અનુક્રમણિકા:
હાયટસ હર્નીયા/GERD સર્જરી પછી શરૂઆતની રિકવરી
હાયટસ હર્નીયા અને GERD માટેની સર્જરી પછી શરૂઆતના સમય માટે પ્રવૃત્તિઓ પરના પ્રતિબંધો
આપણે આપણું કામ ક્યારે ફરી શરૂ કરી શકીએ?
હું કાર, ટુ વ્હીલર, સાયકલ ચલાવવાનું ક્યારે શરૂ કરી શકું?
સર્જરી પછી હું લાંબા અંતરની મુસાફરી ક્યારે કરી શકું?
હાયટસ હર્નીયા, GERD સર્જરી પછી જાતીય પ્રવૃત્તિ:
હાયટસ હર્નીયા અને GERD સર્જરી પછી રમતગમત અને સખત કસરત
અમારા દર્દીઓના અનુભવો તેમના જ શબ્દોમાં સાંભળો
લેપ્રોસ્કોપિક ફંડોપ્લીકેશન સર્જરી એ હાયટસ હર્નીયા અને GERD માટે એકદમ આદર્શ સારવાર છે. જે દર્દીઓએ એસિડ રિફ્લક્સ માટે લેપ્રોસ્કોપિક ફંડોપ્લિકેશન સર્જરી કરાવી છે, અથવા આ સર્જરી કરાવવાનું વિચારી રહ્યા છે, તેઓને ઘણીવાર સર્જરીમાંથી રિકવર થવા અંગે કેટલીક ચિંતાઓ હોય છે. તેઓ આ સર્જરી પછીની કરી શકાતી પ્રવૃત્તિયો અને વ્યાયામ સંબંધી પાબંધીઓ વિશે પણ જાણવા આતુર છે.
સર્જરી પછી આપણી નિયમિત પ્રવૃત્તિઓ આપણે ફરી ક્યારે શરૂ કરી શકીએ? સર્જરી પછી આપણે ક્યા પ્રકારની કસરત કરી શકીએ? શું આપણે સર્જરી પછી વધુ તાકાતવાળી જિમની કસરત અને યોગ કરી શકીએ? આપણે ક્યારે જાતીય પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી શકીએ? શું આ સર્જરીને કારણે કેટલીક પ્રવૃતિઓ પર કાયમી અથવા આજીવન પ્રતિબંધો હશે? આ બધી ખૂબ જ સાચી અને મહત્વપૂર્ણ ચિંતાઓ છે અને આ લેખમાં તેમની આ ચિંતાઓ વિષે જ વાત કરવામાં આવી છે.
હવે GERD/એસિડ રિફ્લક્સની સમસ્યાનો કાયમી ઉપાય માટે સર્જરી પણ એક સકારાત્મક વિકલ્પ બની શકે છે. અમે દર્દીઓને તમામ સાચી માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવીને તેમના મનોબળને મજબૂત કરવામાં દૃઢપણે વિશ્વાસ રાખીએ છીએ, જેથી કરીને તેઓ તેમની પાચન સંબંધી સમસ્યાઓ અંગે જાણકારીથી ભરેલો અને સમજપૂર્વકનો નિર્ણય લઈ શકે.
આ સર્જરી લેપ્રોસ્કોપિક પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે અને તેથી સર્જરી પછીનો દુખાવો નહિવત્ હોય છે. અમારા બધા દર્દીઓ સર્જરીના થોડા જ કલાકોમાં પથારીમાંથી બહાર હોય છે. આપણા મોટાભાગના દર્દીઓને સર્જરી પછી કોઈપણ ઇન્જેક્શન દવાઓ(પેઇનકિલર્સ સહિત)ની જરૂર હોતી નથી. સર્જરીના થોડા કલાકો પછી એકવાર તેમને મોઢેથી પ્રવાહી આપવાની છૂટ અપાય એટલે મોઢેથી દવાઓ શરૂ કરવામાં આવે છે. નરમ આહાર પણ તે જ દિવસે ટૂંક સમયમાં શરૂ થાય છે.
