8156078064
8469327630 SCHEDULE A CONSULTATION
Dr.Chirag Thakkar
hiatus hernia surgery

શું મારે હાયટસ હર્નીયાની સર્જરી કરાવવી જોઈએ?

અનુક્રમણિકા:

હાયટસ હર્નીયા શું છે?

હાયટસ  હર્નીયાના કારણે દર્દીઓને કયા લક્ષણો અથવા સમસ્યાઓનો અનુભવ થાય છે?

હાયટસ  હર્નીયાનું નિદાન કેવી રીતે થાય છે? હાયટસ  હર્નીયાનું મૂલ્યાંકન કરવા માટે કયા ક્યા ટેસ્ટની જરૂર છે?

હાયટસ હર્નીયા માટે સર્જરીની જરૂર ક્યારે છે?

હાયટસ હર્નીયા માટે કયા પ્રકારની સર્જરી કરવામાં આવે છે?

લેપ્રોસ્કોપિક હાયટસ હર્નીયા સર્જરીના પરિણામો શું છે?

હાયટસ  હર્નીયા સર્જરી પછી જીવનમાં કઈ સાવચેતીઓની જરૂર છે?

અમારા દર્દીઓના અનુભવો તેમના જ શબ્દોમાં સાંભળો

હાયટસ હર્નીયા એ ડાયાફ્રામના સ્નાયુનું નબળું પડવું છે, જેના કારણે તમારું જઠર છાતી તરફ સરકી જાય છે. આને કારણે, અન્નનળીના નીચેના છેડાનો વાલ્વ (LES વાલ્વ) નબળો પડી જાય છે. અનુસરે છે કે LES વાલ્વની કામગીરીને અસર થાય છે અને કેટલીકવાર અન્નનળી અને જઠરની કામગીરીને પણ અસર કરે છે. સમય જતાં વિવિધ તીવ્રતાની અલગ અલગ સમસ્યાઓ ઉત્પન્ન કરે છે. આ ખૂબ ગંભીર સ્થિતિ ન હોવાં છતાં, કેટલીકવાર દર્દીના આહાર, પોષણ અને જીવનની ગુણવત્તાને તે ખરાબ રીતે અસર કરે છે. આવી સ્થિતિમાં, દર્દીઓને સર્જરીની જરૂર પડી શકે છે, જે લેપ્રોસ્કોપિક પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. હાયટસ હર્નીયાના શ્રેષ્ઠ સારવાર માટે અમદાવાદમાં શ્રેષ્ઠ હર્નિયા ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.

Hiatus hernia surgery

હાયટસ હર્નીયા શું છે?

હર્નિયા એટલે સ્નાયુઓનું નબળું પડવું. નબળાં સ્નાયુને કારણે તે સ્નાયુમાં તેમાં કોઈ નબળો ભાગ અથવા છિદ્ર હોય છે, જેના કારણે શરીરના સામાન્ય અંગો તેમાંથી બહાર આવે છે, જેના કારણે ઘણી સમસ્યાઓ થાય છે. સામાન્ય રીતે જોવા મળતા  હર્નીયા પેટની દિવાલના સ્નાયુઓમાં વિવિધ કારણોસર ખામીને કારણે થાય છે, જેના કારણે આંતરડા અને જઠરની ચરબી બહાર નીકળી જાય છે અને ત્યાં ઉપસેલાં ભાગ/ ઢીમણુની(bulge) રચના થાય છે. તે પેટની દિવાલ પર થાય છે,તેથી તેને  ઉપસેલાં ભાગ તરીકે જોઈ શકાય છે અને સોનોગ્રાફી દ્વારા તેનું સરળતાથી નિદાન કરી શકાય છે. સામાન્ય હર્નીયાના ઉદાહરણોમાં ઈંગ્વાઈનલ અને ફેમોરલ હર્નીયા (જાંઘના મૂળના ભાગમાં થતાં હર્નિયા ), અમ્બિલિકલ હર્નીયા (નાભિ પર થતાં હર્નિયા), ઇન્સિઝનલ હર્નીયા (અગાઉની સર્જરીની જગ્યા એ  થતાં હર્નિયા), અને એપિગેસ્ટ્રિક હર્નીયા (પેટના ઉપરના ભાગમાં થતાં હર્નિયા)નો સમાવેશ થાય છે..

