અનુક્રમણિકા:
ક્રોનિક GERD અને અન્ય અપર GIની મોટિલિટી(ગતિશીલતા)ની સમસ્યાઓ ખૂબ જ સામાન્ય હોવા છતાં, અમદાવાદ, ગુજરાત માં 24-hr pH વીથ ઇમ્પિડન્સ સ્ટડી અને ઇસોફેજિયલ મેનોમેટ્રી પ્રત્યે જાગૃતિ અને સ્વીકૃતિ ઓછી છે. એટલી હદે ઓછી છે કે જે લોકો હાયટસ હર્નીયા અને GERD માટે સર્જરી કરાવવાનું આયોજન કરી રહ્યા છે તેઓ પણ સંપૂર્ણ મૂલ્યાંકન વિના સર્જરી કરાવવા તૈયાર હોય છે. આ લેખ ફક્ત લેપ્રોસ્કોપિક ફંડોપ્લિકેશન સર્જરી માટેના દર્દીઓ માટે જ નહીં,પરંતુ લાંબા સમયની અપર GI સમસ્યાઓ ધરાવતા તમામ દર્દીઓ માટે પણ ઇસોફેજિયલ મેનોમેટ્રી અને 24-hr pH વિથ ઇમ્પિડન્સ સ્ટડીના મહત્વ પર પ્રકાશ પાડે છે. આ ડાયગ્નોસ્ટિક મૂલ્યાંકન ટેસ્ટ GERD અને એકેલેસિયા જેવી સામાન્ય મોટિલિટી(ગતિશીલતા)ની સમસ્યાઓના નિદાનની પુષ્ટિ અથવા ખંડન કરે છે અને સમસ્યાના મૂળ અને કારણોની ઊંડી સમજ પણ પ્રદાન કરે છે, જે નોન-સર્જિકલ સારવાર માટે માર્ગદર્શન પૂરું પાડે છે.
આપણા મનમાં પહેલો પ્રશ્ન એ આવે છે કે જો એન્ડોસ્કોપીમાં હાયટસ હર્નીયા અને રિફ્લક્સ ઇસોફેજાઈટિસ દેખાય છે તો આપણે સર્જરી કેમ ન કરી શકીએ? સર્જરી પહેલાં આ ટેસ્ટ કરાવવા શા માટે મહત્વપૂર્ણ છે? આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે, આપણે કેટલીક બાબતો સમજવાની જરૂર છે.
ઘણા દર્દીઓ વર્ષોથી ક્રોનિક GERD અથવા GERD જેવી પાચન અને ગળાની સમસ્યાઓથી પીડાય છે પરંતુ તેમને યોગ્ય રાહત મળતી નથી. આમાંના ઘણા દર્દીઓના અપર GI એન્ડોસ્કોપી, કોલોનોસ્કોપી, H.pylori માટે બાયોપ્સી, USG(સોનોગ્રાફી) અને ફેટી લીવર માટે ફાઇબ્રોસ્કેન જેવા રિપોર્ટ કરવામાં આવ્યા હોય છે. જો કે, આ પરીક્ષણો કરાવવાં છતાં, હજુ પણ ઘણા લોકોને લાગે છે કે સામાન્ય રીતે કરવામાં આવેલી GERDની સારવાર તેમના માટે કામ કરતી નથી.
આમાંના ઘણા દર્દીઓ કે જેમને હાર્ટબર્ન(છાતીમાં બળતરા), વધુ પડતા ઓડકાર, પાણી અથવા ખોરાકનું ઉપર આવવું, એપિગેસ્ટ્રિક અથવા છાતીમાં દુખાવો અથવા બેચેની, છાતીમાં ભારેપણું, ગળામાં બેચેની, ગ્લોબસ સેન્સેશન(ગળામાં કંઈક અટવાઈ ગયું હોય તેવું લાગવું), ચિંતા અને બેચેની જેવાં અપર GIના લક્ષણો હોય છે, તેમને ઇસોફેજિયલ મેનોમેટ્રી અને 24-hr pH વિથ ઇમ્પિડન્સ સ્ટડી જેવા અપર GIના ટેસ્ટથી ફાયદો થશે.
મેનોમેટ્રી અને pH સ્ટડી આ બે સ્થિતિઓને અલગ પાડવામાં મદદ કરે છે, જેનાથી સારવારની દિશા બદલાય છે. સમસ્યાની વધુ સચોટ સમજ અને યોગ્ય નિદાન સાથે, ઘણી લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનો ઉત્તમ પરિણામો સાથે ઉપચાર કરી શકાય છે.
GERD અથવા અન્ય કોઈ અન્નનળીની મોટિલિટી(ગતિશીલતા)ની સમસ્યા ધરાવતા ઘણા દર્દીઓમાં આ લક્ષણો હોવાની શક્યતા રહે છે. ક્યારેક, રિફ્લક્સની ઘટનાથી,અન્નનળીના સ્નાયુઓમાં મરોડ અથવા reflex tachycardia( હૃદયના ધબકારા વધી જવાં) ટ્રીગર થાય છે અને યોગ્ય મૂલ્યાંકન દ્વારા આની પુષ્ટિ કરી શકાય છે. આવા દર્દીઓમાં આવા ક્રોનિક વણઉકેલાયેલા લક્ષણો સંપૂર્ણ મૂલ્યાંકન પછી યોગ્ય સારવારની રીતથી (દવાઓ, સર્જરી સાથે અથવા વગર, અને સ્ટ્રેસ મેનેજમેન્ટ) સાથે દૂર થવાની સંભાવના ખૂબ જ વધારે છે.
