અનુક્રમણિકા:
હાર્ટબર્ન એટલે છાતીના વચ્ચેના ભાગમાં હાડકાની પાછળ થતી બળતરા. આ બળતરા ખોરાક લીધા પછી, સાંજે અથવા સૂતી વખતે કે વાંકા વળીએ ત્યારે વધે છે. ક્યારેક ક્યારેક છાતીમાં બળતરા થવી સામાન્ય છે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મોટાભાગના લોકો જીવનશૈલીમાં ફેરફાર અને ઓવર-ધ-કાઉન્ટર દવાઓથી હાર્ટબર્નને જાતે જ નિયંત્રિત કરી શકે છે. પરંતુ જો હાર્ટબર્ન વારંવાર થાય અથવા તમારા રોજિંદા જીવનમાં અસર કરે છે, તો તે વધુ ગંભીર સ્થિતિ હોઈ શકે છે અને તે પરિસ્થિતિમાં તબીબી સહાયની જરૂર છે.
જ્યારે તમારા જઠરનો એસિડ તમારી અન્નનળીમાં પાછો જાય છે ત્યારે છાતીમાં હેરાન કરી મૂકે તેવી બળતરા થાય છે. આ બળતરા ઉપર તમારા ગળા સુધી પહોંચી શકે છે. તમને તમારા ગળાના પાછળના ભાગમાં કડવો અથવા ખાટો સ્વાદ પણ લાગી શકે છે. હાર્ટબર્ન થોડી મિનિટોથી લઈને કેટલાક કલાકો સુધી થઈ શકે છે, અને ઘણીવાર જમ્યા પછી પરિસ્થિતિ વધુ ખરાબ થાય છે. જો તમને વારંવાર હાર્ટબર્ન થતું હોય અને તે તીવ્ર હોય, તો તમને ગેસ્ટ્રોઈસોફેજીઅલ રિફ્લક્સ ડિસીઝ (GERD) હોઈ શકે છે. જો આવું હોય, તો તમારે નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
હાર્ટબર્ન અને તેને તીવ્ર બનવાના ઘણા કારણો હોઈ શકે છે. આમાં શામેલ છે:
આમતો, હાર્ટબર્ન સામાન્ય છે, તેમ છતાં તેના લીધે ક્યારેક વધુ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉદ્દભવી શકે છે. અન્નનળીમાં સોજો અને તેનું સંકોચાય જવું, શ્વસન સમસ્યાઓ, સતત લાંબા સમયની ઉધરસ અને બેરેટ ઇસોફેગસ(એક પ્રકારનો અન્નનળીનું બ્લોકેજ) જેવી ગંભીર સમસ્યાઓ, તીવ્ર અને લાંબા સમયથી અવગણેલી હાર્ટબર્ન/GERD સમસ્યા સાથે સંકળાયેલા છે, જે આગળ જતાં અન્નનળીનું કેન્સર કરી શકે છે.