હાયટસ  હર્નીયા એ એક એવું  હર્નીયા છે જેમાં ડાયાફ્રામના સ્નાયુ નબળા પડી જાય છે અને તેમાં આવેલું  છિદ્ર કે જેના દ્વારા અન્નનળી છાતીમાંથી જઠરમાં પ્રવેશે છે તે મોટું થઈ જાય છે. આ મોટાં થયેલા છિદ્રને Esophageal Hiatus(અન્નનળીનું  હાયટસ)  કહેવામાં આવે છે. ત્યાંથી જઠર નો ઉપરનો ભાગ છાતી તરફ જાય છે. આને છાતીમાં જઠરનું હર્નિએશન પણ કહેવાય છે. આપણા શરીરમાં, ડાયાફ્રામની નીચે પેટની અંદરનું દબાણ ઊંચું હોય છે અને છાતીમાં દબાણ તુલનાત્મક રીતે ઓછું હોય છે (શરીરની આવી રચનાને કારણે  ફેફસાં સરળતાથી ફુલી શકે છે, જે આપણને ઓછા પ્રયત્નોમાં શ્વાસ લેવામાં મદદ કરે છે), જયારે હાયટસ હોય એટલે કે અન્નનળીનું છિદ્ર મોટું હોય એવી પરિસ્થિતિઓમાં જઠર હાયટસમાં થઈને દબાણને લીધે ઉપરની તરફ જાય તે સ્વાભાવિક છે. જ્યારે પણ આપણે કોઈ તાકાતવાળું કામ કરીએ છીએ ત્યારે અને સામાન્ય પ્રવૃત્તિઓ જેવી કે ઉધરસ, છીંક, શૌચ અને પેશાબ દરમિયાન પણ, આપણા જઠર પર દબાણ ઝડપથી વધે છે.

આમ, હાયટસ હર્નીયાના દર્દીઓમાં,વિવિધ કાર્યો કરતી વખતે LES વાલ્વ જઠરના ઉપરના ભાગ સાથે હાયટસમાં થઈને ઉપર અને નીચે ખસે છે. એવી દરેક પ્રવૃતિઓ કે જે પેટમાં દબાણ વધારે છે તે દરેક જઠરને છાતીમાં ધકેલી દેશે. આવું જ ઊંડા શ્વાસ દરમિયાન થાય છે, આ વખતે છાતીમાં દબાણ ઓછું થાય છે અને તેથી  ફેફસાં સરળતાથી વિસ્તરી શકે છે ત્યારે પેટમાં દબાણ ઓછું થાય છે, ત્યારે જઠર ફરીથી તેની સામાન્ય સ્થિતિમાં આવે છે. ઘણા દર્દીઓ કે જેમને ઘણા વર્ષોથી હાયટસ  હર્નીયા હોય છે, તેમના જઠરનો લગભગ અડધો અથવા વધુ ભાગ છાતીની અંદર ગયો હોય છે. આવા દર્દીઓમાં, જઠર ઘણીવાર છાતીમાં જ રહે છે, જે ગંભીર લક્ષણોનું કારણ બને છે.

હાયટસ  હર્નીયાના કારણે દર્દીઓને કયા લક્ષણો અથવા સમસ્યાઓનો અનુભવ થાય છે?

હાયટસ  હર્નીયા ધરાવતા દર્દીઓના સામાન્ય લક્ષણો છે:

  • એપિગેસ્ટ્રિક (જઠરના ઉપરના ભાગમાં) દુખાવો અને છાતીમાં દુખાવો
  • વારંવાર અને જોરથી ઓડકાર
  • ખોરાક અન્નનળીમાં આવે છે
  • હાર્ટબર્ન/છાતીમાં બળતરા 
  • શ્વાસ લેવામાં તકલીફ
  • છાતીમાં ધબકારા વધવા 
  • માથાનો દુખાવો
  • ગળામાં અસ્વસ્થતા અને છાતીમાં કંઈક અટવાયું હોય તેવું લાગવું 
  • લોહીની ઉલટી
  • હિમોગ્લોબીન ઓછું રહેવું

હાયટસ  હર્નીયાનું નિદાન કેવી રીતે થાય છે? હાયટસ  હર્નીયાનું મૂલ્યાંકન કરવા માટે કયા ક્યા ટેસ્ટની જરૂર છે?

