ટેબલ ઓફ કન્ટેન્ટ:
ઉંમર વધતાં, મોટાભાગના લોકોમાં શારીરિક પ્રવૃત્તિઓ કરતી વખતે નબળાઈ અને અસ્વસ્થતા અનુભવાય છે. જોકે, જે લોકો નિયમિત કસરતથી પોતાની માસપેશીઓની તાકાત જાળવી રાખે છે, તેમને આ સમસ્યાઓ ઓછી નડે છે. જેમ જેમ ઉંમર વધે છે, તેમ શરીરની ઘા સાજા થવાની પ્રક્રિયા પણ ધીમી પડી જાય છે. આવી પરિસ્થિતિઓમાં, વયસ્કોમાં જોવા મળતી સામાન્ય સમસ્યાઓમાંથી એક હર્નિયા છે. હર્નિયામાં, આંતરિક અંગો અને ચરબીયુક્ત ટીસ્યુ પેટની માસપેશીઓની દિવાલના નબળા ભાગમાંથી બહાર નીકળી આવે છે. આ સામાન્ય રીતે ગોઇન (જાંઘના ઉપરના ભાગ) વિસ્તારમાં જોવા મળે છે, જેને ઇન્ગ્વાઇનલ હર્નિયા કહેવામાં આવે છે. સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં આ વધુ સામાન્ય છે.

ઉંમર સાથે, પેટની દિવાલ નબળી પડી જાય છે, અને જો આ દિવાલ પર દબાણ વધે છે, તો તે પેટની દિવાલમાં ખામી તરફ દોરી શકે છે. અંતે, આ ખામીઓમાંથી, હર્નિયા વિકસે છે. વયસ્ક દર્દીઓમાં, વિવિધ પ્રકારની તબીબી સમસ્યાઓ અને અમુક ચોક્કસ પ્રવૃત્તિઓ હોય છે જે પેટની દિવાલ પર દબાણ વધારે છે. જેમ કે,
આ સામાન્ય કારણો છે જેના કારણે વયસ્ક વ્યક્તિઓમાં હર્નિયા થવાનું જોખમ વધારે હોય છે.

વયસ્ક દર્દીઓ માટે સર્જરી પહેલાંની સંપૂર્ણ તપાસ, વય-સંબંધિત જોખમો અને હાલની જૂની બીમારીઓ માટેના નિયમિત મૂલ્યાંકનથી વિશેષ થવી જોઈએ. આ અભિગમ દર્દીની સર્જિકલ ફિટનેસની પુષ્ટિ કરવામાં, જૂની બીમારીઓને કન્ટ્રોલ કરવામાં અને શક્ય કોમ્પ્લિકેશન વિષેની ધારણા કે માહિતી મેળવવામાં મદદ કરે છે.
આમાં દર્દીની વ્યક્તિગત જરૂરિયાતો અનુસાર લોહી અને યુરિનની તપાસ, કાર્ડિયોવાસ્ક્યુલર (હૃદયનું) મૂલ્યાંકન, પલ્મોનરી (ફેફસાંના કાર્યો) મૂલ્યાંકન, અને યુરોલોજિકલ (પેશાબ સંબંધિત) મૂલ્યાંકનનો સમાવેશ થાય છે. સર્જરીમાં કોમ્પ્લિકેશન કરી શકે તેવા કોઈપણ જોખમી પરિબળોને ઓળખવા માટે આ જરૂરી છે.
રક્તસ્ત્રાવ અને દવાઓની પરસ્પર થતી અસરો ના જોખમોને ઘટાડવા માટે સર્જરી પહેલાં લોહી પાતળા કરવાની, એન્ટિ-ઇન્ફ્લેમેટરી દવાઓ,વિટામિન અને અન્ય સપ્લિમેન્ટ્રી દવાઓ અને ડાયાબિટીસની દવાઓ સહિતની બધી વર્તમાન દવાઓની કાળજીપૂર્વક સમીક્ષા કરવામાં આવે છે અને જરૂર પડે તેમાં ફેરફાર કરવામાં આવે છે અથવા તેને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવે છે.
વયસ્ક દર્દીઓમાં ઘણીવાર પોષણની ઉણપ હોય છે, અને તે રિક્વરીને ધીમી કરી શકે છે અને ચેપનું જોખમ વધારી શકે છે. સરળ અને ઝડપી રિકવરી માટે મદદરૂપ થાય તે રીતે, પ્રોટીન અને આવશ્યક વિટામિન્સનું સેવન વધારવા માટે ડાયેટ વિષે સલાહ આપવામાં આવે છે.

