ટેબલ ઓફ કન્ટેન્ટ:
આજકાલ સોશિયલ મીડિયા પર વિવિધ સંદર્ભોમાં હાઇડ્રેટેડ રહેવું એ ખૂબ જ ચર્ચાતો વિષય છે. પરંતુ બેરિયાટ્રિક સર્જરી કરાવનાર દર્દીઓ માટે, બેરિયાટ્રિક સર્જરી પછી હાઇડ્રેટેડ રહેવું ખાસ મહત્વ ધરાવે છે. બેરિયાટ્રિક સર્જરીના એવા દર્દીઓ કે જેમની સર્જરી તાજેતરમાં જ થઈ છે તેમની જઠરની ટીસ્યુ (પેશીઓ)માં રુઝ આવી રહી હોય છે. તેમને ઘન(સોલિડ) ખોરાકથી સર્જરીની જગ્યાએ બળતરા ટાળવા માટે થોડાં દિવસો માટે પ્રવાહી આહાર લેવાની સલાહ આપવામાં આવે છે. તેમના જઠરનું કદ પણ ઘટે છે. ત્યારબાદ, તેમના ખોરાકની માત્રા પણ ઓછી થઈ જાય છે. જો હાઇડ્રેટેડ રહેવા માટે યોગ્ય પ્રયાસો કરવામાં ન આવે, તો ડિહાઇડ્રેશનની શક્યતા વધી જાય છે. આનાથી રિકવરી પ્રક્રિયા પર અસર પડી શકે છે. આ ઉપરાંત,આપણું ભારતીય વાતાવરણ પણ ગરમ છે, તેથી અહીં અમે તમને બેરિયાટ્રિક સર્જરી પછી હાઇડ્રેટેડ રહેવા અને સ્વસ્થ અને તાજગી અનુભવવા માટેના વ્યવહારુ સૂચનો આપવાનો પ્રયાસ કરીએ છીએ.

બેરિયાટ્રિક સર્જરી પછી હાઇડ્રેટેડ રહેવું એ ખરેખર મુશ્કેલ નથી, પણ થોડું યુક્તિથી કરવાનું છે. જો તમને સર્જરી પહેલાંથી જ પ્રવાહી લેવાં વિશે અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી કેવી રીતે પીવું તે વિશે ખબર ન હોય તો તે કેટલીક મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. પરંતુ જો સર્જરી પહેલાથી જ, બેરિયાટ્રિક સર્જરી પછીના ડાયેટની પ્રગતિ વિશે યોગ્ય સલાહ આપેલ હોય તો, દર્દી સર્જરી પછીનો પ્રવાહી ડાયેટના આ પ્રારંભિક તબક્કામાંથી તે પછીના આહાર તબક્કાઓ તરફ સરળતાથી પ્રગતિ કરી શકે છે. ઘણી વખત, દર્દીઓ આ બાબતને ખૂબ હળવાશથી લે છે અને તેને મહત્વ આપતા નથી. ખરેખર, તેની પાછળ કેટલાંક ચોક્કસ કારણો છે.
એક કારણ એ છે કે તેઓ ગ્લાસ ભરીને પાણી ગટગટાવી જવાની આદત ધરાવે છે અને ઘૂંટડે ઘૂંટડે પાણી પીવાની આદત ધરાવતા નથી. હવે, જઠરનું કદ નાનું થયુ છે, પેશીઓ(ટીસ્યુ)માં સંપૂર્ણપણે રૂઝ નથી આવી, અને તેથી તેઓ બેરિયાટ્રિક સર્જરી પછી શરૂઆતના દિવસોમાં એકસાથે એક ગ્લાસ પાણી પી શકતા નથી. પરંતુ તેમણે સમજવું પડશે કે, ઓછામાં ઓછા શરૂઆતના બે દિવસો માટે, તેમણે “Sip and wait” પદ્ધતિનું પાલન કરવું પડશે. તેમણે પોતાની સાથે પાણીની બોટલ રાખવી જોઈએ અને વારંવાર પાણી પીવું જોઈએ. શરૂઆતના દિવસો માટે, તમારા સર્જન અને ડાયેટિશિયન દ્વારા ભલામણ મુજબ, પાણીનો એક ઘૂંટડો લો અને પછી થોડી મિનિટો રાહ જુઓ અને પછી ફરીથી એક ઘૂંટડો લો.
