CALL US

TO GET AN ESTIMATED COST FOR YOUR SURGERY

મુલાકાત સુનિશ્ચિત કરો

+91-8156078064 +91-8469327630

ક્લિનિક થી વળતો કોલ મેળવવા માટેની વિનંતી :

    • Input this code: captcha

    CHOOSE LANGUAGE

     

    સર્જરી નો અંદાજિત ખર્ચ જાણવા માટે અમને કૉલ કરો

    મેડીક્લેમ અને કેશલેસ સુવિધા ઉપલબ્ધ

    video information

    પિત્તાશયની પથરીની સારવાર અને ઓપરેશન

    દર્દીઓ ના અનુભવ

    સારવાર

    સર્જરી શા માટે જરૂરી ?

    પિત્તાશયની પથરીની સર્જરીનું મુખ્ય લક્ષ્ય એવી સમસ્યાઓ /લક્ષણોની સારવાર કરવાનું છે કે જે તમે પથરીના લીધે સહન કરી રહ્યાં છો. તે ઉપરાંત પથરીથી ઉદ્દભવતી કેટલીક જટિલતાઓ /ગુંચવણો ઊભી ના થાય તે માટે પણ સર્જરી જરૂરી છે. આ જટિલતાઓ માંની કેટલીક જીવલેણ પણ હોય શકે છે.આપ એના વિષે વધુ આ પેજ પર વાંચી શકો છો

    લક્ષણો ના દર્શાવતી પિત્તાશયની પથરી

    સામાન્ય રીતે આ સ્થિતિ માં દર્દી ને માત્ર દેખરેખ હેઠળ રખાય છે. માત્ર અતિ જોખમ ધરાવતા દર્દીઓ (કે જેઓને પથરી સંલગ્ન જટિલતા ઉદ્દભવવાની શક્યતાઓ વધુ હોય ) ને જ સર્જરીની સલાહ આપવામાં આવે છે. આવા અતિ જોખમ ધરાવતા દર્દીઓ માં ડાયાબિટીસવાળા,કેમોથેરાપીની સારવાર હેઠળના અને રોગપ્રતીકારકતા વગરના (જેમકે HIV ગ્રસ્ત) નો સમાવેશ થાય છે

    લક્ષણો ધરાવતી પિત્તાશયની પથરી

  • લક્ષણો ધરાવતા દર્દીઓએ સર્જરી માટે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આવા દર્દીઓ માટે લેપ્રોસ્કોપિક (દૂરબીન થી થતી ) પિત્તાશયની સર્જરી દુનિયાભરમાં સ્વીકૃત સારવાર છે.
  • પથરી ઓગાળવાની સારવાર પિત્તાશયની પથરી માટે અસરકારક નથી અને તેના પરીણામ આધારભૂત નથી. આ તકલીફ ધરાવતા દર્દીઓ માં, મુળ સમસ્યા ખુદ પિત્તાશયમાં અને તેમના શરીરના મેટાબોલિઝમ મા હોય છે. અને એટલે જ સર્જરીમા ફક્ત પથરી કાઢવામાં નથી આવતી. આપણે આખું પિત્તાશય કાઢવાની જરૂર પડે છે. જો ફક્ત પથરી કાઢી ને પિત્તાશય એમજ રાખવામાં આવે, તો પથરી ફરીથી બની જશે.
  • ખોટી માન્યતા : પિત્તાશયની સર્જરીથી પાચનને અસર થાય છે

    સામાન્ય માન્યતાથી વિપરીત ,પિત્તાશય કાઢ્યા પછી ,પાચનમાં કોઈ બદલાવ આવતો નથી.ઓપરેશન પછી તમારા આહાર માં કોઈ ખાસ અંકુશ ની જરૂર નથી. તમારે એકસાથે વધુ પ્રમાણમાં ખાવાને બદલે ઓછા પ્રમાણમાં વધુ વખત ખાવાની જરૂર હોય છે. તમારે વધુ પડતા ચરબીયુક્ત, તીખું અને તળેલું ખાવાનું ટાળવાની જરૂર હોય છે . આ બધી આદર્શ આહારસંબંઘી સલાહો ,આપણે સૌએ આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય સુધારવાના ભાગરૂપે અનુસરવાની હોય છે. સર્જરી પછી આપ બઘું જ પ્રમાણસર ખાય શકો છો.

    પિત્તાશયની પથરીની સર્જરી માટે એડ્રોઇટ જ શા માટે ?