ભલે થોડી પીડા હોય અને તેમને પીડાની દવાઓની જરૂર હોય, પણ સર્જરીના દિવસથી જ ચાલવા, ફરવા અથવા સીડી ચડવા પર કોઈ પ્રતિબંધ નથી. તેના બદલે, અમે અમારા દર્દીઓને વધુ હરવા-ફરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ, કારણ કે આનાથી રિકવરી ઝડપી થશે. અમારા લગભગ તમામ દર્દીઓને સર્જરીના બીજા દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે. અને તે બધા ડિસ્ચાર્જ સમયે એકંદરે આરામદાયક, પીડારહિત, પોતાની જાતે ફરતા, નરમ ખોરાક લેતા હોય છે. સર્જરીના બીજા દિવસથી યોગ્ય સાવચેતી સાથે ચાલવું, સીડી ચડવું, અને કાર,ઓટો અથવા બસ દ્વારા શહેરની અંદર મુસાફરી સુરક્ષિત રીતે કરી શકાય છે.
ઘરે પાછા ફર્યા પછી, જયારે આરામદાયક લાગે એટલે થોડા દિવસોથી એક અઠવાડિયાની અંદર અન્ય તમામ નિયમિત ઘરેલું અને ઓફિસની પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી શકાય છે. કાર, બસ, ટ્રેન અથવા ફ્લાઇટ દ્વારા શહેરની બહારની મુસાફરી તમારા સર્જનની પરવાનગી અને યોગ્ય સાવચેતી સાથે થોડા દિવસો પછી કરી શકાય છે.
આ સર્જરીમાં, હાયટસના સ્નાયુઓને ટાંકા વડે રીપેર કરવામાં આવે છે, એટલે કે, હાયટસ હર્નીયાને રીપેર કરવામાં આવે છે. GERD/ હાયેટ્સ હર્નિયા/એસિડ રિફ્લક્સ સર્જરી પહેલાં, દરમ્યાન, તથા પછી શું થાય છે તે વિષે સંપૂર્ણ માહિતી સાથે દર્દીઓને સમજવું જરૂરી છે, જેથી તેઓ સર્જરીના પ્રોસેસ વિશે સંપૂર્ણ માહિતગાર થઈ શકે.
શરૂઆતના થોડા મહિનાઓ સુધી ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ડાયાફ્રામના સ્નાયુના તે રીપેર કરેલાં ભાગ પર વધુ પડતા દબાણ અને ખેંચાણને ટાળવામાં આવે. સર્જરી પછી ટાંકાવાળી જગ્યા પર હાયટસ સ્નાયુઓને સંપૂર્ણ રૂઝ આવતા અને ફરીથી મજબૂતાઈ પ્રાપ્ત કરવામાં થોડા મહિના લાગે છે અને ત્યાં સુધી આપણે અમુક પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ.
સર્જરી પછી 3 મહિના સુધી એવી બધી પ્રવૃત્તિઓ અને કસરતો ટાળવાની જરૂર છે કે જે તમારા પેટમાં દબાણ વધારે છે અને તમારા ડાયાફ્રામના સ્નાયુ પર ખેંચાણ કરે.આમ, સખત વ્યાયામ, હેવી વેઇટ લિફ્ટિંગ, મસલ્સ બિલ્ડીંગ, અને ટોનિંગ માટેની કસરતો અને વિવિધ યોગાસન અને યોગમુદ્રા પ્રથમ 3 મહિના સુધી ન કરવા જોઈએ. શરૂઆતના 3 મહિના સુધી સૂર્યનમસ્કાર પણ ટાળવો જોઈએ. રોજબરોજની પ્રવૃત્તિ અથવા કામ દરમિયાન 5 કિલોથી વધુ વજન ઉઠાવવાનું પણ ટાળવું જોઈએ. શરૂઆતના થોડા મહિનાઓ સુધી તમારા પેટ પર સૂવાનું એટલે કે ઊંધા સુવાનું ટાળવું જોઈએ.
અમે અમારા બધા દર્દીઓને સર્જરી પછી ઊંડા શ્વાસ લેવાની કસરત અથવા ધ્યાન અથવા પ્રાણાયામ કરવાની સલાહ આપીએ છીએ, કારણ કે તેનાથી રિકવરી સારી થાય છે. પરંતુ અમે તેમને કપાલભાતી અથવા અનુલોમ વિલોમ જેવા પ્રાણાયામ ન કરવા સૂચના આપીએ છીએ, કારણ કે આ પ્રાણાયામમાં ડાયાફ્રામનું જોરથી અને આંચકા સાથે સંકોચન અને હલનચલન થાય છે.