બીજું, ઉનાળાની ચરમસીમાએ, વધુ પડતો પરસેવો થાય છે અને હાઇડ્રેટેડ રહેવા માટે વધારાની કાળજી લેવી પડે છે. આ સ્થિતિમાં, ઇલેક્ટ્રોલાઇટ સંતુલન પણ જળવાતું નથી. ઇલેક્ટ્રોલાઇટ સપ્લિમેન્ટ્સ માટે તાત્કાલિક તમારા ડાયેટિશિયનની સલાહ લેવી જોઈએ.
ત્રીજું કારણ એ છે કે દર્દી સતત પાણી પીતા રહેવાનું ભૂલી જાય છે. જ્યારે તેઓ અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોય છે, ત્યારે તેઓ પાણી પીવાનું ભૂલી જાય છે. અમારી સલાહ છે કે કામ કરતી વખતે પણ તમારી સાથે પ્રવાહી સાથે એક સિપર બોટલ રાખો, જેથી તમે કામ કરતી વખતે પણ વારંવાર સિપ કરી શકો. અમારા ઘણા દર્દીઓએ સતત પાણી પીતા રહેવાં માટે સર્જરીના થોડા દિવસો પછી કામ ફરી શરૂ કર્યા પછી આ વ્યવસ્થા કરી છે.
એક વધુ મુદ્દો, અમે જોયું કે દર્દીઓ પાણીને ફક્ત હાઇડ્રેશનનું સાધન માને છે. તેમાં કોઈ શંકા નથી કે પાણી હાઇડ્રેશન માટે શ્રેષ્ઠ પ્રવાહી અને યોગ્ય પ્રવાહી છે, પરંતુ વિવિધતા કે બદલાવ લાવવા માટે , આપણે ભારતીયો પાસે આપણા મુખ્ય આહારમાં પોતાને હાઇડ્રેટ રાખવા માટે અન્ય વિકલ્પો પણ છે. આ વિકલ્પોમાં પાતળી છાશ, નાળિયેર પાણી, ગાળેલો સૂપ, ફળોના રસ, ચોખાનું પાણી અને દાળનો સૂપ શામેલ છે. માંસાહારી લોકો ચિકનનો ટુકડો કાઢ્યા પછી ચિકન અથવા બોન સૂપ પી શકે છે. ધ્યાનમાં રાખવાનો એકમાત્ર મુદ્દો એ છે કે બધું જ પીતા પહેલા ગરણીથી ગાળવું જોઈએ.

ડિહાઇડ્રેશનના લક્ષણો નીચે મુજબના છે:
આ હળવાથી મધ્યમ ડિહાઇડ્રેશનના લક્ષણો છે. તમારા શરીરે દર્શાવેલાં લક્ષણોની સભાનપણે નોંધ લો અને સરળ રિકવરી માટે ગંભીર ડિહાઇડ્રેશન ટાળવા માટે યોગ્ય પગલાં લો.

સીપ સીપ પાણી પીઓ, પણ ઘૂંટ ન નાખો. દર થોડી મિનિટે એક નાની સીપ લો, પણ એક ગ્લાસ પણ ન પીઓ. દરેક જગ્યાએ પાણીથી ભરેલી ગ્રેજ્યુએટેડ બોટલ રાખો
આવો કોઈ નિયમ નથી, પરંતુ નાના કદના જઠરમાં વધુ માત્રામાં હવા પ્રવેશતી અટકાવવા માટે આવી સલાહ આપવામાં આવે છે, જે અસ્વસ્થતા પેદા કરી શકે છે અને નાના કદના જઠરની ઓછી જગ્યામાં વગર કામની જગ્યા રોકી શકે છે. આવી સલાહ આપવા પાછળનો બીજો આશય એ છે કે દર્દી પાણી ધીમે ધીમે અને સભાનતાપૂર્વક પીવે.
કોઈપણ પ્રવૃત્તિ દરમિયાન તમારી સાથે પાણીની બોટલ રાખવાનું ભૂલશો નહીં, પછી ભલે તે મિત્રો સાથે ફરવા ગયા હોવ, કામની મીટિંગ હોય, મુસાફરી, તહેવારો, અભ્યાસ અથવા ઓફિસનું કામ હોય. તમને યાદ અપાવવા માટે યોગ્ય રીતે રીમાઇન્ડર સેટ કરો.