અન્ય હર્નિયાથી વિપરીત, હાયટસ હર્નિયામાં કોઈ ઉપસેલો ભાગ શરીર પર દેખાતો નથી. ડૉક્ટર દ્વારા ક્લિનિકલ તપાસ કરીને પણ હાયટસ હર્નીયાનું નિદાન કરી શકાતું નથી. જો કે, તમને દેખાતા લક્ષણો કેટલાં  લાંબા સમયથી છે અને લક્ષણો કેવાં અને ક્યા છે, શું તે હજુ પણ થઈ રહ્યા છે તેના આધારે ડૉક્ટરને હાયટસ  હર્નીયા હોવાની શક્યતા અંગે શંકા થઈ શકે છે. આવી સ્થિતિમાં, વધુ ટેસ્ટ કરાવવાની જરૂર છે. જરૂરી પરીક્ષણો નીચે મુજબ છે:

હાયટસ હર્નીયા માટે સર્જરીની જરૂર ક્યારે છે?

એન્ડોસ્કોપીમાં હાયટસ હર્નીયાનું નિદાન થયેલા તમામ દર્દીઓને સર્જરીની જરૂર હોતી નથી. જે દર્દીઓમાં લક્ષણો તીવ્ર હોય અથવા જેઓ ઘણા વર્ષોથી સમસ્યા અનુભવી રહ્યા હોય તેમને સર્જરીની જરૂર પડી શકે છે. લાંબા ગાળાની અથવા ગંભીર સમસ્યાઓ ધરાવતા તમામ દર્દીઓએ સર્જરીની જરૂર છે કે નહીં તે નક્કી કરવા માટે વધુ મૂલ્યાંકન(evaluation) અને ટેસ્ટ થવા જોઈએ. મોટા હાયટસ હર્નિયા ધરાવતા દર્દીઓને ભલે તેમના લક્ષણો ઓછા ગંભીર હોય અને/અથવા દવાઓ દ્વારા નિયંત્રિત હોય તો પણ સર્જરીની જરૂર પડે છે,.

કેટલાક દર્દીઓમાં નાના હાયટસ હર્નિયા હોય છે, પરંતુ જો તેઓમાં સતત GERD અથવા એસિડ રિફ્લક્સ લક્ષણો હોય, તો તેમને સર્જરીની જરૂર પડી શકે છે. એવા ઘણા દર્દીઓ છે જેઓ દવાઓ વડે તેમના લક્ષણો પર સારું નિયંત્રણ મેળવી રહ્યા છે, પરંતુ તેઓ દવાઓ પર નિર્ભર છે. આવી સ્થિતિમાં, દર્દીઓ જીવનભર દવાઓ લેવાને બદલે સર્જરીનો વિકલ્પ પસંદ કરી શકે છે. કેટલાક દર્દીઓને દવાઓની આડઅસર પણ હોય છે અને તેથી તેમની પાસે સર્જરીનો વિકલ્પ પસંદ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી. આવા તમામ દર્દીઓમાં, ઇસોફેજિયલ  મેનોમેટ્રી દ્વારા યોગ્ય મૂલ્યાંકન અને 24 કલાક pH ઇમ્પિડન્સ સ્ટડી અભ્યાસ કરવો જોઈએ. જ્યારે 24 કલાક pH ઇમ્પિડન્સ સ્ટડીમાં  GERDની પુષ્ટિ થાય ત્યારે પછી જ સર્જરી સૂચવવી જોઈએ.

હાયટસ હર્નીયા માટે કયા પ્રકારની સર્જરી કરવામાં આવે છે?