પાચન સમસ્યાઓનો અનુભવ કરતા દર્દીઓ માટે અહીં કેટલીક સલાહ છે:
જો તમે લાંબા સમયથી અપર GIને લગતી સમસ્યાઓથી પીડાતા હોવ, તો 24-hr pH વિથ ઇમ્પિડન્સ સ્ટડી અને ઇસોફેજિયલ મેનોમેટ્રીની ઉપલબ્ધતા અને મહત્વ વિશે જાણવું તમારા માટે ખુબ મહત્વપૂર્ણ છે. GERD (એસિડ રિફ્લક્સ) સહિત ઘણી લાંબા સમયની પાચન સમસ્યાઓ સામાન્ય છે, પરંતુ તેનું નિદાન કરવા માટે પરીક્ષણોનો ઉપયોગ ઘણીવાર અવગણવામાં આવે છે. જો તમે હાયટસ હર્નીયા અથવા GERD માટે સર્જરી કરાવવાનું વિચારી રહ્યા છો, તો આગળ વધતા પહેલા તમને ઇસોફેજિયલ મેનોમેટ્રી અને 24-hr pH વિથ ઇમ્પિડન્સ સ્ટડી કરાવવાની ભારપૂર્વક ભલામણ કરવામાં આવે છે.
24-hr pH વિથ ઇમ્પિડન્સ સ્ટડી શા માટે કરવામાં આવે છે તે જાણવા માટે અમારો વિડિઓ જુઓ.
24-hr pH વિથ ઇમ્પિડન્સ સ્ટડી કેવી રીતે હાથ ધરવામાં આવે છે તે જાણવા માટે અમારો વિડિઓ જુઓ.
તમારી સ્વાસ્થ્ય યાત્રા તમારી વ્યક્તિગત યાત્રા છે. ભલે તમે GERD/એસિડ રિફ્લક્સ, અને /અથવા IBSથી પરેશાન હોવ, યોગ્ય તબીબી અભિગમ ઘણો બધો ફરક લાવી શકે છે. ડૉ. ચિરાગનો અભિગમ દર્દીને સમજ આપવી, ચોકસાઈ અને સહાનુભૂતિપૂર્વકની સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
જો તમે અમદાવાદમાં શ્રેષ્ઠ GERD, હાયટસ હર્નીયા, એસિડ રિફ્લક્સ, IBS કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ નિષ્ણાત ડૉક્ટરની શોધ કરી રહ્યાં છો, તો એવા નિષ્ણાતની શોધ કરો કે જે દર્દી-પ્રથમ અભિગમ સાથે પોતાની તબીબી કુશળતાને જોડે. હર્નીયાથી રિકવર થવાનો તમારો માર્ગ તમારા સારવારના વિકલ્પોને સમજવા અને વિશ્વાસુ તબીબ સાથે કામ કરવાથી શરૂ થાય છે. તે માટે અમારો સંપર્ક કરો. માર્ગદર્શન માટે અમને સંપર્ક કરો.
તમે ડૉ. ચિરાગ ઠક્કર સાથે વિડીયો કન્સલ્ટેશન બુક કરાવી શકો છો. એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવા માટે, +91-8156078064 અથવા +91-8469327630 પર કૉલ કરો.
કન્સલ્ટેશન માટે એડ્રોઇટ સેન્ટર ફોર ડાયજેસ્ટિવ અને ઓબેસિટી સર્જરીની મુલાકાત લો.
અમારી સાથે જોડાયેલા રહેવા માટે કૃપા કરીને અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
ADROIT એ GERDની સારવાર માટેના થોડા કેન્દ્રોમાંનું એક છે જ્યાં GERD સારવાર માટે દરેક સુવિધા એક જ છત નીચે ઉપલબ્ધ છે. જ્યાં એન્ડોસ્કોપી, ઈસોફેજીઅલ મેનોમેટ્રી, 24 કલાક pH વિથ ઇમ્પિડન્સ સ્ટડી સહિત દરેક મૂલ્યાંકન ટેસ્ટ માટેની સુવિધાઓ ઉપલબ્ધ છે અને જ્યાં સારવારમાં માત્ર સર્જરી જ નહીં પરંતુ લાંબા ગાળાના નિયમિત ફોલો-અપ સાથે ડાયેટ અને મનોવૈજ્ઞાનિક સહાયનો પણ સમાવેશ થાય છે, જેના પરિણામે અમારા દર્દીઓ માટે શ્રેષ્ઠ લાંબા ગાળાના પરિણામો પ્રાપ્ત થાય છે.
ડૉ ચિરાગ ઠક્કર એક ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ સર્જન છે. તેઓ છેલ્લા 18 વર્ષથી ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ અને વજન ઘટાડવાની બેરિયાટ્રિક અને મેટાબોલિક સર્જરી કરી રહ્યા છે. તેમના રસ અને કુશળતાના મુખ્ય ક્ષેત્રો GERD, હાયટસ હર્નીયા, એસિડ રિફ્લક્સ, હાર્ટબર્ન અને મેદસ્વિતા માટેની સર્જરી છે. જટિલ અને વારંવાર થતા હર્નિયાના કિસ્સામાં પણ લેપ્રોસ્કોપિક હર્નિયા સર્જરી દર્દીઓને ઓછામાં ઓછા દુખાવા સાથે ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરે છે અને સર્જરી પછી શ્રેષ્ઠ કાર્યાત્મક પરિણામો આપે છે. તેમને પિત્તાશયની પથરી દૂર કરવા માટે લેપ્રોસ્કોપિક સર્જરીનો પણ બહોળો અનુભવ છે.
Dr Chirag Thakkar
Senior Gastrointestinal and Bariatric surgeon
GERD and Esophageal Motility Expert
Hernia Surgery Specialist
Founder Director of ADROIT Centre for Digestive and Obesity Surgery