ભોજન સમયે પાણી પીવાનું ટાળો. ભોજન પહેલાં 30 મિનિટ અને પછી 30 મિનિટ પાણી પીવાનું ટાળો.તમારા સંપૂર્ણ પાણીના નિયત હિસ્સાને દિવસભરમાં વહેંચીને આખા દિવસમાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરો.
વધુ ગરમ કે વધુ ઠંડુ પાણી કે પીણું પીવાનું ટાળો
ચા અને કોફીમાં રહેલું કેફીન શરીર પર ઘણી નકારાત્મક અસરો કરે છે, જેમ કે તે પોષક તત્વોના શોષણમાં દખલ કરે છે. તે જઠરમાં બળતરા પેદા કરે છે. તે ભૂખ દબાવનાર છે તેથી દર્દીઓ તેમના પ્રોટીન લેવાના લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી. આ ઉપરાંત, જ્યાં સુધી હાઇડ્રેશનનો સંબંધ છે, ત્યાં સુધી તેની મૂત્રવર્ધક (diuretic) અસર છે. એટલે કે તે શરીરમાંથી પાણી બહાર કાઢે છે. બેરિયાટ્રિક દર્દીઓ માટે, જેઓ હાઇડ્રેટેડ રહેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, તે પરિસ્થિતિમાં આ એક મહત્વપૂર્ણ ચિંતાનો વિષય છે.
કાર્બોનેટેડ પીણાંને કારણે પેટ ફુલેલું રહે છે. આ ગેસ જઠરના પાઉચના વિસ્તરણનું કારણ બની શકે છે, જે વજન ઘટાડવાની પ્રક્રિયામાં અવરોધ ઉભો કરે છે.
ખાંડવાળા પીણાં કેલરીથી ભરપૂર હોય છે પરંતુ તેમાં પોષક તત્વોનું પ્રમાણ ખુબ ઓછું હોય છે. આવા પીણાંને ખાલી કેલરી(Empty calorie) કહેવામાં આવે છે. આવા ખાંડવાળા પીણાંથી જો તમે તમારા નાના કદના જઠરને ભરી દો તો તમે જરૂરી પોષક તત્વોથી વંચિત રહેશો અને વજન ઘટાડવામાં અવરોધ ઊભો થઈ શકે છે. આ ઉપરાંત, ખાંડવાળા પીણાં જઠરમાંથી આંતરડામાં ખૂબ ઝડપથી જાય છે. આનાથી ઉબકા, ઉલટી, પેટ ફૂલવું, જઠરમાં ખેંચાણ, પરસેવો થવો વગેરે જેવા ડમ્પિંગ સિન્ડ્રોમના લક્ષણો થાય છે.
તેનાથી ડમ્પિંગ સિન્ડ્રોમ થઈ શકે છે તેથી તેને સંપૂર્ણપણે ટાળવું
જેમ અગાઉ કહ્યું તેમ, માનવ સ્વભાવ મુજબ એકનું એક પ્રવાહી કંટાળો લાવી શકે છે. તે વિવિધતા શોધે છે. વિવિધતા લાવવા પાતળી છાસ, નાળિયેર પાણી, અલગ અલગ સૂપ, ફ્રૂટ જ્યુસ, ભાતનું ઓસામણ, દાળનું ઓસામણ, વગેરે વિકલ્પો લઈ શકાય. નોનવેજીટેરીઅન આઇટમોમાં ચિકન, બૉન કે ફિશનો સૂપ તેનાં ટુકડાઓ કાઢી નાખી લઈ શકાય. તમે તમારી પસંદગી મુજબ કાકડી, લીંબુ, પાઈનેપલ, ફુદીનો, બ્લુબેરીસ, સ્ટ્રૉબૅરીસ, તુલસી, આદુ, જીરું, અજમો, વરિયાળી વગેરેને થોડાં કલાકો પાણીમાં રાખી અને ગાળીને તે પાણી લઈ શકો છો. અહીં એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે દરેક પ્રવાહી લેતાં પહેલાં ગાળીને વાપરવાનું રહેશે.
