8156078064
8469327630 SCHEDULE A CONSULTATION
Dr.Chirag Thakkar
GERD and Acid Reflux

GERD/ હાયેટ્સ હર્નિયા/એસિડ રિફ્લક્સ સર્જરી: સર્જરી પહેલાં, દરમ્યાન, તથા પછી શું થાય છે તે જાણો

GERD અને એસિડ રિફ્લક્સ દરેક ઉંમરની વ્યક્તિઓને અસર કરતી એક ખુબ જ સામાન્ય સમસ્યા છે. હાલની પશ્ચિમી જીવનશૈલીના અનુકરણને લીધે પણ આ સમસ્યા વધી રહી છે. મોટાભાગના દર્દીઓમાં દવાની સાથે-સાથે આહાર અને જીવનશૈલીમાં ફેરફાર જરૂરી હોય છે. આ બધું જ કરવાં છતાં અંતે કેટલાક દર્દીઓને સર્જરી કરાવવાની જરૂરત રહે છે. હાયેટ્સ હર્નિયા હોવું તે એક મહત્વપૂર્ણ કારણ છે, કે જેના લીધે એસિડ રીફ્લક્સના દર્દીઓમાં સર્જરી કરાવવી જરૂરી બને છે. આવા GERD/ હાયેટ્સ હર્નિયા/ એસિડ રીફ્લક્સની સર્જરીની જરૂરત હોય તેવા દરેક દર્દીઓ માટે, અહીં, સર્જરીની સંપૂર્ણ પ્રક્રિયાને સમજવામાં મદદ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આશા રાખું છું કે આ તેમને ચિંતા ઓછી કરવામાં અને સર્જરી માટે યોગ્ય તૈયારી કરવામાં મદદ કરશે.

GERD/હાયેટ્સ હર્નીયા/એસિડ રિફ્લક્સ સર્જરી માટે આગળ વધવાનો અંતિમ નિર્ણય

એવા દરેક દર્દીઓ કે જેના માટે એસિડ રીફ્લક્સની સર્જરી જરૂરી લગતી હોય, તેવા દરેકને માટે  ઇસોફેજિયલ મેનોમેટ્રી અને 24 hr pH  સ્ટડી કરાવવાનું આયોજન કરવામાં આવે છે. તમારી અન્નનળી તથા તેના નીચલા છેડે આવેલ ઇસોફેજિયલ સ્ફિન્ક્ટર(LES વાલ્વ)ની કામગીરી સંબધીત સંપૂર્ણ માહીતી જાણવા માટે આ તપાસ ખુબ જરૂરી છે. તે GERD ના નિદાનની પણ પુષ્ટિ કરશે, તેની તીવ્રતા વિષે વિગતવાર જણાવશે. આમ, તે આપણને સર્જરીના પરિણામ વિષે ખાતરી આપશે. આ ટેસ્ટના આધારે સર્જરીમાં પણ જરૂરી ફેરફાર કરવામાં આવે છે જેથી તમને સર્જરી પછી  શ્રેષ્ઠ પરિણામ મળી શકે.

એકવાર આ ટેસ્ટ થઈ જાય પછી સર્જન તમારી સાથે તેના પરિણામ વિષે વિગતવાર ચર્ચા કરશે. તે સર્જરી માટે આગળ વધવું કે સારવારમાં કોઈ ફેરફાર કરવો તે અંગે પોતાનો અભિપ્રાય આપશે. તે સર્જરીના પરિણામ, સર્જરી પછી દવાઓની જરૂરિયાત અને સર્જરી પછીના શરૂઆતના તબક્કામાં આહાર લેવામાં થતી સંભવિત મુશ્કેલીઓ વિશે વાત કરશે. અંતે, તમારે અને તમારા સર્જને સર્જરી વિષે સંયુક્ત નિર્ણય લેવાનો  રહેશે. GERD અને હાયટ્સ હર્નિયાની સર્જરીને લેપ્રોસ્કોપીક ફન્ડોપ્લાયકેસન સર્જરી કહે છે.