હાયટસ  હર્નીયાની સર્જરી લેપ્રોસ્કોપિક પદ્ધતિથી કરવામાં આવે છે. કી હોલ પદ્ધતિ દ્વારા આ સર્જરી  કરવા માટે, 4-5 નાના છિદ્ર કરવામાં આવે છે (એક 1 સેમીનો  અને બીજા  5 મીમી). આ સર્જરી દરમિયાન, સૌથી પહેલા તમારા જઠરનો તે ભાગ કે જે છાતીમાં ગયો છે અને LES વાલ્વને પાછો પેટમાં લાવવામાં આવે છે. ત્યારબાદ હાયટસ(અન્નનળી પસાર થવા માટેનું મોટા થયેલા ડાયાફ્રામમાં છિદ્ર) ને ટાંકા વડે રીપેર કરવામાં આવે છે. ટાંકા લઈને હાયટસને સામાન્ય કદનો બનાવવામાં આવે છે. ટાંકા કાયમી હોય છે અને તમારા ડાયાફ્રામને મજબૂત રાખવા માટે જીવનભર તે ત્યાં રહે છે. ચિંતા કરશો નહીં, કારણ કે આ કાયમી ટાંકા તમને કોઈ નુકસાન કે સમસ્યા નહીં કરે અને ડાયાફ્રામને મજબૂતાઈ આપવા માટે જરૂરી છે.

કેટલીકવાર, જો અમને લાગે કે તમારું ડાયાફ્રામ ખૂબ નબળું છે, અથવા ખામી એટલી મોટી છે કે તે માત્ર ટાંકા વડે બંધ ના કરી શકાય, તો તેને રીપેર કરવા માટે જાળીની જરૂર પડી શકે છે. અન્ય હર્નિયાની જેમ, મેશની જરૂર કાયમ હોતી નથી અને જવવલે જ જરૂર પડે છે. તેમાં તમારી ફૂડ પાઇપને નુકસાન થવાની સંભાવના છે આથી જરૂર ન હોય ત્યારે જાળીનો ઉપયોગ કરવાનું ટાળો.આમ, જ્યારે જાળીનો ઉપયોગ કરવો જરૂરી હોય ત્યારે જ તેનો ઉપયોગ છેલ્લા ઉપાય તરીકે થાય છે. આ જ કારણોસર,અમને લાગે છે કે સર્જરીમાં એટલી હદે વિલંબ ના કરવો જોઈએ નહીં કે જેથી હાયટસની ખામી ખૂબ મોટી થઈ જાય અને જાળી મૂકવી જરૂરી બની જાય.

એકવાર હાયટસ રીપેર થઈ જાય પછી, તમારા જઠરના ટોચના ભાગને(Fundusને) અન્નનળીની આસપાસ વીટીંને(Wrap) તે જગ્યાએ એક નવો વાલ્વ બનાવવામાં આવે છે. અન્નનળીમાંથી ખોરાક અને એસિડને પાછો અન્નનળીમાં આવતો રોકવા માટે આ જરૂરી છે.

સમગ્ર સર્જરીમાં એનેસ્થેસિયાના સમય સહિત અંદાજે 1.5-2 કલાકનો સમય લાગતો હોય છે. નિષ્ણાત અને અનુભવી  હાથ દ્વારા આ સર્જરી સારા પરિણામો સાથે ખૂબ જ સુરક્ષિત રીતે કરી શકાય છે.

લેપ્રોસ્કોપિક હાયટસ હર્નીયા સર્જરીના પરિણામો શું છે?