    લેપ્રોસ્કોપિક સર્જરી ન્યુનતમ કાપકૂપવાળી સર્જરીની પદ્ધતિ છે. આમાં પેટની દીવાલમાં એક કરતાં વધુ નાના કાપા મૂકી , તેમાંથી નળીઓ અંદર ઉતારવામાં આવે છે. આ નળીઓ દ્વારા ઑપરેશન માટે જરૂરી સર્જીકલ સાધનો પાસ કરાય છે

    ઓપન સર્જરી લેપ્રોસ્કોપિક સર્જરીના લાભ :

    • ખુબ જ અનુભવી સર્જન
    • નવીનત્તમ ટેક્નોલોજીનો ઉપયોગ /લેપ્રોસ્કોપીક સર્જરી
    • ઓપરેશન પછી ઓછું દર્દ
    • ઝડપી રિકવરી અને સર્જરી પહેલાં જેવી કાર્યક્ષમતાની જલ્દી પુનઃપ્રાપ્તિ
    • ચેપની શક્યતા ઓછી
    • વધુ સારું કોસ્મેટિક પરિણામ
    • ઇન્સિઝનલ હર્નીયાની શક્યતા ઓછી

    અમારા વિષે

    એડ્રોઇટ ની સ્થાપના એક વ્યાપક,અત્યાધુનિક upper GI સેન્ટર કે જેમાં વિવિધ પ્રકારની પાચન સમસ્યાઓના યોગ્ય મૂલ્યાંકન સાથે દરેક દર્દીની જરૂરિયાતોને અનુરૂપ સારવારના વિકલ્પો પ્રદાન કરવા માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવાનાં ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. પરિણામે, અમે લાંબા ગાળાના અને સાતત્યપૂર્ણ પરિણામો પ્રદાન કરવા સક્ષમ છીએ. અમે એ જાણીને ખૂબ જ આનંદ અને ગર્વ અનુભવીએ છીએ કે અમે ભારતમાં પિત્તાશયની પથરી, GERD/એસિડ રિફ્લક્સ ની સારવાર અને હાયટ્સ હર્નીયા, અન્ય પ્રકારના હર્નીયા અને એકેલેસિયા કાર્ડિયાની સર્જરી માટેના શ્રેષ્ઠ સેન્ટર્સમાંના એક છીએ. અમે અત્યંત સંતુષ્ટ દર્દીઓની વિશાળ સંખ્યાના આધારે આ દાવો કરવા સક્ષમ છીએ કે જેઓ અમારી સારવારથી લાંબા ગાળાના ઉત્કૃષ્ટ પરિણામોનો આનંદ માણી રહ્યા છે.

    સમય:
    • સોમવાર થી શનિવાર :સવારે 10 થી સાંજે 6 સુધી

    15 થી વધુ વર્ષોનો બહોળો અનુભવ

    ડૉ ચિરાગ ઠક્કર પિત્તાશયની જટિલ સમસ્યાઓની સારવારનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે લેપ્રોસ્કોપીક પદ્ધતિથી પિત્તાશયની હજારો સર્જરી કરેલ છે. તેઓ બીજી જટિલ તથા અધતન લેપ્રોસ્કોપીક સર્જરીમાં પણ નિપૂણતા ધરાવે છે.

    પિત્તાશયની પથરી થી ઉદ્દભવતી કેટલીક સમસ્યાઓ (જટિલતાઓ)