શરૂઆતમાં, નિષ્ણાત ડૉક્ટર તમારા લક્ષણો પરથી એસિડ રિફ્લક્સ રોગનું નિદાન કરી શકે છે અને દવાઓ અને જીવનશૈલીમાં ફેરફારની સલાહ આપી શકે છે. ટેસ્ટ અને તપાસની જરૂર ત્યારે પડે છે , જયારે આપણે નિદાનની પુષ્ટિ કરવા અને સમસ્યાની ગંભીરતાનું મૂલ્યાંકન કરવા માંગીએ છીએ. સામાન્ય રીતે, જો તમને થોડા અઠવાડિયાથી વધુ સમય માટે દવાઓની જરૂર પડી હોય અથવા જો તમને દવાઓનો લેવાં છતાં રાહત ના થતી હોય તો એન્ડોસ્કોપીની ભલામણ કરવામાં આવે છે. આ પરીક્ષણ એ નક્કી કરવા માટે કરવામાં આવે છે કે શું તમારું હાર્ટબર્ન/ છાતીની બળતરા GERDનું લક્ષણ છે અને શું તેનાથી અન્નનળીમાં અલ્સર, સંકોચન(સ્ટ્રીક્ચર) કે બેરેટ ઇસોફેગસ જેવા કોમ્લીકેશન થયાં છે. આ પરીક્ષણો આપણને એ જાણવામાં પણ મદદ કરે છે કે શું સમસ્યા લાંબા સમય સુધી રહેશે અને લાંબા સમય માટે દવાની જરૂર પડશે. તમારા ડૉક્ટર નીચેના પરીક્ષણોની ભલામણ કરી શકે છે:
આ પરીક્ષણ તમારા અન્નનળીમાં અસામાન્ય ફેરફારોની તપાસ કરવા માટે કરવામાં આવે છે. આ પહેલો અને સૌથી સામાન્ય ટેસ્ટ છે. એન્ડોસ્કોપી આપણને એ નક્કી કરવામાં મદદ કરી શકે છે કે અલ્સર છે કે નહીં, હાયટસ હર્નીયા છે કે નહીં, અને સ્ટ્રિકચર કે બેરેટના અલ્સર જેવી વધુ ગંભીર સમસ્યા છે કે નહીં. વિશ્લેષણ માટે બાયોપ્સીનો નમૂનો પણ લઈ શકાય છે.
એમ્બ્યુલેટરી 24 hour pH વિથ ઇમ્પિડન્સ સ્ટડી ટેસ્ટ જઠરમાંથી એસિડ ક્યારે અને કેટલા સમય માટે તમારા અન્નનળીમાં પાછું જાય છે તે માપવા છે. તમારા અન્નનળીમાં એક એસિડ મોનિટર મુકવામાં આવે છે જે એક નાના ઉપકરણ સાથે જોડાય છે જેને તમારી કમરની આસપાસ અથવા તમારા ખભા પર પટ્ટાથી પહેરાવવામાં આવે છે. આ ટેસ્ટ કેમ અને ક્યારે કરવું જોઈએ તે જાણવા માટે, નીચેનો વિડિઓ જુઓ.
આ ટેસ્ટ કઈ રીતે કરવામાં આવે છે તે જાણવા માટે, નીચેનો વિડીયો જુઓ.
https://www.youtube.com/watch?v=S5CXxwtXwZY&t=4s
આ તમારા અન્નનળીની ગતિ અને તેમાંનું દબાણ માપવા માટે કરવામાં આવે છે. આ ટેસ્ટ વાલ્વની નબળાઈ અને અન્નનળીની યોગ્ય કામગીરી વિશે માહિતી આપે છે. આ પરીક્ષણ વાસ્તવમાં 24 hour pH વિથ ઇમ્પિડન્સ સ્ટડી ટેસ્ટનો એક ભાગ છે.
ઇસોફેજિયલ મેનોમેટ્રી કેમ અને ક્યારે કરવી જોઈએ તે જાણવા માટે આ વિડિઓ જુઓ
ઇસોફેજિયલ મેનોમેટ્રી કેવી રીતે કરવામાં આવે છે તે જાણવા માટે આ વિડિઓ જુઓ.
તમારા અન્નનળી અને જઠરના આકાર અને સ્થિતિ જોવા માટે, બેરિયમ અથવા ડાઇ જેવા પ્રવાહીને ગળી ગયા પછી એક્સ-રે લેવામાં આવે છે. જોકે, આજે તેની ભૂમિકા મર્યાદિત બની ગઈ છે અને તેની ભલામણ માત્ર અમુક જ દર્દીઓમાં કરવામાં આવે છે, ખાસ કરીને જ્યારે સર્જરી જરૂરી હોય.
આપણે હાર્ટબર્નના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો જોઈ રહ્યા છીએ કારણ કે GERD અને એસિડ રિફ્લક્સ જીવનશૈલીના રોગો છે. તેથી જ, GERD અને એસિડ રિફ્લક્સની સારવાર સાથે જીવનશૈલીમાં ફેરફાર એ આ સમસ્યાને રોકવા અને સારા અને લાંબા ગાળાના પરિણામો મેળવવા માટે જરૂરી છે.
