મુલાકાત સુનિશ્ચિત કરો +91-8156078064

ક્લિનિક થી વળતો કોલ મેળવવા માટેની વિનંતી :

video information

પિત્તાશયની પથરીની સારવાર અને ઓપરેશન

દર્દીઓ ના અનુભવ

સારવાર

સર્જરી શા માટે જરૂરી ?

પિત્તાશયની પથરીની સર્જરીનું મુખ્ય લક્ષ્ય એવી સમસ્યાઓ /લક્ષણોની સારવાર કરવાનું છે કે જે તમે પથરીના લીધે સહન કરી રહ્યાં છો. તે ઉપરાંત પથરીથી ઉદ્દભવતી કેટલીક જટિલતાઓ /ગુંચવણો ઊભી ના થાય તે માટે પણ સર્જરી જરૂરી છે. આ જટિલતાઓ માંની કેટલીક જીવલેણ પણ હોય શકે છે.આપ એના વિષે વધુ આ પેજ પર વાંચી શકો છો

લક્ષણો ના દર્શાવતી પિત્તાશયની પથરી

સામાન્ય રીતે આ સ્થિતિ માં દર્દી ને માત્ર દેખરેખ હેઠળ રખાય છે. માત્ર અતિ જોખમ ધરાવતા દર્દીઓ (કે જેઓને પથરી સંલગ્ન જટિલતા ઉદ્દભવવાની શક્યતાઓ વધુ હોય ) ને જ સર્જરીની સલાહ આપવામાં આવે છે. આવા અતિ જોખમ ધરાવતા દર્દીઓ માં ડાયાબિટીસવાળા,કેમોથેરાપીની સારવાર હેઠળના અને રોગપ્રતીકારકતા વગરના (જેમકે HIV ગ્રસ્ત) નો સમાવેશ થાય છે

લક્ષણો ધરાવતી પિત્તાશયની પથરી

  • લક્ષણો ધરાવતા દર્દીઓએ સર્જરી માટે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આવા દર્દીઓ માટે લેપ્રોસ્કોપિક (દૂરબીન થી થતી ) પિત્તાશયની સર્જરી દુનિયાભરમાં સ્વીકૃત સારવાર છે.
  • પથરી ઓગાળવાની સારવાર પિત્તાશયની પથરી માટે અસરકારક નથી અને તેના પરીણામ આધારભૂત નથી. આ તકલીફ ધરાવતા દર્દીઓ માં, મુળ સમસ્યા ખુદ પિત્તાશયમાં અને તેમના શરીરના મેટાબોલિઝમ મા હોય છે. અને એટલે જ સર્જરીમા ફક્ત પથરી કાઢવામાં નથી આવતી. આપણે આખું પિત્તાશય કાઢવાની જરૂર પડે છે. જો ફક્ત પથરી કાઢી ને પિત્તાશય એમજ રાખવામાં આવે, તો પથરી ફરીથી બની જશે.
  • ના, પિત્તાશયની સર્જરી આપના પાચનને અસર કરતી નથી

    સામાન્ય માન્યતાથી વિપરીત ,પિત્તાશય કાઢ્યા પછી ,પાચનમાં કોઈ બદલાવ આવતો નથી.ઓપરેશન પછી તમારા આહાર માં કોઈ ખાસ અંકુશ ની જરૂર નથી. તમારે એકસાથે વધુ પ્રમાણમાં ખાવાને બદલે ઓછા પ્રમાણમાં વધુ વખત ખાવાની જરૂર હોય છે. તમારે વધુ પડતા ચરબીયુક્ત, તીખું અને તળેલું ખાવાનું ટાળવાની જરૂર હોય છે . આ બધી આદર્શ આહારસંબંઘી સલાહો ,આપણે સૌએ આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય સુધારવાના ભાગરૂપે અનુસરવાની હોય છે. સર્જરી પછી આપ બઘું જ પ્રમાણસર ખાય શકો છો.

