હું લાંબા સમયથી એન્ટાસિડ દવાઓ પર છું. મારા ખોરાક, પોષણ, ઊંઘ, કામ, કુટુંબ અને સામાજિક જીવન પર અસર થાય છે. ઘણા ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટની સલાહ લીધા પછી પણ, હું મારા GERD ને નિયંત્રણમાં લાવવામાં અસમર્થ છું. મને મારા ડોકટરો કહે છે કે આ સમસ્યાઓ મારી સાથે આજીવન રહેશે, અને મારે આજીવન એન્ટાસિડ PPI દવાઓ લેવાની જરૂર પડશે. પરંતુ મને લાગે છે કે મારી GERD ની સમસ્યાનો કોઈ કાયમી ઉપાય ચોક્કસ હોવો જોઈએ. હું જાણું છું કે તે માત્ર સમયની વાત છે, જ્યારે હું કોઈ એવા ડૉક્ટરને શોધી શકું જે ફરક લાવી શકે.
ઉપર મુજબની વાત ખૂબ સામાન્ય છે, જે અમે અમારા દર્દીઓમાં નિયમિત અનુભવીએ છીએ. આપણી વસ્તીનો મોટો વર્ગ GERD અથવા એસિડ રિફ્લક્સ નામની આ સ્થિતિથી પીડાય છે. ઘણીવાર, તેને સ્થાનિક ભાષામાં એસિડિટી, હાર્ટબર્ન અથવા ગેસની સમસ્યા પણ કહેવામાં આવે છે. સદનસીબે, GERDથી પીડાતા તમામ લોકોની સ્થિતિ આવી કમજોર અને નિરાશાજનક થતી નથી. GERD ધરાવતા તમામ દર્દીઓમાંથી, માત્ર થોડા ટકા દર્દીઓને જ ગંભીર GERD હોય છે. તે એટલું ગંભીર હોય છે કે દર્દીઓ વર્ષો સુધી તેનાથી પીડાય છે, જ્યાં તેમને વર્ષો સુધી નિયમિત દવાઓની જરૂર પડે છે, કેટલીકવાર દવાઓ પણ સંપૂર્ણ રાહત આપતી નથી અને તેમના જીવનની ગુણવત્તા(quality of life) પર અસર થાય છે.
મોટાભાગના દર્દીઓ કે જેઓ લાંબા સમયથી પીડાય છે, તેમની સમસ્યાઓનું મૂલ્યાંકન(તપાસ) અધૂરું હોય છે. સામાન્ય રીતે આવા દર્દીઓ જયારે અમારી પાસે કન્સલ્ટેશન માટે આવે ત્યારે ઘણાં બધા એન્ડોસ્કોપી રિપોર્ટ સાથે આવે છે. પરંતુ અન્નનળી અને જઠરની કાર્યશીલતા માટે આગળ કોઈ તપાસ કરવામાં આવતી નથી. આવી સ્થિતિમાં, upper GI એન્ડોસ્કોપીને ફરીથી કરવાથી તેમની સમસ્યાઓ વિશે કોઈ વિશેષ માહિતી મળે તેવી શક્યતા નથી. ઈસોફેજિયલ મેનોમેટ્રી, 24 કલાક pH વિથ ઇમ્પીડેન્સ સ્ટડી અને કેટલાક દર્દીઓમાં ડિલેડ ગેસિટ્રિક એમ્પ્ટીંગ(જઠર ખાલી થવામાં મોડું થવું ) માટે મૂલ્યાંકન જરૂરી હોય છે. પાચનને અસર કરતી કેટલીક ભાગ્યે જ જોવા મળતી પરિસ્થિતિઓ જેમ કે થાયરોઇડ ફંક્શન એબ્નોર્માલિટી, ઇઓસીનોફીલીયા, સિલીએક રોગ અથવા ઓટોઈમ્યુન સ્થિતિયો ને લોહીની તપાસ દ્વારા શોધી શકાય છે.