દર્દીઓને શરૂઆતના એક મહિના સુધી ટુ-વ્હીલર ન ચલાવવાની પણ સલાહ આપવામાં આવે છે. અને રોડ પર ટ્રાફિકમાં અકસ્માત ન થાય તે માટે અત્યંત સાવચેત રહેવું, કારણ કે તે કરેલા હાઈટસ રિપેરમાં સમસ્યા ઊભી કરી શકે છે. શરૂઆતના દિવસોમાં મુસાફરી કરતી વખતે આંચકા અને બમ્પ ટાળવા માટે પણ ખાસ કાળજી લેવી જોઈએ.
આ પ્રતિબંધો કામચલાઉ છે, માત્ર થોડા મહિનાઓ માટેજ તેથી, તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી . તમારા સર્જનની પરવાનગી સાથે 3 મહિના પછી, તમે આ પ્રવૃત્તિઓ ધીમે ધીમે ફરી શરૂ કરી શકો છો. આ સર્જરી પછી આજીવન કોઈ પ્રવૃત્તિ પર પ્રતિબંધ નથી.
મોટાભાગનું કામ એક અઠવાડિયાથી 10 દિવસની અંદર સુરક્ષિત રીતે ફરી શરૂકરી શકાય છે. જેમનું કામ સંપૂર્ણ ટેબલ વર્ક અથવા ઑફિસનું કામ હોય, કામ પર જવા માટે ઓછી મુસાફરી હોય તેઓ સર્જરી પછીના બે દિવસમાં ફરીથી કામ શરૂ કરી શકે છે. જેઓનું કામ થોડું સખત પ્રવૃત્તિવાળું હોય, જેમ કે લાંબા સમય સુધી ઊભા રહેવું અથવા મશીન ચલાવવું, અથવા જેમને કામ માટે નોંધપાત્ર મુસાફરીની જરૂર હોય, તેઓ સર્જરીના એક અઠવાડિયા પછી ફરીથી કામ શરૂ કરી શકે છે. જેઓનું કામ સખ્ત મહેનતવાળું હોય જેમકે ખેતરકામ અથવા સુથારીકામ અથવા જેમને કામમાં વજન ઉપાડવાની જરૂર હોય તેઓએ સર્જરી પછી 3 મહિના સુધી આ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં વિલંબ કરવો પડશે. તેઓ શરૂઆતના બે મહિનાઓ માટે ઓછા સખત, ઓછી મહેનતવાળા કામથી શરૂ કરીને થોડાં વહેલા કામ ફરી શરૂ કરી શકે છે. અને પછી 3 મહિના પછી તેમના કામની તીવ્રતા વધારી શકે છે.
સર્જરીના 1-2 અઠવાડિયા પછી જો તમે આરામ અનુભવતા હોય, તો તમે કાર ચલાવવાનું શરૂ કરી શકો છો. પરંતુ, તમારે એ ખાતરી કરવી જોઈએ કે તમે સલામત રીતે વાહન ચલાવી રહ્યા છો, નાના અકસ્માતો અને આંચકા ખાવાથી પણ દૂર રહો. તમારે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે તમારી પીડા અથવા અસ્વસ્થતાને કારણે અકસ્માત ન થવો જોઈએ. તમારે ફક્ત ત્યારે જ વાહન ચલાવવું જોઈએ જયારે તમને એકદમ આરામ લાગતો હોય, અને શક્ય હોય ત્યાં સુધી ખૂબ લાંબી મુસાફરી ટાળવી જોઈએ.
બાઇક ચલાવવા બાબતે વધુ સાવધાની રાખવાની જરૂર છે. હાયટસ હર્નીયાની સર્જરી પછી દર્દીઓએ લગભગ એક મહિના સુધી મોટરસાઇકલ ચલાવવાનું ટાળવું જોઈએ. જો કે, મોટરબાઈક ચલાવતી વ્યક્તિ સાથે સહ-મુસાફર તરીકે મુસાફરી યોગ્ય કાળજી સાથે કરી શકાય છે. એક મહિના પછી દર્દીઓ મોટરસાઇકલ ચલાવવાનું શરૂ કરી શકે છે. પરંતુ, તેમ છતાંય, અમે સર્જરી પછીના 3 મહિના સુધી ટુ-વ્હીલરના ડ્રાઇવિંગને ટાળવાની સલાહ આપીએ છીએ.અને આંચકા અને અકસ્માતો ટાળવા માટે ટુ વ્હીલર ચલાવતી વખતે ખૂબ કાળજી રાખવી.