    Frequently Asked Questions

    હા, પિત્તાશયને પથરી સાથે દૂર કરવા માટે સર્જરીએ એકમાત્ર સારવાર વિકલ્પ છે. પરંતુ સર્જરી ફરજિયાત નથી. જો તમને પિત્તાશયમાં પથરીથી પીડા અને પાચન સમસ્યાઓ ન હોય, ભૂતકાળમાં ક્યારેય પિત્તાશયમાં પથરી સંબંધિત કોઈ કોમ્પ્લિકેશન ન થયુ હોય, તો તમે સર્જરી ટાળી શકો છો. પરંતુ પિત્તાશયમાં પથરીથી છુટકારો મેળવવાનો બીજો કોઈ રસ્તો નથી. પિત્તાશયમાં પથરીને લીધે થતાં કોમ્પ્લિકેશન અટકાવવા અને ઇમર્જન્સીમાં સર્જરીની જરૂર ઉભી થાય તેવી પરિસ્થિતિ ના ઉદ્દભવે, તે માટે અમે યોગ્ય સમયે વૈકલ્પિક રીતે અનુકૂળતા મુજબ સર્જરી કરાવવાની સલાહ આપીએ છીએ.
    જે દર્દીઓને પેટની જમણી બાજુએ દુખાવો થયો હોય, જેમને અપચાની કાયમી તકલીફો હોય, અને જેમને પિત્તાશયની પથરીને કારણે કમળો અથવા સ્વાદુપિંડનો સોજો થયો હોય તેમને સર્જરીની જરૂર છે. સર્જરી પિત્તાશય સંબંધિત કોમ્પ્લિકેશનો જેમ કે પિત્તનળીમાં પથરી જવાને કારણે કમળો, સ્વાદુપિંડનો સોજો, તીવ્ર કોલેસીસ્ટાઇટિસ (પિત્તાશયની બળતરા), પિત્તાશયમાં છિદ્ર અને પિત્તાશયનું કેન્સર અટકાવવામાં મદદ કરે છે. આમાંના કેટલાંક કોમ્પ્લિકેશનો ગંભીર છે. આ કોમ્પ્લિકેશનો થાય ત્યારે તાત્કાલિક પિત્તાશયની સર્જરી કરાવવા કરતાં વૈકલ્પિક સર્જરી દ્વારા અનુકૂળ સમયે પિત્તાશય દૂર કરવું ખૂબ સરળ અને સલામત છે. જે લોકોને દુઃખાવો વારંવાર થતો હોય, ડાયાબિટીસ હોય અને પહેલાથી જ આમાંના કોઈપણ કોમ્પ્લિકેશનો હોય તેમને અન્ય અને વધુ કોમ્પ્લિકેશનોનું જોખમ વધારે હોય છે, તેથી આવા દર્દીઓએ વહેલી તકે સર્જરી કરાવવી જોઈએ. અમદાવાદના અગ્રણી પિત્તાશય નિષ્ણાત ડૉ. ચિરાગ ઠક્કરની સલાહ લેવી ખૂબ મદદરૂપ થઈ શકે છે. તેઓ સંપૂર્ણ તપાસ અને વ્યક્તિગત સારવાર આપે છે.તેઓ તમને સર્જરીમાં વિલંબના જોખમોની તુલનામાં વૈકલ્પિક સર્જરીના ફાયદાઓ સમજવામાં મદદ કરી શકે છે, જેથી તમે તમારા સ્વાસ્થ્ય અંગે સમજપૂર્વક જાણકારીભર્યો નિર્ણય લઈ શકો. આ વિડિઓ જુઓ: પિત્તાશયની પથરીની સારવાર અને લેપ્રોસ્કોપિક સર્જરી દર્દી માટેની માહિતી
    પિત્તાશય દૂર કર્યા પછી પાચનમાં કોઈ ફેરફાર થતો નથી. એકવાર તમને પિત્તાશયમાં પથરી થવાના લક્ષણો દેખાય, તો તમારું પિત્તાશય યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું નથી. આ બિન-કાર્યકારી પિત્તાશય દૂર કરવાથી તમારા અપચોમાં વધારો થશે નહીં. પિત્તાશય દૂર કર્યા પછી પાચન સમસ્યાઓની ફરિયાદ કરતા મોટાભાગના દર્દીઓને સામાન્ય રીતે GERD, એસિડિટી, કબજિયાત અથવા IBS જેવી અન્ય પાચન સંબંધિત સમસ્યાઓ હોય છે, જેને તેઓ ખોટી રીતે પિત્તાશય દૂર કરવા સાથે સાંકળે છે. જો કોઈ એ સમજે કે અપચો પિત્તાશય દૂર કરવાથી નથી થઈ રહ્યું તો આ બધી સમસ્યાઓ યોગ્ય સારવારથી સારી રીતે દૂર કરી શકાય છે. આ વિડિઓ જુઓ: પિત્તાશય ની પથરી ના ઓપરેશન પછી પાચન અને ખોરાક