સર્જરી પછીની યોગ્ય સંભાળ રિક્વરીને કોમ્પ્લિકેશન વિનાની, સરળ, ઝડપી અને પીડામુક્ત બનાવવામાં મદદ કરે છે.
આમ તો, લેપ્રોસ્કોપી અને રોબોટિક્સ જેવી મિનિમલ ઇનવેઝિવ પધ્ધ્તીઓએ (મોટા ચીરાને બદલે નાના નાના છિદ્રો દ્વારા થતી સર્જરીની પદ્ધતિઓએ) દર્દને ઘણું ઘટાડ્યું છે. યોગ્ય પેઇન કિલર્સથી અસરકારક રીતે પીડા પર નિયંત્રણ શક્ય છે, અને અમારા દર્દીઓ સર્જરી પછી તેમના નાક અથવા ગુપ્ત ભાગોમાંથી કોઈપણ નળીઓ બહાર કાઢ્યા વિના ભાનમાં આવી જાય છે. અમે સર્જરી દરમિયાન નિયમિતપણે નર્વ બ્લોક્સ (પીડા ઘટાડવા માટે તમારા ચેતાને અવરોધવા માટેનાં ઇન્જેક્શન) પણ આપીએ છીએ, જે સર્જરી પછીના દુખાવા અને પેઇનકિલર્સની જરૂરિયાત ઘટાડે છે. જ્યારે દર્દીઓ સર્જરી પછી ભાનમાં આવે છે ત્યારે ખૂબ જ ઓછો દુખાવો થાય છે, તેઓ 2-4 કલાકોમાં હરતાં -ફરતાં થઈ જાય છે, અને જાતે જ વોશરૂમમાં જાય છે. તેમાંના મોટાભાગના લોકો તે જ દિવસે ખાવાનું -પીવાનું શરૂ કરી દે છે અને તે જ દિવસે અથવા બીજા દિવસે ઘરે પણ જાય છે.
જેવું દર્દી ચાલવાનું શરૂ કરે એટલે,અમારી ટીમ દર્દીને ધીમેથી ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. આ લોહીને ગંઠાતું અટકાવવામાં અને ફેફસાના કાર્યમાં સુધારો કરવામાં મદદ કરે છે. જો કે, કોઈપણ તાકાતવાળી સખત પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ કારણ કે તે ફરીથી હર્નિયા થવાનું કારણ બની શકે છે.
સર્જરી પછી જેનું ધ્યાન રાખવાની પ્રાથમિકતા છે તે કબજિયાત છે. ફાઇબરયુક્ત આહાર અને પૂરતું પાણી પીવાથી (હાઇડ્રેશનથી) તેને રોકવામાં મદદ મળે છે. સારવાર ન કરાયેલ કબજિયાત હર્નિયાના સ્થળો પર દબાણ બનાવે છે અને રૂઝ આવવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે.