ફંક્શનલ ડાયજેસ્ટિવ સમસ્યાઓ અથવા DGBI સંબંધિત ક્લિનિકલ મૂલ્યાંકન પણ કરવું જોઈએ. DGBI એ પાચનતંત્ર અને મગજ ના સંપર્ક વચ્ચેના સંચારમાં ખલેલ છે, જ્યાં દર્દીઓમાં વધેલી સંવેદનશીલતા અને અન્નનળી, પેટ અને આંતરડાની બદલાયેલી ગતિશીલતાને કારણે લક્ષણો જોવા મળે છે. લક્ષણો પર ઓછો કાબૂ મળવાનું એક ખૂબ જ સામાન્ય કારણ GERD/એસિડ રિફ્લક્સ સાથે DGBI ની હાજરી છે. અને આવા ઘણા દર્દીઓમાં માત્ર એસિડ રિફ્લક્સની સારવાર કરવામાં આવે છે, અને DGBIનું મૂલ્યાંકન અને સારવાર ચૂકી જવાતું હોય છે, તેથી સારવારનું પરિણામ નબળું હોય છે. ઘણીવાર તપાસ સમયે એવું સ્પષ્ટ થઈ જાય છે કે GERD માટે સારવાર લઈ રહેલા દર્દીને ખરેખર GERD નથી. તેમની બધી તકલીફો અન્ય અન્નનળીની સમસ્યાઓ જેમ કે ગતિશીલતા(motility) સમસ્યાઓ, અથવા અતિસંવેદનશીલતા(
જેમ કે, અગાઉ જણાવ્યું તેમ ઘણા દર્દીઓને એક કરતાં વધુ પાચન સમસ્યાઓ હોઈ શકે છે. એટલે કે, તેઓને GERD ની સાથે કબજિયાત, IBS, ફંક્શનલ હાર્ટબર્ન અને/અથવા અન્ય અન્નનળી(ઈસોફેજિયલ) અથવા જઠર(ગેસ્ટ્રિક)ની મોટિલિટી સંબધિત સમસ્યાઓ હોઈ શકે છે. આવી સ્થિતિમાં જો માત્ર GERDની સારવાર કરવામાં આવે તો પરિણામ સારું નહીં મળે. આ ઉપરાંત, ઘણા દર્દીઓમાં લાંબા સમય સુધી પાચન લક્ષણોનું યોગ્ય નિયંત્રિત ના થઈ શકવાને કારણે, અન્ય સમસ્યાઓ જેવી કે તણાવ, ઊંઘમાં ખલેલ, ખોરાકનો ડર અને વર્તનમાં ફેરફાર પણ શરૂ થઈ શકે છે. દરેક દર્દીના કેસમાં શ્રેષ્ઠ સંભવિત પરિણામ મેળવવા માટે આ સમસ્યાની દવાઓ, કાઉન્સલિંગ, આહાર અને સ્ટ્રેસ મેનેજમેન્ટમાં યોગ્ય ફેરફારો દ્વારા સારવાર કરવાની જરૂર છે.
સામાન્ય રીતે એવું થતું જ હોય છે કે દર્દીઓ સારવાર અને જીવનશૈલીના ફેરફારની સલાહનું પાલન કરવામાં નિષ્ફળ જતાં હોય છે. કેટલીકવાર દર્દીઓ વચ્ચે-વચ્ચે સારવાર બંધ કરે છે અથવા વૈકલ્પિક દવા(હોમિયોપેથી અથવા આયુર્વેદ) અજમાવે ત્યારે સારવારનું સાતત્ય ના જળવાય. આ સારવારનો ગાળો લાંબો થઈ જાય છે, સારવારની લાંબી અવધિ, હતાશા અને મૂંઝવણને કારણે, ઘણા દર્દીઓ એક જ ડૉક્ટર પાસે સારવાર ચાલુ રાખવાને બદલે વારંવાર ડૉક્ટરો બદલતા રહે છે. આના કારણે ઘણીવાર સારવારને લાગતા ખોટા નિર્ણયો લેવાઈ જાય છે અને જીવનશૈલી જરૂરી ફેરફારોનું યોગ્ય રીતે પાલન ન કરી શકવાને કારણે દર્દીને આખરે વધુ નુકસાન સહન કરવું પડે છે.