GERDની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થતાં પહેલાંની તૈયારીઓ

 એકવાર તમારી લેપ્રોસ્કોપિક ફન્ડોપ્લાયકેસન સર્જરી, તેની તારીખ અને સમય અંગે નિર્ણય લેવાઈ જાય, સર્જિકલ ટીમ સર્જરીનો સમય નક્કી કરવા માટે ઓપરેશન થિયેટર ઇન્ચાર્જનો સંપર્ક કરે છે. OT  ઇન્ચાર્જ સર્જરીની તારીખ અને સમય અંગે એનેસ્થેટીસ્ટ ડોક્ટરને પણ અપ-ડેટ કરે છે. સર્જન પણ સર્જરીનો શું પ્લાન છે, સર્જરી દરમ્યાન શું જરૂરી છે તેના વિષે ચર્ચા કરવા માટે એનેસ્થેટિસ્ટ સાથે વાત કરશે. આ સમયે એનેસ્થેટિસ્ટ પણ એ જાણવા માંગશે કે દર્દીને  કોઈ બીમારી છે કે નહીં, કોઈ દવા ચાલુ છે કે નહીં. સર્જરી પહેલાં ફરીથી તે બીમારીને લગતી કોઈ તપાસ જરૂરી છે કે નહીં, અને દવાઓમાં કોઈ ફેરફાર કરવાની જરૂર છે કે નહીં. જો આવી સ્થિતિ હોય તો, આવી પરિસ્થિતિમાં તમારાં સર્જન તમને આ બધું કરવાની સલાહ આપશે અને જરૂર પડ્યે સર્જરીમાં વિલંબ કરવો પડી શકે છે.

OT ઇન્ચાર્જ  એ વાતની ખાતરી કરશે કે સર્જરી પહેલાં દરેક સાધનો યોગ્ય રીતે સ્ટરીલાઈઝ  કરાયા છે, દરેક સાધન યોગ્ય રીતે કામ કરી રહ્યા છે અને સર્જરી દરમ્યાન જરૂરી બધી જ સામગ્રી OT માં ઉપલબ્ધ છે.

હાયટ્સ હર્નિયાની સર્જરી માટે હોસ્પિટલમાં એડમિટ થયા પછી શું થાય છે

એકવાર તમે હોસ્પિટલમાં એડમિટ થઇ જાવ છો, પછી ફરજ પર હાજર ડોક્ટર તમારી બધી જ તપાસના પરિણામો તપાસશે અને તમારા સર્જનના સૂચનોનો અમલ કરશે. ડોક્ટર એની પણ ખાતરી કરશે કે તમે સર્જરીના નિર્ધારિત સમયના 6 કલાક પહેલાંથી ખોરાક અને પાણી ન લીધું હોય. ત્યાર પછી તે તમારા સર્જન સાથે વાત કરશે અને તેમને તમારા એડમિટ થવા અંગે તથા તમારી અગાઉની તમામ તપાસ વિષે જણાવશે. તે તમારા સર્જનને તમારા એ સમયના બોડી ટેમ્પરેચર, પલ્સ, બ્લડ પ્રેસર, સુગર વિષે પણ જણાવશે. તમારા સર્જનની સૂચના મુજબ, ડ્યુટી પર હાજર ડોક્ટર ECG, બ્લડ ટેસ્ટ, તથા X-RAY જેવી બાકીની તપાસ પુરી કરશે.

એનેસ્થેટિસ્ટ ડોક્ટરને પણ તમારા હોસ્પિટલમાં એડમિટ થવા વિષે, તમારા આગળના તથા નવા તપાસના રિપોર્ટ્સ વિષે જણાવવામાં આવશે. શરીરના સર્જરી કરવાના ભાગને શેવિંગ કરીને સર્જરી માટે તૈયાર કરવામાં આવે છે. આ સમયે સર્જરી માટે તમારી સહમતી  લેવા માટે Consent  ફોર્મ પર તમારી સહી લેવામાં આવશે. આ બધું કરતી વખતે, ફરજ પર હાજર ડોક્ટર તમારી તથા તમારા  સંબંધીઓની ચિંતા ઓછી કરી હિંમત આપવાનો પ્રયત્ન કરશે. હોસ્પિટલમાં દરેક વ્યક્તિ તમારી, સર્જરી પહેલાંની તમારી ચિંતાથી વાકેફ છે. અને તમને ચિંતામુક્ત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.