આ સર્જરી  લેપ્રોસ્કોપિક રીતે કરવામાં આવે છે, તેથી સર્જરી પછી રિકવરી  ઝડપી, પીડારહિત અને સરળ છે. અમારા બધા દર્દીઓ સર્જરીના થોડા કલાકોમાં જ પથારીમાંથી બહાર હોય છે અને હરેફરે છે. મોટાભાગના દર્દીઓને સર્જરી પછી ઇન્જેક્ટેબલ દવાઓની જરૂર હોતી નથી. પ્રવાહી તે જ દિવસે શરૂ કરવામાં આવે છે, અને પેઇનકિલર્સ પણ તે જ દિવસે શરૂ થાય છે. અમે સર્જરી ના 3-4 કલાક પછી મોઢેથી પ્રવાહી લેવાની છૂટ આપીએ છીએ,અને એકવાર તેઓ પ્રવાહી આરામથી લઈ શકે પછી, તે જ દિવસે નરમ ખોરાક પણ શરૂ કરવામાં આવે છે. વહેલા સક્રિય થવાથી (પથારીમાંથી બહાર નીકળવું અને ફરવું) અને મોઢેથી ખોરાક લેવાથી દર્દીને સારું લાગે છે એટલું જ નહીં પણ આનાથી ઝડપથી સાજા થવામાં પણ મદદ મળે છે. આનાથી, દર્દીને બીજા દિવસે રજા આપવામાં આવે તે પહેલાં, અમને ફરીથી ખાતરી થઈ જાય કે દર્દીને ખાવામાં કોઈ ખાસ સમસ્યા નથી.

જો આપણે તેમની મુખ્ય તકલીફોમાં સુધારાના લાંબા ગાળાના પરિણામો વિશે વાત કરીએ, તો અભ્યાસ દર્શાવે છે કે સર્જરીના 10 વર્ષ પછી પણ, 90-95% લક્ષણો નિયંત્રણમાં હોય છે. અલબત્ત, સારા પરિણામો માટે, દર્દીને સર્જરીની ખરેખર જરૂર છે કે નહીં અને દર્દીની હાલની સમસ્યાઓ હાયટસ હર્નીયાને કારણે જ છે અને તેથી સર્જરી પછી સુધારો થશે તેની ખાતરી કરવા માટે આપણે સર્જરી પહેલાં યોગ્ય મૂલ્યાંકનઅને ટેસ્ટ કરવાની જરૂર છે. આ ઉપરાંત, શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરવા માટે નિષ્ણાત સર્જન અને તેમની ટીમ દ્વારા સર્જરી કરવી જોઈએ. પ્રયત્નો અહીં સમાપ્ત થતા નથી, અને શ્રેષ્ઠ સંભવિત પરિણામો પ્રાપ્ત કરવા માટે સર્જિકલ ટીમ દ્વારા સારા અને રેગ્યુલર ફોલો-અપ અને દર્દી દ્વારા આહાર અને જીવનશૈલીમાં ફેરફાર અને સ્ટ્રેસ મેનેજમેન્ટની જરૂર છે.

અમે ADROIT પર ખાતરી કરીએ છીએ કે ઉપરોક્ત તમામ બાબતોનું શક્ય એટલું શ્રેષ્ઠ સ્તરે પાલન થતું રહે. આથી જ અમે અમારા દર્દીઓમાં સારા પરિણામો જોઈએ છીએ. તેથી જ અમારા સંતુષ્ટ દર્દીઓની સંખ્યા મોટી છે જેઓ દિલથી અમારી ભલામણ અન્ય દર્દીઓને કરે છે.

હાયટસ  હર્નીયા સર્જરી પછી જીવનમાં કઈ સાવચેતીઓની જરૂર છે?

આ સર્જરીમાં,આપણે તમારા હાયટસના સ્નાયુને રીપેર કરીએ છીએ, તેથી રીપેરના ભાગને રુઝાવા, સાજા થવા માટે સમય આપવો જોઈએ. તેથી આપણે એવી બધી પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ જે તમારા ડાયાફ્રામના    સ્નાયુઓ પર દબાણ અને તણાવ પેદા કરે. અમે અમારા તમામ દર્દીઓને સલાહ આપીએ છીએ કે સર્જરી પછીના પ્રથમ 3 મહિના સુધી ભારે વજન ઉપાડવાનું ટાળો (5 કિલોથી વધુનું કંઈપણ, તમે તમારું લેપટોપ અથવા ઓફિસ બેગ અથવા ટિફિન બેગ લઈ શકો છો). પ્રથમ 3 મહિના માટે, અમે અમારા દર્દીઓને એવી તમામ પ્રવૃત્તિઓ, કસરતો અને રમત-ગમતથી દૂર રહેવાની પણ સલાહ આપીએ છીએ જે તેમના પેટ પર દબાણ કરી શકે. અમે સર્જરી પછી શરૂઆતના 1 મહિના માટે 2-વ્હીલર ચલાવવા પર પણ મનાઈ કરીએ છીએ. દર્દીઓએ પ્રથમ 3 મહિના સુધી તેમના પેટ પર એટલે કે ઊંધા સૂવાનું ટાળવું જોઈએ, પરંતુ એક બાજુ (જમણી અને ડાબી બાજુ બંને) સૂવાથી કોઈ સમસ્યા નથી અને તે પહેલા દિવસથી કરી શકાય છે.