    ટેકનિકલી, આપણે ફક્ત પથરી દૂર કરવા માટે સર્જરી કરી શકીએ છીએ, તે સરળતાથી શક્ય પણ છે. પરંતુ આજના સમયમાં આખી દુનિયામાં કોઈ સર્જન તે કરશે નહીં, ભલે તમે તે કરવાનો આગ્રહ રાખો. કારણ એ છે કે ડોકટરો જાણે છે કે આવું કરવું તમારા માટે અયોગ્ય છે. તમારે સમજવું જોઈએ કે સમસ્યા પથરીની નથી પરંતુ બિન-કાર્યકારી પિત્તાશયની છે. તેથી જો આપણે માત્ર પથરી દૂર કરીએ, તો ટૂંક સમયમાં નવી પથરી બનશે. ભૂતકાળમાં, પિત્તાશયમાં પથરી ઓગળતા રસાયણોના ઇન્જેક્શન દ્વારા પરીક્ષણો કરવામાં આવતા હતા (લગભગ 50 વર્ષ પહેલાં). આમ છતાં, આ બધા પ્રયાસો ઉકેલ આપવામાં નિષ્ફળ ગયા છે. અત્યાર સુધીમાં, તે સ્પષ્ટ છે કે શ્રેષ્ઠ વિકલ્પ પિત્તાશય અને પથરી દૂર કરવાનો છે. આજના સમયમાં, પિત્તાશયની પથરીની સર્જરી હોસ્પિટલમાં સામાન્ય રીતે લેપ્રોસ્કોપિક પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે.
    પિત્તાશયની સર્જરી પછી આહાર માટે કોઈ ચોક્કસ નિયંત્રણો નથી. પિત્તાશયમાં પથરીની સર્જરી પછી, તમારે ચરબીયુક્ત, મસાલેદાર અને તળેલા ખોરાકને મર્યાદિત કરવાની જરૂર છે. જ્યારે તમે તળેલું, તેલયુક્ત અથવા ચરબીયુક્ત ખોરાક ખાઓ છો, ત્યારે તેને ઓછી માત્રામાં ખાઓ અને વારંવાર ના ખાઓ. પરંતુ રોજિંદા સ્વસ્થ ખોરાક પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. આ આહાર સલાહ છે જે ખરેખર તો એકંદર સ્વાસ્થ્ય સુધારવા માટે બધાએ અનુસરવી જોઈએ. સર્જરી પછી, તમે બધું જ સંયમિત રીતે ખાઈ શકો છો. અમારો બ્લોગ વાંચો: પિત્તાશય ની પથરી અને આહાર
    હા, પિત્તાશયની પથરીની સર્જરી ડે કેર સર્જરી તરીકે કરી શકાય છે, જ્યાં દર્દી તે જ દિવસે ઘરે જઈ શકે છે. ડે કેરમાં પિત્તાશયની સર્જરી કરાવવા માટે દર્દીની પસંદગી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે 45 વર્ષથી ઓછી ઉંમરના યુવાન બિન-સ્થૂળ(માપસર વજનવાળા) દર્દીઓ માટે કરી શકાય છે જેમને કોઈ મેડિકલ સમસ્યા નથી.જ્યારે ડે કેરમાં સર્જરી કરવામાં આવે છે, ત્યારે તેનું સામાન્ય રીતે વહેલી સવારે આયોજન કરવામાં આવે છે જેથી દર્દીને ઘરે મોકલી શકાય તે પહેલાં આપણી પાસે સ્વસ્થ થવા માટે પૂરતો સમય હોય.
    કોઈપણ સર્જરીની જેમ, સર્જરી અને એનેસ્થેસિયા સાથે કેટલાક જોખમો સંકળાયેલા છે. વૃદ્ધ વયસ્કો અને હૃદય, ફેફસાં, કિડની અથવા લિવરના રોગો ધરાવતા લોકોમાં જોખમ વધુ હોય છે. આમ, સર્જરી પહેલાં યોગ્ય મૂલ્યાંકન પર ભાર મૂકવો જોઈએ, અને જો તમને આવી કોઈ તબીબી સમસ્યાઓ હોય તો સર્જરી પહેલાં, દરમિયાન અને પછી તેનું મેનેજેન્ટ કરવા માટે સાવચેતી રાખવી જોઈએ. પિત્તાશયની પથરીની