Related Posts

એનેસ્થેસિયા આપતાં પહેલાં ઓપરેશન થિયેટરમાં GERD સર્જરીમાં શું થાય છે

રિકવરી રૂમમાં

સર્જરીના નિયત સમયથી 10-15 મિનિટ પહેલાં તમને OT ના રિકવરી રૂમમાં શિફ્ટ કરવામાં આવે છે. ફરીથી નર્સીંગ સ્ટાફ તમારી તમામ તપાસના રિપોર્ટને તપાસશે. તેઓ ફરીથી બધી તૈયારી યોગ્ય રીતે થઈ છે તેની ખાતરી કરશે. તમારા સર્જન અથવા એનેસ્થેટિસ્ટ અથવા બન્ને આવશે અને તમને મળશે ખાસ તો તમારી ચિંતા દૂર કરવાનાં ઉદેશ્યથી. છેલ્લે, ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરતાં પહેલાં તમને પેશાબ કરવા માટે વોશ-રૂમ જવાનું કહેવામાં આવશે.

ઓપરેશન થિયેટરની અંદર

જયારે તમે ઓપરેશન થિયેટરમાં દાખલ થાવ છો ત્યારે OT ના કેટલાંક સ્ટાફને વિવિધ સાધનો તૈયાર કરતાં જોઈ શકશો. તમને OT  ટેબલ પર સુવડાવવામાં આવશે. દવાઓને શરીરમાં દાખલ કરવા માટે એક ઇન્ટ્રાવીનસ લાઈન(IV line) તમારા હાથમાં લગાવવામાં આવશે. આ ઉપરાંત, ECG lead, બ્લડ પ્રેસર કફ, અને પલ્સ ઓક્સિજન સેન્સર પણ લગાવવામાં આવે છે. તેઓ આખી સર્જરી દરમ્યાન તમારી પલ્સ, બીપી, ઓક્સિજન લેવલ અને હ્ર્દયની ગતિવિધિ પર નજર રાખશે. આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન એનેસ્થેટિસ્ટ ડોક્ટર, OT સ્ટાફ અને સર્જન આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તમારી સાથે વાત કરતાં રહેશે જેથી આ બધું તમને  ડરામણુ  ન લાગે.

એકવાર આ બધી તૈયારીઓ થઈ જાય, ત્યારે એનેસ્થેટિસ્ટ ડોક્ટર તમારાં ચહેરા પર માસ્ક લગાવશે અને તમને માસ્કથી શ્વાશ લેવાનું કહેશે. આ માસ્કથી એનેસ્થેટિક ગેસ આવશે જેનાથી તમને થોડી ઊંઘ આવવા લાગશે. ત્યારબાદ ગાઢ નિદ્રામાં લઈ જવા માટેની દવાઓ તમને IV line દ્વારા આપવામાં આવશે.  જયારે તમે એકદમ ગાઢ ઊંઘમાં ચાલ્યા જાવ, ત્યારે એનેસ્થેટિસ્ટ ડોક્ટર તમારાં મોં દ્વારા એક ટ્યુબને તમારી શ્વાસનળીમાં રાખી દેશે. સમગ્ર સર્જરી દરમ્યાન આ ટ્યુબ અને એક વેન્ટિલેટર દ્વારા તમે શ્વાસ લેતા રહેશો. એનેસ્થેટિસ્ટ ડોક્ટર તમારી ઊંઘ અને શ્વાસની ઊંડાઈને નિંયત્રિત રાખશે, તથા મોનિટર પર પોતાની સતર્ક નજર રાખશે. મોનિટર તમારાં પલ્સ, BP, ઓક્સિજન લેવલ, અને હ્ર્દયની ગતિને દર્શાવે છે. તો હવે તમારો આરામ કરવાનો અને ઊંઘવાનો સમય છે. સર્જરી પૂર્ણ થયા પછી, એનેસ્થેટિસ્ટ તમને ધીરે-ધીરે પાછાં ભાનમાં લાવશે.