ઓટોમાં મુસાફરી અકસ્માત અને ધક્કાથી બચવા માટેની સાવધાની સાથે કરી શકાય છે. ટ્રેન અથવા બસની મુસાફરી અથવા કારની મુસાફરી થોડા દિવસોમાં સુરક્ષિત રીતે કરી શકાય છે. ટૂંકી ફ્લાઇટની મુસાફરી પણ આ જ રીતે થોડાં દિવસોમાં સુરક્ષિત રીતે કરી શકાય છે. જો કે અમે સલાહ આપીએ છીએ કે રોડ ટ્રાવેલથી ખૂબ લાંબી મુસાફરી, ખાસ કરીને વેકેશનમાં ઘણા દિવસો સુધી સતત મુસાફરી કરવી સર્જરીના શરૂઆતના મહિનાઓમાં ટાળવી જોઈએ.
દર્દીને જયારે આરામ લાગે પછી થોડા અઠવાડિયામાં જાતીય પ્રવૃત્તિ ફરી શરૂ કરી શકાય છે. જોકે, શરૂઆતના બે મહિનામાં વ્યક્તિએ સૌમ્ય બનવાની જરૂર છે. એ કાળજી પણ રાખવી જરૂરી છે કે તમારા પેટના ઉપરના ભાગ પર વધુ પડતું દબાણ અથવા વજન ના આવવું જોઈએ.
સર્જરીના થોડાક જ દિવસોમાં તમે ઇચ્છો તેટલું વૉકિંગ કરી શકાય છે. સર્જરીના એક મહિના પછી હળવા જોગિંગ, સાયકલિંગ અને સ્વિમિંગ ફરી શરૂ કરી શકાય છે. લેપ્રોસ્કોપિક ફંડોપ્લીકેશન સર્જરી પછી, યોગ સ્ટ્રેચ, સૂર્ય નમસ્કાર અને રમતગમત જેવી સાધારણ સખત કસરતો સર્જરીના 3 મહિના પછી ફરી શરૂ કરી શકાય છે. આ એટલા માટે છે કારણ કે અમે હીલિંગના સમયગાળા દરમિયાન પેટના મુખ્ય સ્નાયુઓ(core muscles) પર તાણ-ખેંચાણ ટાળવા માંગીએ છીએ.
હર્નીયાના મોટાભાગના દર્દીઓ સર્જરી પછી 5-6 મહિના પછી સખત કસરત અને વેઇટ લિફ્ટિંગ કરી શકે છે. ફૂટબોલ, ટેનિસ અને ક્રિકેટ જેવી આક્રમક અને ખેલાડીઓના અથડાવાની શક્યતા હોય તેવી રમતો પણ સર્જરીના શરૂઆતના 3-4 મહિના સુધી ટાળવી જોઈએ. સામાન્ય રીતે, મોટાભાગના દર્દીઓ કે જેમને ઘણા વર્ષોથી GERD અને હાયટસ હર્નીયાની સમસ્યા હોય છે તેઓ સર્જરી પહેલા આ બધી કસરતો કરતા હોવાની શક્યતા ઓછી હોય છે. અને તેથી સર્જરી પછી શરૂઆતના થોડા મહિનાઓ માટે ભારે વજન ઉપાડવાનું ટાળવા અંગે ચિંતા કરવાની રહેતી નથી.
પરંતુ હંમેશા ફરીથી પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે, તમારા સર્જન સાથે તેની ચર્ચા કરવી વધુ સારું છે. અને જ્યારે તમે સર્જરી પછી આ રમતો અથવા કસરતો શરૂ કરો છો, ત્યારે તે હંમેશા ધીમી અને ક્રમિક રીતે થવી જોઈએ. લાંબા સમય સુધી કસરત કરી ના હોય અને પછી અચાનક,આક્રમક કસરત શરૂ કરવાથી વિવિધ પ્રકારની સ્નાયુઓની ઇજાઓ થઈ શકે છે જે તમને આ પ્રવૃત્તિઓમાં સરળતાથી પાછા આવવામાં અવરોધ કરશે.