આ સમસ્યાની શરૂઆતના ઘણા કિસ્સાઓમાં, જીવનશૈલીમાં ફેરફાર સમસ્યાને પોતાની મેળે જ ઉકેલી શકે છે. પણ જ્યારે રોગ વધે છે, ત્યારે તમારે દવાઓ અથવા શસ્ત્રક્રિયાની જરૂર પડી શકે છે. પરંતુ તેમ છતાં, તેના સારા પરિણામો માટે તમારે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાની જરૂર છે.
જીવનશૈલીમાં કેટલાક ફેરફારો જે હાર્ટબર્ન ઘટાડવામાં મદદ કરી શકે છે તેમાં શામેલ છે:
હાર્ટબર્નના દર્દીઓ માટે આહાર અને જીવનશૈલીમાં ફેરફાર પર અમારો વિડિઓ જુઓ.
ઘણી ઓવર-ધ-કાઉન્ટર (OTC) દવાઓ હાર્ટબર્ન/એસિડિટીમાં રાહત આપવામાં મદદ કરી શકે છે. તેનાં વિકલ્પોમાં શામેલ છે:
જો ઓવર-ધ-કાઉન્ટર દવાઓથી રાહત ન થાય અથવા તમારે વારંવાર તે લેવી પડે છે, તો તમારા ડૉક્ટરને મળો. તમને પ્રિસ્ક્રિપ્શન દવા અને વધુ પરીક્ષણની જરૂર પડી શકે છે.
LES વાલ્વની વધુ ગંભીર સમસ્યાઓ ધરાવતા દર્દીઓને લાંબા ગાળાની દવાની જરૂર પડી શકે છે. ઘણા દર્દીઓ એવા છે જે વર્ષોથી એન્ટાસિડ દવાઓ લઈ રહ્યા છે. એન્ડોસ્કોપી અને pH સ્ટડી સહિત યોગ્ય પરીક્ષણ, તમને લાંબા ગાળાની દવાઓની જરૂર પડશે કે નહીં તે નક્કી કરવામાં મદદ કરી શકે છે. આવા ઘણા દર્દીઓ માટે, લેપ્રોસ્કોપિક સર્જરી વધુ પસંદગીનો સારવાર વિકલ્પ હોઈ શકે છે.
GERDના કેટલાક દર્દીઓને LES વાલ્વ નબળો પડવો અને હાયટસ હર્નિયા જેવી ગંભીર યાંત્રિક સમસ્યાઓ હોય છે. યાંત્રિક સમસ્યાને કારણે, કાં તો તેઓ PPI એન્ટાસિડ દવાઓ પર નિર્ભર છે અથવા તેઓ દવાઓ સાથે પણ તકલીફોનો સામનો કરી રહ્યા છે. આવા દર્દીઓ માટે, હાયટસ હર્નીયાને રીપેર કરવાં અને નવો વાલ્વ બનાવવા માટે લેપ્રોસ્કોપિક સર્જરી એક આદર્શ વિકલ્પ છે. સંપૂર્ણ તપાસ પછી કરવામાં આવેલી આ સર્જરી ઉત્તમ પરિણામો આપે છે. આનાથી જીવનની ગુણવત્તા સુધરે છે અને એન્ટાસિડ દવાઓની જરૂરિયાત ઓછી થાય છે. આ સર્જરી અલબત્ત, ખૂબ જ વિશિષ્ઠ સર્જરી છે અને તે મેનોમેટ્રી અને pH અભ્યાસ જેવા પરીક્ષણો પછી થવી જોઈએ, અને તે એવા સર્જન દ્વારા થવી જોઈએ જેની પાસે જરૂરી કુશળતા અને જ્ઞાન હોય.