તમારી GERD ની સર્જરી કરવાવાળી ટીમને ઓળખો

તમારી સર્જરી માત્ર તમારા સર્જન દ્વારા કરવામાં નથી આવતી. સર્જરી દરમ્યાન  ટીમ કાર્યરત હોય છે. દરેક સર્જરી, ટીમના કેટલાંય સભ્યો દ્વારા કરવામાં આવતા કેટલાંય કાર્યોનું એક જટિલ સંયોજન છે, પછી ભલે તે એક નાની અમથી સામાન્ય સર્જરી પણ કેમ ન હોય. લેપ્રોસ્કોપિક સર્જરી પછી એકદમ ઓછી  પીડા અને ખુબ ઝડપથી થતી રિકવરીને કારણે આ પ્રક્રિયા ખુબ સરળ લાગતી હોય છે, પરંતુ, હકીકતમાં એવું નથી.

સર્જરી દરમ્યાન, OTમાં, સર્જરીને સફળ બનાવવાં માટે 6-7 વ્યક્તિઓ સક્રિયરીતે કાર્ય કરતાં હોય છે. જેમાં એક એન્સ્થેટીસ્ટ તથા એનેસ્થેસિયાને લગતાં કાર્ય માટે એક સહાયક સ્ટાફનો પણ સમાવેશ થાય છે.

સર્જન સાથે, લગભગ ચાર વ્યક્તિઓ સર્જરીની પ્રક્રિયામાં જોડાયેલાં હોય છે. કેમેરાના નિયઁત્રણ માટે એક વ્યક્તિ, એક સહાયક, અને ટ્રોલી પરથી જરૂરી વસ્તુઓ આપવાં માટે એક વ્યક્તિ, સર્જનને સાથ આપશે. કેમેરાનાં નિયઁત્રણ માટે નિયુક્ત વ્યક્તિ કેમેરાનો ઇન્ચાર્જ રહેશે, અને સમગ્ર સર્જરી દરમ્યાન સર્જનને જોવામાં મદદ કરશે. બીજો સહાયક વ્યક્તિ સર્જનને સર્જરી દરમ્યાન જયારે પણ તથા જ્યાં પણ સર્જરી માટે જગ્યા કરવાની જરૂર લાગે ત્યાં મદદ કરશે. ટ્રોલી માટે નિયુક્ત સહાયક, સાધનો આપવા-લેવામાં તથા જરૂરી વસ્તુઓ ટ્રોલી પર ઉપલબ્ધ કરાવવામાં મદદ કરે છે.

આ સિવાય એક રનર સ્ટાફ સ્ટેન્ડ-બાય રાખવામાં આવે છે, જે સર્જરી દરમ્યાન જો કોઈ અચાનક મદદની જરૂરત ઉભી થાય તો તેમાં મદદ કરે છે. આપને ઇચ્છિત પરિણામ આપવા માટે, એક સારા અને સંકલિત ટીમવર્કની આવશ્યકતા છે.

તમારી GERD/હાયટ્સ હર્નિયાની સર્જરીમાં આગળ શું થશે

એનેસ્થેસિયા અને સર્જરીની તૈયારી

એકવખત તમને ગાઢ નિદ્રા આવી જાય અને એનેસ્થેટિસ્ટ બધું જ નિયઁત્રણ હેઠળ છે તેમ જણાવે , ત્યારબાદ જ સર્જીકલ ટીમ તેમનું કામ શરૂ કરે છે.

સૌપ્રથમ,તેઓ શરીરના એ ભાગને તૈયાર કરશે કે જ્યાં સર્જરી કરવાની છે, એટલે કે તમારું પેટ. પેટ પર પદ્ધતિસર betadine solution લગાવી, તેને કીટાણુરહિત કરવામાં આવે છે. જેને પેન્ટિંગ એટલે કે શરીરના તે ભાગને betadine થી પેઇન્ટ કરવું. ત્યારબાદ,તમારા પેટના ભાગ સિવાયનાં પુરા શરીરને કીટાણુરહિત ડ્રેપ (drape)થી ઢાંકી દેવામાં આવે છે. તેને ડ્રેપિંગ કહે છે, જે કીટાણુરહિત સર્જરીની જગ્યાને શરીરનાં બાકીનાં ભાગથી અલગ કરે છે.