ઓછામાં ઓછા શરૂઆતના કેટલાંક દિવસો સુધી તમારાં પીવાતાં પાણીનું નિયમિત યોગ્ય નિરીક્ષણ કરો. દિવસના 17 કલાક (એટલે કે સવારના 7 થી રાત્રીના 11 સુધી) માટે દર કલાકે 150-200 મી.લી. જેટલું પાણી પીવાનો પ્રયત્ન કરો. બધું મળીને આશરે 2000-2500 મી.લી . જેટલું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
દરેક દર્દીની રિકવરી અલગ હોય છે. તમારી સરખામણી અન્ય દર્દીઓ સાથે ન કરો. તમારા ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી સલાહનું પાલન કરો.
તમારી સ્વાસ્થ્ય યાત્રા તમારી વ્યક્તિગત યાત્રા છે. ભલે તમે સામાન્ય વજન વધારાથી, મેદસ્વીતા થી અથવા મેદસ્વીતા સાથે અનેક અન્ય મેડિકલ સમસ્યાઓ થી પરેશાન હોવ, યોગ્ય તબીબી અભિગમ ઘણો બધો ફરક લાવી શકે છે. ડૉ. ચિરાગનો અભિગમ દર્દીને સમજ આપવી, ચોકસાઈ અને સહાનુભૂતિપૂર્વકની સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
જો તમે અમદાવાદમાં શ્રેષ્ઠ વેઈટ લોસ, ઓબેસિટી અને બેરિયાટ્રિક સર્જરી માટેના નિષ્ણાત ડૉક્ટરની શોધ કરી રહ્યાં છો, તો એવા નિષ્ણાતની શોધ કરો કે જે દર્દી-પ્રથમ અભિગમ સાથે પોતાની તબીબી કુશળતાને જોડે. હર્નીયાથી રિકવર થવાનો તમારો માર્ગ તમારા સારવારના વિકલ્પોને સમજવા અને વિશ્વાસુ તબીબ સાથે કામ કરવાથી શરૂ થાય છે. તે માટે અમારો સંપર્ક કરો. માર્ગદર્શન માટે અમને સંપર્ક કરો.
તમે ડૉ. ચિરાગ ઠક્કર સાથે વિડિઓ કન્સલ્ટેશન બુક કરી શકો છો.
એપોઇન્ટમેન્ટ નક્કી કરવા માટે +91-8156078064 / +91-8469327630 પર કૉલ કરો અથવા અમારો સંપર્ક કરો. કન્સલ્ટેશન માટે ADROIT સેન્ટર ફોર ડાયજેસ્ટિવ એન્ડ ઓબેસિટી સર્જરીની મુલાકાત લો.
અમારી સાથે જોડાયેલાં રહેવા માટે કૃપા કરીને અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
ડૉ. ચિરાગ ઠક્કર એક ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સર્જન છે. તેઓ છેલ્લા 18 વર્ષથી ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ અને વજન ઘટાડવા/બેરિયાટ્રિક સર્જરી કરી રહ્યા છે. GERD, હાયટસ હર્નિયા અને મેદસ્વીતા માટેની સર્જરી તેમના રસ અને કુશળતાના મુખ્ય ક્ષેત્રો છે. એસિડ રિફ્લક્સ/GERD સારવાર માટે, ADROIT ભારતમાં અગ્રણી કેન્દ્રોમાંનું એક છે, જે એક છત નીચે બધી સુવિધાઓ પૂરી પાડે છે. જટિલ અને વારંવાર થતા હર્નિયાના કિસ્સામાં પણ લેપ્રોસ્કોપિક હર્નિયા સર્જરી દર્દીઓને ઓછામાં ઓછા દુખાવા સાથે ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરે છે અને સર્જરી પછી શ્રેષ્ઠ કાર્યાત્મક પરિણામો આપે છે. તેમને પિત્તાશયની પથરી માટે થતી લેપ્રોસ્કોપિક સર્જરીનો પણ બહોળો અનુભવ છે.

Dr.Chirag Thakkar
Senior Gastrointestinal and Bariatric Surgeon
GERD and Esophageal Motility Expert
Hernia Surgery Specialist
Founder Director of ADROIT Centre for Digestive and Obesity Surgery