આશા છે કે, આ આર્ટિકલ લેપ્રોસ્કોપિક નિસેન ફંડોપ્લીકેશન સર્જરી કે જે એસિડ રિફ્લક્સ, GERD અથવા હાયટસ હર્નીયા માટે સર્જરી છે, તે પછીની પ્રવૃત્તિઓ અને કસરત સંબંધિત તમારી ચિંતાઓનો ઉકેલ આપશે. પરંતુ, તમારે એ સમજવાની જરૂર છે કે, આવી સર્જરી કરાવતા તમામ દર્દીઓ માટેની આ કોમન સલાહ છે. અને હું ભારપૂર્વક સલાહ આપું છું કે જો ઉપરોક્ત સલાહમાં કોઈ ફેરફાર કરવાની જરૂર હોય તો તમારે તમારા સર્જન સાથે આ અંગે ચર્ચા કરવી જોઈએ, તે હાયટસ હર્નીયાના કદ, તમારા સ્નાયુઓની મજબૂતાઈ, તમારા કેસમાં સર્જિકલ વિગતો અને તમારી અન્ય તબીબી સમસ્યાઓના આધારે તમને સલાહ આપશે .
તમે ડૉ. ચિરાગ ઠક્કર સાથે વિડીયો કન્સલ્ટેશન બુક કરાવી શકો છો. એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવા માટે, +91-8156078064 અથવા +91-8469327630 પર કૉલ કરો.
અમારી સાથે જોડાયેલા રહેવા માટે કૃપા કરીને અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
ADROIT એ GERDની સારવાર માટેના થોડા કેન્દ્રોમાંનું એક છે જ્યાં GERD સારવાર માટે દરેક સુવિધા એક જ છત નીચે ઉપલબ્ધ છે. જ્યાં એન્ડોસ્કોપી, ઈસોફેજીઅલ મેનોમેટ્રી, 24 કલાક pH વિથ ઇમ્પિડન્સ સ્ટડી સહિત દરેક મૂલ્યાંકન ટેસ્ટ માટેની સુવિધાઓ ઉપલબ્ધ છે અને જ્યાં સારવારમાં માત્ર સર્જરી જ નહીં પરંતુ લાંબા ગાળાના નિયમિત ફોલો-અપ સાથે ડાયેટ અને મનોવૈજ્ઞાનિક સહાયનો પણ સમાવેશ થાય છે, જેના પરિણામે અમારા દર્દીઓ માટે શ્રેષ્ઠ લાંબા ગાળાના પરિણામો પ્રાપ્ત થાય છે.
ચિરાગ ઠક્કર એક ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સર્જન છે. તેઓ છેલ્લા 18 વર્ષથી ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ અને વજન ઘટાડવાની બેરિયાટ્રિક અને મેટાબોલિક સર્જરી કરી રહ્યા છે. તેમના રસ અને કુશળતાના મુખ્ય ક્ષેત્રો GERD, હાયટસ હર્નીયા, એસિડ રિફ્લક્સ, હાર્ટબર્ન અને મેદસ્વિતા માટેની સર્જરી છે. જટિલ અને વારંવાર થતા હર્નિયાના કિસ્સામાં પણ લેપ્રોસ્કોપિક હર્નિયા સર્જરી દર્દીઓને ઓછામાં ઓછા દુખાવા સાથે ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરે છે અને સર્જરી પછી શ્રેષ્ઠ કાર્યાત્મક પરિણામો આપે છે. તેમને પિત્તાશયમાંથી પથરી દૂર કરવા માટે લેપ્રોસ્કોપિક સર્જરીનો પણ બહોળો અનુભવ છે.
IMAGE
Best Hiatus hernia surgeon
Dr Chirag Thakkar
Senior Gastrointestinal and Bariatric surgeon
GERD and Esophageal Motility Expert
Hernia Surgery Specialist
Founder Director of ADROIT Centre for Digestive and Obesity Surgery
Best Hiatus hernia surgeon
Best Hiatus Hernia surgeon
Dr Chirag Thakkar
Senior Gastrointestinal and Bariatric surgeon
GERD and Esophageal motility expert
Hernia surgery specialist
Founder Director of ADROIT centre for Digestive and Obesity surgery