તમારી સ્વાસ્થ્ય યાત્રા તમારી વ્યક્તિગત યાત્રા છે. ભલે તમે GERD/એસિડ રિફ્લક્સ, અને /અથવા IBSથી પરેશાન હોવ, યોગ્ય તબીબી અભિગમ ઘણો બધો ફરક લાવી શકે છે. ડૉ. ચિરાગનો અભિગમ દર્દીને સમજ આપવી, ચોકસાઈ અને સહાનુભૂતિપૂર્વકની સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
જો તમે અમદાવાદમાં શ્રેષ્ઠ GERD, હાયટસ હર્નીયા, એસિડ રિફ્લક્સ, IBS કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ નિષ્ણાત ડૉક્ટરની શોધ કરી રહ્યાં છો, તો એવા નિષ્ણાતની શોધ કરો કે જે દર્દી-પ્રથમ અભિગમ સાથે પોતાની તબીબી કુશળતાને જોડે. હર્નીયાથી રિકવર થવાનો તમારો માર્ગ તમારા સારવારના વિકલ્પોને સમજવા અને વિશ્વાસુ તબીબ સાથે કામ કરવાથી શરૂ થાય છે. તે માટે અમારો સંપર્ક કરો. માર્ગદર્શન માટે અમને સંપર્ક કરો.
તમે ડૉ. ચિરાગ ઠક્કર સાથે વિડીયો કન્સલ્ટેશન બુક કરાવી શકો છો. એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવા માટે, +91-8156078064 અથવા +91-8469327630 પર કૉલ કરો.
કન્સલ્ટેશન માટે એડ્રોઇટ સેન્ટર ફોર ડાયજેસ્ટિવ અને ઓબેસિટી સર્જરીની મુલાકાત લો.
અમારી સાથે જોડાયેલા રહેવા માટે કૃપા કરીને અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
ADROIT એ GERDની સારવાર માટેના થોડા કેન્દ્રોમાંનું એક છે જ્યાં GERD સારવાર માટે દરેક સુવિધા એક જ છત નીચે ઉપલબ્ધ છે. જ્યાં એન્ડોસ્કોપી, ઈસોફેજીઅલ મેનોમેટ્રી, 24 કલાક pH વિથ ઇમ્પિડન્સ સ્ટડી સહિત દરેક મૂલ્યાંકન ટેસ્ટ માટેની સુવિધાઓ ઉપલબ્ધ છે અને જ્યાં સારવારમાં માત્ર સર્જરી જ નહીં પરંતુ લાંબા ગાળાના નિયમિત ફોલો-અપ સાથે ડાયેટ અને મનોવૈજ્ઞાનિક સહાયનો પણ સમાવેશ થાય છે, જેના પરિણામે અમારા દર્દીઓ માટે શ્રેષ્ઠ લાંબા ગાળાના પરિણામો પ્રાપ્ત થાય છે.
ડૉ ચિરાગ ઠક્કર એક ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ સર્જન છે. તેઓ છેલ્લા 18 વર્ષથી ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ અને વજન ઘટાડવાની બેરિયાટ્રિક અને મેટાબોલિક સર્જરી કરી રહ્યા છે. તેમના રસ અને કુશળતાના મુખ્ય ક્ષેત્રો GERD, હાયટસ હર્નીયા, એસિડ રિફ્લક્સ, હાર્ટબર્ન અને મેદસ્વિતા માટેની સર્જરી છે. જટિલ અને વારંવાર થતા હર્નિયાના કિસ્સામાં પણ લેપ્રોસ્કોપિક હર્નિયા સર્જરી દર્દીઓને ઓછામાં ઓછા દુખાવા સાથે ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરે છે અને સર્જરી પછી શ્રેષ્ઠ કાર્યાત્મક પરિણામો આપે છે. તેમને પિત્તાશયની પથરી દૂર કરવા માટે લેપ્રોસ્કોપિક સર્જરીનો પણ બહોળો અનુભવ છે.
Dr Chirag Thakkar
Senior Gastrointestinal and Bariatric surgeon
GERD and Esophageal Motility Expert
Hernia Surgery Specialist
Founder Director of ADROIT Centre for Digestive and Obesity Surgery