિયામાં આંતરડાનો ખૂબ મોટો ભાગ બહાર આવતા દર્દીઓને સર્જરી પહેલાં ઑપ્ટિમાઇઝેશનની જરૂર પડી શકે છે જેથી સર્જરી પછીનો સમય સરળ રહે. આ ઑપ્ટિમાઇઝેશન દવાઓ, શ્વાસ લેવાની કસરતો અને પેટની દિવાલ ખેંચવાની પ્રક્રિયાઓ દ્વારા કરવામાં આવે છે.
રિકરન્ટ હર્નિયા સર્જરીના દર્દીના અનુભવો સાંભળવા માટે, આ વિડિઓ જુઓ.
તમારી સ્વાસ્થ્ય યાત્રા તમારી વ્યક્તિગત યાત્રા છે. ભલે તમે નાના કે મોટા હર્નીયાથી પરેશાન હોવ, યોગ્ય તબીબી અભિગમ ઘણો બધો ફરક લાવી શકે છે. ડૉ. ચિરાગનો અભિગમ દર્દીને સમજ આપવી, ચોકસાઈ અને સહાનુભૂતિપૂર્વકની સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
જો તમે અમદાવાદમાં શ્રેષ્ઠ હર્નિયા(સારણગાંઠ) માટેના નિષ્ણાત ડૉક્ટરની શોધ કરી રહ્યાં છો, તો એવા નિષ્ણાતની શોધ કરો કે જે દર્દી-પ્રથમ અભિગમ સાથે પોતાની તબીબી કુશળતાને જોડે. હર્નીયાથી રિકવર થવાનો તમારો માર્ગ તમારા સારવારના વિકલ્પોને સમજવા અને વિશ્વાસુ તબીબ સાથે કામ કરવાથી શરૂ થાય છે. તે માટે અમારો સંપર્ક કરો. માર્ગદર્શન માટે અમને સંપર્ક કરો.
ADROIT ખાતે, અમારુ મુખ્ય લક્ષ્ય ફક્ત તમારા હર્નિયાને રિપેર કરવાનું નથી, પરંતુ સર્જરી પછી દર્દીના શ્રેષ્ઠ સંભવિત કાર્યક્ષમતાના સ્તરને પાછું લાવવામાં મદદ કરવાનું અને અમારા દર્દીઓને ખૂબ જ સરળ અને આરામદાયક સર્જરીનો અનુભવ આપવાનું છે. જટિલ અને વારંવાર થતા હર્નિયા માટે લેપ્રોસ્કોપિક હર્નિયા સર્જરીના કિસ્સામાં પણ, દર્દીઓ સર્જરી પછી ઓછામાં ઓછા દુખાવા સાથે અને શ્રેષ્ઠ કાર્યાત્મક પરિણામ સાથે ઝડપથી સ્વસ્થ થાય છે.
તમે ડૉક્ટર ચિરાગ ઠક્કર સાથે વિડિયો કન્સલ્ટેશન બુક કરી શકો છો. એપોઇન્ટમેન્ટ નક્કી કરવા માટે +91-8156078064 / +91-8469327630 પર કૉલ કરો અથવા અમારો સંપર્ક કરો.
કન્સલ્ટેશન માટે ADROIT સેન્ટર ફોર ડાયજેસ્ટિવ એન્ડ ઓબેસિટી સર્જરીની મુલાકાત લો.
કૃપા કરીને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
ડૉક્ટર ચિરાગ ઠક્કર ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ સર્જન છે. તેઓ છેલ્લા 18 વર્ષથી ગેસ્ટ્રોઈન્ટેસ્ટીનલ અને વજન ઘટાડવાની /બેરિયાટ્રિક સર્જરી કરી રહ્યા છે. GERD માટે સર્જરી, હાયટસ હર્નીયા અને મેદસ્વીતા તેમના રસ અને કુશળતાના મુખ્ય વિષયો છે. એસિડ રિફ્લક્સ/GERD સારવાર માટે, ADROIT ભારતમાં અગ્રણી કેન્દ્રોમાંનું એક છે, જે એક છત નીચે બધી સુવિધાઓ પૂરી પાડે છે. તેમને પિત્તાશય દૂર કરવા માટે લેપ્રોસ્કોપિક સર્જરીનો પણ બહોળો અનુભવ છે.
Dr Chirag Thakkar
Senior Gastrointestinal and Bariatric surgeon
GERD and Esophageal Motility Expert
Hernia Surgery Specialist
Founder Director of ADROIT Centre for Digestive and Obesity Surgery