ત્યારબાદ, ટીમ બધાં જ સાધનોને તૈયાર કરે છે. તેમાં લેપ્રોસ્કોપીક સિસ્ટમ તથા ઉર્જાસ્રોતનો સમાવેશ થાય છે. લેપ્રોસ્કોપીક સિસ્ટમમાં કેમેરો, એક લેપ્રોસ્કોપ, લાઈટ માટેનો કેબલ, અને એક insufflating tube જે તમારાં પેટમાં CO2 ગેસ ભરવા માટે હોય છે, તે બધાંનો સમાવેશ થાય છે. આ બધાંને ETO sterilization જેવી વિશિષ્ટ પદ્ધતિથી પહેલાંથી જ કીટાણુરહિત કરવામાં આવે છે. ઉર્જાસ્રોત એ એક એવું સાધન છે કે જે બ્લડલૉસ વગર સર્જરીને પૂર્ણ કરવામાં છે.

પેટમાં ગેસ ભરવો, લોકલ એનેસ્થેટિક ઇન્જેક્શન, તથા પોર્ટ(port) પ્લેસમેન્ટ

એકવખત બધી તૈયારી થઈ જાય ત્યારબાદ, સર્જન પહેલો ચીરો મૂકવાની જગ્યાએ, થોડી માત્રામાં એનેસ્થેટિક સોલ્યૂશન ઈન્જેક્ટ કરશે. આનાથી, સર્જરી પછી જયારે તમે ભાનમાં આવી જાવ ત્યારે, તમને પીડારહિત રાખવામાં અમને મદદ મળે છે. હવે, તમારી નાભિ પાસે એક નાનો ચીરો મુકવામાં આવે છે તથા તેના દ્વારા એક ખાસ પ્રકારની સોય(needle)ને તમારા પેટમાં દાખલ કરવામાં આવે છે. સોય યોગ્ય જગ્યાએ ગોઠવાઈ હોવાની ખાતરી કર્યા બાદ, insufflating tube ને સોય સાથે જોડવામાં આવે છે અને તેના દ્વારા COગેસ ભરવાનું શરૂ કરવામાં આવે છે. એક વખત પેટમાં જગ્યા બનાવવા માટે પર્યાપ્ત ગેસ ભરાય ગયા બાદ, સોયને કાઢી નાખવામાં આવે છે, અને તે જ છેદમાંથી પહેલો પોર્ટ પેટમાં દાખલ કરવામાં આવે છે. આ પોર્ટ ધાતુની એક પોલી(hollow) નળી હોય છે. તેના દ્વારા લેપ્રોસ્કોપ તથા અન્ય સાધનો તમારા પેટની અંદર જઈ શકે છે. સંપૂર્ણ સર્જરી દરમ્યાન, જગ્યા બનાવી રાખવા માટે, સતત ગેસ પણ ભરવામાં આવે છે.

હવે લેપ્રોસ્કોપને તમારા પેટમાં દાખલ કરવાનો સમય આવી ગયો છે અને તેની લાઈવ ઇમેજ સર્જીકલ ટીમને સામેના મોનિટર ઉપર દેખાતી હોય છે. હવે સર્જન, સર્જરીને આગળ લઈ જતાં પહેલાં, પેટના અંદરના ભાગનું નિરીક્ષણ કરે છે. આટલું થઈ ગયા બાદ, એનેસ્થેટિક સોલ્યૂશન ઈન્જેક્ટ કરીને નવા ચીરા મુકવામાં આવે છે જેમાં વધુ ચાર પોર્ટ મુકવામાં આવે છે. આ ચાર નવાં પોર્ટ્સ, મોનિટર પર દેખાતી લેપ્રોસ્કોપની ઈમેજના આધારે મુકવામાં આવે છે. એનો મતલબ કે, જયારે પોર્ટ્સ રાખવામાં આવે ત્યારે સર્જન લેપ્રોસ્કોપની મદદથી તેને પેટમાં જતાં સ્પષ્ટ રીતે જોઈ શકે છે. આથી જ, સર્જન તેને તમારા કેસમાં ખરેખર જ્યાં જરૂરત હોય, બરાબર તે જગ્યાએ ગોઠવી શકે છે.