જો કે, સર્જરીના દિવસે જ, ચાલવું તથા તમારી અન્ય નિયમિત પ્રવૃત્તિઓ ફરી કરી શકાય છે. દાદર પણ ચડી શકાય છે. જ્યારે તમે આરામ અનુભવો, ત્યારે થોડા દિવસોમાં રોજીંદુ ઘર અને ઓફિસનું કામ ફરી શરૂ કરી શકાય છે. 2-3 અઠવાડિયા પછી હળવું જોગિંગ ફરી શરૂ કરી શકાય છે અને એક મહિના પછી સાયકલ ચલાવવું પણ ફરી શરૂ કરી શકાય છે. તમે અમારી યુટ્યુબ ચેનલ પર હાયટસ હર્નીયા સર્જરી પછી કસરત અને કાર્યક્ષમતા પરનો અમારો વિડિયો જોઈ શકો છો.

હર્નિયા સર્જરી પછીની પ્રવૃત્તિ અને કસરત ધીમે ધીમે શરૂ કરવી જોઈએ, જે તમારા શરીરની તંદુરસ્તી અને આરામના સ્તર પર આધાર રાખે છે. લેપ્રોસ્કોપિક પદ્ધતિથી ઝડપી સાજો થવા માટે સામાન્ય પ્રવૃત્તિઓ ઝડપથી પુનઃપ્રારંભ કરી શકાય છે, જ્યારે તીવ્ર વ્યાયામ માટે 4-6 અઠવાડિયાનો વિરામ જરૂરી હોય છે.

જો તમે હાયટસ હર્નીયાને કારણે ગંભીર લક્ષણોથી પરેશાન હોવ, તો તમે સર્જરી દ્વારા તમારી તકલીફનો અંત લાવી શકો છો.આ  ઉપરાંત, જો તમે લાંબા સમયથી તેના માટે દવાઓ લેતા હોવ તો, આજીવન દવાઓ કરતાં સર્જરી વધુ સારો વિકલ્પ છે. પરંતુ, તમારે નિષ્ણાતની સલાહ લેવી જોઈએ, જેથી કરીને તમે નક્કી કરી શકો કે તમારા કિસ્સામાં સર્જરી જરૂરી છે કે નહીં. કોઈપણ ખચકાટ વિના અમારી સાથે વાત કરો અને અમે તમારા તકલીફને દૂર કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું.

અમારા દર્દીઓના અનુભવો તેમના જ શબ્દોમાં સાંભળો

તમે ડૉ. ચિરાગ ઠક્કર સાથે વિડિયો કન્સલ્ટેશન બુક કરી શકો છો. એપોઇન્ટમેન્ટ નક્કી કરવા માટે 91-8156078064 પર કૉલ કરો.

અમારી સાથે જોડાયેલા રહેવા માટે, અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.

ડો. ચિરાગ ઠક્કર ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ સર્જન છે. તેઓ છેલ્લા 18 વર્ષથી ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ અને વજન ઘટાડવા માટેની બેરિયાટ્રિક અને મેટાબોલિક સર્જરીઓ કરી રહ્યા છે. GERD સર્જરી, હાયટસ  હર્નીયા અને સ્થૂળતા વિષે તેઓ વિશેષ રુચિ અને કુશળતા ધરાવે છે.

Dr. Chirag Thakkar
Best Hiatus hernia surgeon

Best Hiatus hernia surgeon

Dr Chirag Thakkar

Senior Gastrointestinal and Bariatric surgeon

GERD and Esopahgeal motility expert

Hernia surgery specialist

Founder Director of ADROIT Centre for Digestive and Obesity surgery