જટિલ હર્નિયા સર્જરીના બહોળા અનુભવ અને તેમના સૂક્ષ્મ, ઝીણવટભર્યા કૌશલ્ય ઉપરાંત, ડૉ. ચિરાગ ઠક્કર સર્જરીને લગતી દરેક બાબતને વ્યૂહાત્મક રીતે પ્લાન કરે છે જેથી સમગ્ર પ્રક્રિયા મોટી ઉંમરના દર્દીઓ માટે એકદમ સરળ બને છે. તેમની આ પ્લાન કરવાની રીત વયસ્ક દર્દીઓમાં ખુબ સારી રીતે કામ કરતી જોવા મળે છે.
ડૉ. ચિરાગ સર્જરીને ઓછા રક્તસ્રાવ-ઓછા જોખમવાળી પ્રક્રિયા તરીકે મેનેજ(સંચાલિત) કરી શકે છે, અને તેઓ સર્જરી દરમિયાન એન્ટિપ્લેટલેટ્સ એટલે કે લોહી પાતળું રાખવાની દવા જેમકે એસ્પીરીન વગેરેને ચાલુ રાખવાનું પસંદ કરે છે. આ કોઈપણ લોહી ગંઠાવાથી થતી તકલીફો જેવી કે હાર્ટ એટેક, સ્ટ્રોક, સ્ટેન્ટ થ્રોમ્બોસિસ વગેરેનું જોખમ ઘટાડે છે.
ભલે સર્જરી જનરલ એનેસ્થેસિયામાં કરવામાં આવે (સર્જરી દરમિયાન દર્દીઓને સંપૂર્ણપણે બેભાન કરવામાં આવે), અમે નિયમિતપણે લોકલ નર્વ બ્લોક્સ આપીએ છીએ. આ બ્લોક્સ ચોક્કસ ચેતાને સુન્ન કરવા માટે લોકલ એનેસ્થેસિયા પહોંચાડે છે, જેનાથી પીડામાં મહત્તમ રાહત રહે છે, પેઇનકિલર્સનો ઉપયોગ એકદમ ઘટે છે અને રિકવરી ઝડપી બને છે. દુઃખાવો ઘટવાથી દર્દી માટે સર્જરી પછીનાં પહેલા બે દિવસ વધુ આરામદાયક બને છે, જેથી તેઓ ખુબ ટૂંકા સમયમાં હલનચલન શરૂ કરી શકે છે. આ તેમની રિકવરીને ખૂબ ઝડપી બનાવે છે. તેથી જ અમે દર્દીને ટૂંકા સમયમાં હોસ્પિટલમાંથી ઘરે જવાની મંજૂરી આપી શકીએ છીએ. અમારા મોટાભાગના દર્દીઓ સર્જરીના દિવસે જ એકલા ચાલતા-ફરતાં હોય છે અને સર્જરીના બીજા દિવસે તેમને રજા આપવામાં આવે છે.
સામાન્ય રીતે, અમે સર્જરીનો સમય બપોરનો રાખવાનું પસંદ કરીએ છીએ. જેથી, વયસ્ક દર્દીઓ તેમનો રૂટિન નાસ્તો અને રાત્રિભોજન કરી શકે છે. આ તેમની એનર્જીને જાળવી રાખવામાં મદદ કરે છે.
તમારી સ્વાસ્થ્ય યાત્રા તમારી વ્યક્તિગત યાત્રા છે. ભલે તમે નાના કે મોટા હર્નિયાથી પરેશાન હોવ, યોગ્ય તબીબી અભિગમ ઘણો બધો ફરક લાવી શકે છે. ડૉ. ચિરાગનો અભિગમ દર્દીને સમજ આપવી, ચોકસાઈ અને સહાનુભૂતિપૂર્વકની સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
જો તમે અમદાવાદમાં શ્રેષ્ઠ હર્નિયા(સારણગાંઠ) માટેના નિષ્ણાત ડૉક્ટરની શોધ કરી રહ્યાં છો, તો એવા નિષ્ણાતની શોધ કરો કે જે દર્દી-પ્રથમ અભિગમ સાથે પોતાની તબીબી કુશળતાને જોડે. હર્નિયાથી રિકવર થવાનો તમારો માર્ગ તમારા સારવારના વિકલ્પોને સમજવા અને વિશ્વાસુ તબીબ સાથે કામ કરવાથી શરૂ થાય છે. તે માટે અમારો સંપર્ક કરો. માર્ગદર્શન માટે અમને સંપર્ક કરો.
તમે ડૉક્ટર ચિરાગ ઠક્કર સાથે વિડિયો કન્સલ્ટેશન બુક કરી શકો છો.
એપોઇન્ટમેન્ટ નક્કી કરવા માટે +91-8156078064 / +91-8469327630 પર કૉલ કરો અથવા અમારો સંપર્ક કરો. કન્સલ્ટેશન માટે ADROIT સેન્ટર ફોર ડાયજેસ્ટિવ એન્ડ ઓબેસિટી સર્જરીની મુલાકાત લો.
કૃપા કરીને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
ADROIT ખાતે, અમારુ મુખ્ય લક્ષ્ય ફક્ત તમારા હર્નિયાને રિપેર કરવાનું નથી, પરંતુ સર્જરી પછી દર્દીના શ્રેષ્ઠ સંભવિત કાર્યક્ષમતાના સ્તરને પાછું લાવવામાં મદદ કરવાનું અને અમારા દર્દીઓને ખૂબ જ સરળ અને આરામદાયક સર્જરીનો અનુભવ આપવાનું છે. જટિલ અને વારંવાર થતા હર્નિયા માટે લેપ્રોસ્કોપિક હર્નિયા સર્જરીના કિસ્સામાં પણ, દર્દીઓ સર્જરી પછી ઓછામાં ઓછા દુખાવા સાથે અને શ્રેષ્ઠ કાર્યાત્મક પરિણામ સાથે ઝડપથી સ્વસ્થ થાય છે.
ડૉક્ટર ચિરાગ ઠક્કર ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ સર્જન છે. તેઓ છેલ્લા 18 વર્ષથી ગેસ્ટ્રોઈન્ટેસ્ટીનલ અને વજન ઘટાડવાની /બેરિયાટ્રિક સર્જરી કરી રહ્યા છે. GERD માટે સર્જરી, હાયટસ હર્નિયા અને મેદસ્વીતા તેમના રસ અને કુશળતાના મુખ્ય વિષયો છે. એસિડ રિફ્લક્સ/GERD સારવાર માટે, ADROIT ભારતમાં અગ્રણી કેન્દ્રોમાંનું એક છે, જે એક છત નીચે બધી સુવિધાઓ પૂરી પાડે છે. તેમને પિત્તાશયની પથરી માટે થતી લેપ્રોસ્કોપિક સર્જરીનો પણ બહોળો અનુભવ છે.

Dr.Chirag Thakkar
Senior Gastrointestinal and Bariatric Surgeon
GERD and Esophageal Motility Expert
Hernia Surgery Specialist
Founder Director of ADROIT Centre for Digestive and Obesity Surgery