GERD/ એસિડ રિફ્લક્સ ની વાસ્તવિક સર્જરી

હવે, ખરેખર સર્જરીની શરૂઆત થાય છે. કેમેરા માટે નિયુક્ત વ્યક્તિ, સર્જરીની સાચી જગ્યાને કેન્દ્રિત કરીને સ્પષ્ટતા સાથે દર્શાવે છે. સહાયક વ્યક્તિ એક પોર્ટ દ્વારા, એક સાધનને અંદર દાખલ કરે છે, અને જઠરના ફન્ડસ(ઉપરનો ભાગ)ને પકડે છે અને એને તમારા જમણા ખભાની તરફ ધકેલે છે. હવે તમારા સર્જન સર્જરીની જગ્યાને યોગ્ય અને સ્પષ્ટ રીતે જોઈ શકે છે. ઉર્જાસ્ત્રોતની મદદથી તે હાયટ્સ અને અન્નનળીની ઉપરની પાતળી ટીસ્યુને કાપી નાખે છે. આમ કરવાથી, સર્જન ડાયાફ્રામેટિક હાયટ્સના સ્નાયુને સ્પષ્ટ રીતે ઓળખી શકે છે. અને તમારી અન્નનળીના નીચેના ભાગને ચારેબાજુથી આજુબાજુની ત્વચાથી અલગ કરે છે.

ત્યારબાદ, સર્જન હાયટ્સના સ્નાયુ પર ટાંકા લે છે અને હાયટ્સને યોગ્ય માપનો બનાવે છે. એટલો જ કે જેમાંથી અન્નનળી પસાર થઈ શકે. ત્યારબાદ, જઠરના ફન્ડસ(ઉપરનો ભાગ)ને અન્નનળીનાં નીચેનાં ભાગની પાછળની બાજુ ખેંચવામાં આવે છે.અને તેને LES વાલ્વની આસપાસ વીંટાળવામાં(wrap) આવે છે. તેને એ જ જગ્યા પર રાખવા માટે ટાંકા લેવામાં આવે છે.

સર્જરીને પૂર્ણ કરવી

છેલ્લે, સર્જન સર્જરીની પુરી જગ્યાનું નિરીક્ષણ કરશે. તે જોશે કે હાયટ્સની સાઈઝ પુરતા પ્રમાણમાં ઓછી થઈ છે કે નહીં, wrap વધારે પડતું ટાઈટ નથીને,અને કોઈ જગ્યાએ બ્લીડીંગ તો નથી થઈ રહ્યુંને. હવે, લેપ્રોસ્કોપથી જોતાં જોતાં, દરેક પોર્ટ્સ અને સાધનો કાઢી નાખવામાં આવે છે. ગેસને પેટની બહાર કાઢવામાં આવે છે. 10 mm  પોર્ટની જગ્યાનાં સ્નાયુને એક ટાંકા(સ્ટીચ)થી બંધ કરવામાં આવે છે. આ ટાંકાં આપોઆપ ઓગળી  જાય તેવા(self dissolving) હોય છે.  5mm પોર્ટની જગ્યાના સ્નાયુ ને બંધ કરવા માટે એવા કોઈ સ્ટીચ લેવાની જરૂર હોતી નથી. ત્યારબાદ, ચામડીનાં ચીરાને આપોઆપ ઓગળે તેવા(self dissolving) ટાંકા અને સર્જીકલ ગ્લૂથી બંધ કરવામાં આવે છે અને એને bandage થી ઢાંકી દેવામાં આવે છે. હવે, તમે ભાનમાં આવવાં માટે તૈયાર છો.

સર્જરી પૂરી થતાં જ, શું થાય છે

એકવખત સર્જરી પુરી થઈ જાય, પછી એનેસ્થેટિક ડોક્ટર દવાઓમાં એવા ફેરફાર કરશે કે જેથી તમે ભાનમાં આવવા માંડશો. એકવાર તેમને ખાતરી થઈ જશે કે તમે એટલાં ભાનમાં આવી ગયા છો કે, તમે તમારી જાતે શ્વાસ લઈ શકો છો અને લાળ ગળી શકો છો, ત્યારે તેઓ તમારી શ્વાસનળીમાં રાખેલી ટ્યુબને કાઢી નાખશે. તેઓ એ પણ ખાતરી કરશે કે તમે કમ્ફર્ટેબલ છો, તમને પીડા નથી થઈ રહી તથા તમે સારી રીતે શ્વાસ લઈ રહ્યા છો. એકવખત,તેમને ખાતરી થઈ જાય કે તમે સ્વસ્થ છો, ત્યારે અમે તમને શિફટિંગ બેડપર લઈ લઈશું. ત્યાર પછી, આ જ બેડપર તમને રિકવરી રૂમમાં લઈ જવામાં આવે છે.