    લેપ્રોસ્કોપિક પિત્તાશયની સર્જરી

    લેપ્રોસ્કોપિક સર્જરી ન્યુનતમ કાપકૂપવાળી સર્જરીની પદ્ધતિ છે. આમાં પેટની દીવાલમાં એક કરતાં વધુ નાના કાપા મૂકી , તેમાંથી નળીઓ અંદર ઉતારવામાં આવે છે. આ નળીઓ દ્વારા ઑપરેશન માટે જરૂરી સર્જીકલ સાધનો પાસ કરાય છે

    ઓપન સર્જરી લેપ્રોસ્કોપિક સર્જરીના લાભ :

    • સર્જરી પછીનો ઓછો દુઃખાવો
    • વધારે સૌંદર્યવર્ધક પરિણામ
    • ઘાવમાં ઇન્ફેક્શનની ઓછી શક્યતાઓ
    • ઓપરેશન ની જગ્યાએ હર્નિયા થવાની નહિવત શક્યતા
    • વાસ્થ્યની અને સર્જરી પહેલાની કાર્યશીલતાના સ્તરની ઝડપી પુન:પ્રાપ્તિ

    અમારા વિષે

    ર્ડો ચિરાગ ઠક્કર ગૅસ્ટ્રો ઇન્ટેસ્ટીનલ, એડવાન્સ લેપ્રોસકોપીક તથા ઓબેસિટી સર્જન છે. તેઓ એડ્રોઇટ સેન્ટર ફોર ડાયજેસ્ટિવ એન્ડ ઓબેસિટી સેન્ટર ના સ્થાપક ડિરેક્ટર છે. ડૉ ચીરાગે બી જે મેડિકલ કૉલેજ, અમદાવાદ માં થી MBBS ની પદવી પ્રાપ્ત કર્યા બાદ, તેઓની જનરલ સર્જીકલ ટ્રેનિંગ (M S ઈન જનરલ સર્જરી ), શ્રીમતી એન એચ એલ મ્યુનિસિપલ મેડિકલ કૉલેજ ,અમદાવાદ થી મેળવેલ છે. અંતે તેઓએ અપર ગેસ્ટ્રો ઇન્ટેસ્ટીનલ તથા બેરિયાટ્રિક સર્જરી માં ફેલોશીપ ,રોયલ એબર્ડીન ઇન્ફર્મરી (U.K) માંથી મેળવેલ છે. ડાયજેસ્ટીવ અને ઓબેસિટી સેન્ટર શરુ કરવાના પોતાના સ્વપનને સાકાર કરતા પહેલાં તેઓએ ત્રણ વર્ષ સુધી સિમ્સ (CIMS) હોસ્પિટલ ,અમદાવાદમાં કન્સલટન્ટ ગૅસ્ટ્રો ઇન્ટેસ્ટીનલ તથા બેરિયાટ્રિક સર્જન તરીકે તેમની સેવા પ્રદાન કરેલ છે. તેઓને ફેલોશીપ ઓફ રોયલ કોલેજ ઓફ સર્જન્સ (FRCS), એડિનબર્ગ U.K. ની માન્યતા પ્રાપ્ત કરેલ છે.

    સમય:
    • સોમવાર થી શનિવાર :સવારે 10 થી સાંજે 6 સુધી

    15 થી વધુ વર્ષો નો બોહળો અનુભવ

    ડૉ ચિરાગ ઠક્કર પિત્તાશય ની જટિલ સમસ્યાઓ ની સારવાર નો બોહળો અનુભવ ધરાવે છે. તેમણે લેપરોસકોપીક પદ્ધતિ થી પિત્તાશય ના હજારો ઓપરેશન કર્યા છે. તેઓ બીજી જટિલ એન્ડ અધતન લેપરોસકોપીક સર્જરીમા પણ નિપૂણ છે.

    પિત્તાશયની પથરી થી ઉદ્દભવતી કેટલીક સમસ્યાઓ (જટિલતાઓ)

    ડૉ ચિરાગ ઠક્કર માટે દર્દીઓ નો શુ અભિપ્રાય છે

    Copyright @ 2019 All rights reserved.