GERDની સારવારના એકંદર પરિણામમાં GERDની ગંભીરતા ખૂબ જ મહત્વપૂર્ણ કારણ છે. આપણે સમજવાની જરૂર છે કે GERDમાં પ્રાથમિક સમસ્યા એ અન્નનળી અને જઠર વચ્ચે વાલ્વનું યાંત્રિક નબળું(mechanical weakening) પડવું છે. તેથી જો દર્દીને હાઈટસ હર્નીયા હોય અને LES વાલ્વ (Lax LES) નોંધપાત્ર રીતે નબળો પડી ગયો હોય, તો યોગ્ય સારવાર, આહાર અને જીવનશૈલીમાં ફેરફાર હોવા છતાં, પરિણામો સંતોષકારક ન હોઈ શકે. આવા દર્દીઓમાં દવા લીધા છતાં પણ કેટલાક લક્ષણો ચાલુ રહે છે. સામાન્ય રીતે, આવી સ્થિતિમાં, જ્યાં સુધી દવાઓ લેવામાં આવે ત્યાં સુધી હાર્ટબર્ન નિયંત્રણમાં રહે છે, પરંતુ ઓડકાર અને ખોરાકનું અન્નનળીમાં પાછું આવવું(regurgitation) અને ગળાની સમસ્યા(Globus sensation) દવા લીધા પછી પણ ચાલુ રહે છે. કેટલાક દર્દીઓમાં, દવાઓ ચાલુ હોય ત્યાં સુધી તમામ લક્ષણો નિયંત્રણમાં હોય છે, પરંતુ દર્દી દવાઓ બંધ કરવાનું સહન કરી શકતો નથી, ઘણી વખત એક દિવસ માટે પણ નહીં. આવા તમામ દર્દીઓ માટે, GERD/એસિડ રિફ્લક્સ અથવા હાઈટસ હર્નીયા માટે લેપ્રોસ્કોપિક સર્જરી એ યોગ્ય વિકલ્પ છે. જો સર્જરી યોગ્ય તપાસ પછી અને નિષ્ણાત, અનુભવી સર્જન દ્વારા કરવામાં આવે તો, આ સર્જરીના પરિણામો શ્રેષ્ઠ હોય છે, લાંબા ગાળા માટે પણ.
સારવારના ખરાબ પરિણામોનું બીજું કારણ છે સામાન્ય સ્વસ્થ જીવનશૈલીનું પાલન ન કરવું. ધૂમ્રપાન, તમાકુ અને આલ્કોહોલ એ ખૂબ જ મહત્વપૂર્ણ કારણો છે જે માત્ર GERD જ નહીં પરંતુ GERD સાથે જોવા મળતી અન્ય પાચન સમસ્યાઓ જેમ કે IBS અને DGBI સમસ્યાઓનું પણ કારણ બની શકે છે. કેટલાક દર્દીઓ સંપૂર્ણ રીતે આ આદતોને રોકવા માટે તૈયાર જ હોતાં નથી, અને કેટલાક તેમની સમસ્યાઓ કાબૂમાં આવ્યા પછી તેને ફરીથી શરૂ કરે છે. આવા ઘણા દર્દીઓ જેઓ આ આદતો ફરી શરૂ કરે છે તેમના લક્ષણો ફરી શરૂ થઈ શકે છે. કેટલાક દર્દીઓ સારવાર એટલે લે છે જેથી તેઓ આ આદતો ફરી શરૂ કરી શકે, અન્યથા, જ્યારે તેઓ આ આદતો બંધ કરે છે ત્યારે તેઓ એકદમ સારું અનુભવે છે. પરંતુ તમારે સમજવું પડશે કે જો તમારું શરીર આ બિનઆરોગ્યપ્રદ આદતોને સહન કરતું નથી, તો આ દુરુપયોગને નિયંત્રિત કરવા માટે તમારા શરીરને મજબૂત બનાવવાનો કોઈ રસ્તો નથી. દર્દીએ પોતાના હિતમાં એ સમજવું કે પોતે આ આદતો બદલવી જોઈએ.
તણાવની બાબતમાં પણ એવું જ છે. આજના સમયમાં તણાવ એ દરેક વ્યક્તિના જીવનનો એક ચોક્કસ ભાગ છે. જ્યારે આપણે તણાવ વિશે વાત કરીએ છીએ, ત્યારે તેનો અર્થ એ નથી કે જીવનમાં મોટી તણાવપૂર્ણ પરિસ્થિતિઓની હાજરી છે. ઊંઘનો અભાવ, આ બીમારી વિશેના વિચારો, સતત દુઃખાવો અને ખાવાનો ડર જેવી નાની-નાની ઘણી બધી ઘટનાઓ છે કે જે ચોક્કસથી તણાવ કરી સમસ્યાનું કારણ બની શકે છે. ઘણા દર્દીઓમાં કામનો બોજ અથવા કામની સમય મર્યાદા, કૌટુંબિક સમસ્યા, સ્વાસ્થ્યને લગતી સમસ્યા, સ્પર્ધાત્મક પરીક્ષા, શહેર અથવા દેશની બદલી, સામાજિક સમસ્યાઓ વગેરે જેવાં કારણોને લીધે ક્રોનિક સ્ટ્રેસ(તણાવ) થવું ખૂબ જ સ્પષ્ટ હોય છે.