સર્જરીનું એક ચોક્કસ જોખમ અથવા કોમ્પ્લિકેશન પિત્ત નળીમાં ઇજા છે. કોમ્પલિકેટેડ પિત્તાશયની પથરી ધરાવતા દર્દીઓમાં, જેમને ઘણા વર્ષોથી પથરી હોય અને અનેકવાર તીવ્ર દુઃખાવો થતો હોય, તેઓને આવી શક્યતા વધી જાય છે. આ જ કારણોસર, નિષ્ણાત કેન્દ્રમાં યોગ્ય સમયે વૈકલ્પિક સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવે છે. અને ત્યારે આ બધા કોમ્પ્લિકેશન થવાની એકંદર શક્યતા 0.5% કરતા ઓછી છે. જ્યારે કોમ્પ્લિકેશન થાય છે, ત્યારે પણ સમયસર સારવાર આપવામાં આવે ત્યારે તેનું યોગ્ય રીતે મેનેજમેન્ટ કરી શકાય છે.
    લેપ્રોસ્કોપિક પિત્તાશયની પથરીની સર્જરીનો ખર્ચ એક મર્યાદામાં બદલાઈ શકે છે, જે સર્જરી ઇમરજન્સી છે કે નહીં, કોલેસીસ્ટાઇટિસ ને કારણે કોમ્પ્લિકેશન છે કે નહીં, દર્દીની અન્ય મેડિકલ સમસ્યાઓ (જેમ કે હૃદય, કિડની અથવા લિવરના રોગો) હોય, હોસ્પિટલની સુવિધાઓ (માળખાકીય સુવિધાઓ અને OTના સાધનો), ઉપયોગમાં લેવાતા ઉપભોક્તા વસ્તુઓ(consumables)નો પ્રકાર અને પસંદ કરેલ રૂમના પ્રકાર પર આધાર રાખે છે. લેપ્રોસ્કોપિક કોલેસીસ્ટેક્ટોમી (પિત્તાશય દૂર કરવાની) સર્જરીનો ખર્ચ જો કોમ્પ્લિકેશન ન હોય તો 65,000 થી 1,20,000 ભારતીય રૂપિયા વચ્ચે હશે અને કોમ્પ્લિકેશન હોય તેવી પરિસ્થિતિમાં 80,000 થી 1,50,000 ભારતીય રૂપિયા વચ્ચે હોય છે.
    લેપ્રોસ્કોપિક પિત્તાશયની સર્જરી પછી, મોટાભાગના દર્દીઓ સર્જરી પછી 3-4 કલાકમાં પથારીમાંથી બહાર નીકળી જાય છે અને ફરતા હોય છે. તેમને સર્જરીના તે જ દિવસે હળવો આહાર લેવાની છૂટ આપવામાં આવે છે. મોટાભાગના દર્દીઓને બીજા દિવસે રજા આપવામાં આવે છે. મોટાભાગના દર્દીઓને સર્જરી પછી કોઈ પીડાના(પેઇનકિલર) ઇન્જેક્શનની જરૂર હોતી નથી; તેઓ ફક્ત ઓરલ દવાઓ કે જે આહાર સાથે શરૂ કરાયેલ હોય છે તેનાથી જ આરામદાયક અનુભવતા હોય છે. ઉપરાંત, મોટાભાગના દર્દીઓ થોડા દિવસોમાં પેઇનકિલર દવાઓ લેવાનું બંધ કરી દે છે. ડિસ્ચાર્જ સમયે દર્દીઓ ચાલવા, સીડી ચઢવા અને પોતાની સંભાળ રાખવામાં આરામદાયક હોય છે. અમારો બ્લોગ વાંચો: પિત્તાશયની પથરીની સર્જરી: સર્જરી પહેલાં, દરમ્યાન,તથા પછી શું થાય છે તે જાણો
    મોટાભાગના દર્દીઓ સર્જરી પછી થોડા દિવસોમાં ઓફિસ-આધારિત કામ ફરી શરૂ કરી શકે છે. મોટાભાગની મહિલા દર્દીઓ સર્જરી પછી થોડા દિવસોમાં ઘરકામ ફરી શરૂ કરી શકે છે. વધુ સખત કામ, કસરત અને રમતગમત ધીમે ધીમે 7-10 દિવસમાં તમારી સ્વસ્થતા મુજબ ફરી શરૂ કરી શકાય છે. જો કે, લેપ્રોસ્કોપિક પિત્તાશયની પથરીની સર્જરી પછી કોઈ પ્રવૃત્તિ પર પ્રતિબંધો નથી
    LATEST FROM

    THE BLOG

    ડૉ ચિરાગ ઠક્કર માટે દર્દીઓ નો શુ અભિપ્રાય છે

    Copyright @ 2025 All rights reserved. | Privacy Policy