કેટલીકવાર આ કારણોની હાજરી અને વર્તમાન તબીબી સમસ્યાઓ પર તેમની અસરને સમજવા અને સ્વીકારવા માટે ખુલ્લા મનની જરૂર હોય છે. એકવાર દર્દી ખુલ્લા મને આ સમજી શકે, સ્વીકારી શકે પછી દવા અને તણાવ(સ્ટ્રેસ) મેનેજમેન્ટની મદદથી તેનું નિરાકરણ મળી શકે છે. તે પછી વાત શિસ્તની છે સારવાર ચાલુ રાખવામાં શિસ્ત અને નિયમિત તણાવ(સ્ટ્રેસ) મેનેજમેન્ટની રીતે અનુસરવાની શિસ્ત, અને એનાથી દર્દીઓ તેમની સમસ્યાઓમાં નોંધપાત્ર સુધારો જોશે, જે જીવનની સામાન્ય ગુણવત્તા તરફ દોરી જશે.
ઉપરોક્ત નિયમોને અનુસરીને, અમે કહી શકીએ કે મોટાભાગના દર્દીઓમાં, અમે ઉત્તમ પરિણામો મેળવવામાં સક્ષમ છીએ. ક્યારેક-ક્યારેક અમે કેટલાક દર્દીઓમાં તેમના લક્ષણોને અસરકારક રીતે નિયંત્રિત કરવા અથવા તેમની દવાઓ બંધ કરવા માટે સંઘર્ષ કરીએ છીએ. પરંતુ મને ભારપૂર્વક લાગે છે કે સમય જતાં, આ દર્દીઓ પણ દવાઓ વિના સામાન્ય જીવનમાં પાછા આવી શકે છે. અમે ઘણા દર્દીઓ જોયા છે જેમની સારવાર શરૂઆતમાં મુશ્કેલ હતી, પરંતુ હવે તેઓ સામાન્ય જીવન જીવી રહ્યા છે અને તેમને કોઈ દવાઓની જરૂર નથી.
કોઈ વ્યક્તિ જે GERDથી પીડિત છે અને સામાન્ય જીવનમાં પાછા આવવાની આશા ગુમાવી રહી છે તે અમારો સંપર્ક કરી શકે છે (WhatsApp no-8156078084/8469327630) અને અમને મદદ કરવામાં આનંદ થશે. તમે આ આર્ટિકલ GERD, એસિડ રિફ્લક્સ, એસિડિટી અથવા હાયટસ હર્નીયાની તકલીફ હોય તેવી વ્યક્તિ સાથે શેર પણ કરી શકો છો. મને ખાતરી છે કે અમે તેમની પરિસ્થિતિમાં ફરક લાવી શકીશું.
GERD અને સંબંધિત પાચન સમસ્યાઓ, ઇસોફેજિયલ મેનોમેટ્રી અને 24 કલાક pH ઇમ્પીડેન્સ સ્ટડી, GERD/એસિડ રીફ્લક્સ/હાયટસ હર્નીયા માટે સર્જરી અને તેના પરિણામો વિશે વધુ માહિતી માટે તમે અમારી વેબસાઇટના GERD અને એસિડ રિફ્લક્સ પેઈજ અને અમારી યુટ્યુબ ચેનલની મુલાકાત લઈ શકો છો. તમામ માહિતી હિન્દી અને ગુજરાતી ભાષામાં પણ ઉપલબ્ધ છે.
અમારી સાથે જોડાયેલા રહેવા માટે કૃપા કરીને અમારી YouTube ચેનલને Subscribe કરો
ડૉક્ટર ચિરાગ ઠક્કર ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ(પેટને સંબધિત બીમારીના) સર્જન છે. તેઓ છેલ્લા 18 વર્ષથી ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ અને વજન ઘટાડવાની(Bariatric) સર્જરી કરે છે. GERD માટે સર્જરી, હાયટસ હર્નીયા અને મેદસ્વીતા તેમના રસ અને કુશળતાના મુખ્ય ક્ષેત્રો છે. ADROIT એ GERD ની સારવાર માટે સંકલિત અભિગમ ધરાવતા દુર્લભ કેન્દ્રોમાંનું એક છે, જેમાં એન્ડોસ્કોપી, ઇસોફેજિયલ મેનોમેટ્રી, 24 કલાક pH ઇમ્પીડેન્સ સ્ટડી જેવી મૂલ્યાંકન માટેની સુવિધાઓ પણ છે અને જ્યાં સારવારમાં માત્ર સર્જરી જ નહીં પરંતુ અમારા દર્દીઓને લાંબા ગાળાના ઉત્તમ પરિણામો આપવા માટે લાંબા ગાળાના follow-up સાથે યોગ્ય આહાર અને સાયકોલોજીકલ(psychological) અભિગમનો સમાવેશ થાય છે.