રિકવરી રૂમમાં, તમારા પલ્સ, બી.પી, તથા ઓક્સિજન પર લગભગ 10 મિનિટ સુધી સતત નજર રાખવામાં(monitoring) આવે છે. આ સમયે તમે હજું પણ થોડી ઊંઘમાં હશો. એટલા માટે, એક વ્યક્તિ તમારી પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે, તથા તમને આરામ આપવા માટે તમારી સાથે ત્યાં હાજર હશે. સર્જન અને એનેસ્થેટિસ્ટ પણ તમને મળીને ખાતરી કરશે કે તમે સ્વસ્થ થઈ રહ્યાં છો. તેઓ તમારાં સ્વજનો સાથે પણ વાત કરશે અને તેમને તમારી તબિયત વિષે જણાવશે અને તેમને તમને મળવાની પરવાનગી આપશે. આ બધું તમને તથા તમારાં સ્વજનોને સર્જરીની ચિંતામાં રાહત આપવા માટે કરવામાં આવે છે.

એક વખત તમે રૂમમાં પાછા આવી જાવ ત્યારે શું થાય છે

રિકવરી: શરૂઆતના થોડાં કલાકો

એકવખત તમે પૂરતાં ભાનમાં આવી જાવ છો ત્યારે તમને ફરીથી પાછાં તમારી રૂમમાં લઈ જવામાં આવે છે. થોડાં કલાકો માટે તમને આરામ કરવા દેવામાં આવે છે. કોઈ પણ જરૂરિયાત કે મદદ માટે, ડ્યુટી પર હાજર ડોક્ટર ત્યાં ઉપલબ્ધ હશે. 2 કલાક પછી, સ્ટાફ તમારા પલ્સ, બી.પી. અને ઓક્સિજન લેવલ ની તપાસ કરશે. જયારે તેમને લાગશે કે તમે સંપૂર્ણ ભાનમાં છો, ત્યારે તમને બેઠા થવાની સલાહ આપવામાં આવે છે. જયારે તમને આરામ અનુભવાય, ત્યારે ધીરે-ધીરે પાણી તથા અન્ય પ્રવાહી  મોઢાથી આપવાનું શરૂ કરવામાં આવે છે. તમને સ્ટાફની દેખરેખ હેઠળ, બેડમાંથી ઉઠીને થોડાં પગલાં ચાલવાની સલાહ આપવામાં આવે છે. આ સમયે બધી ઈન્જેકશન ની દવાઓ તથા આઈવી ડ્રિપ(IV drip) બંધ કરવામાં આવે છે.

એકવાર આ બધું જ બરાબર થાય, ત્યાર પછી તમને વોશરૂમ જવાની અને યુરિન પાસ કરવાની સલાહ આપવામાં આવે છે. શરૂઆતમાં થોડી પીડા થઈ શકે છે, પરંતુ જેવું તમે હરવા ફરવાનું શરૂ કરશો, તેમ આ પીડા ધીરે-ધીરે ઓછી થતી જશે. જો પીડા વધુ હોય, તો ડ્યુટી પર હાજર ડોક્ટર તમારા સર્જન સાથે ટેલિફોનથી વાત કરીને આગળની દવા આપશે. એક વાર મોઢાથી પ્રવાહી લેવાનું શરૂ કર્યા પછી, દવાઓ મોંઢાથી આપવામાં આવે છે જો  તમને ઉલ્ટી ન થતી હોય. જો તમારી રિકવરી યોગ્ય રીતે થઈ રહી હોય તો પણ, ડ્યુટી પર હાજર ડોક્ટર તમારા સર્જનને તમારા વિષે અપ-ડેટ કરશે.

પછીની રિકવરી અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

સર્જરીના 4-5 કલાકો પછી,એક વખત તમે સારી રીતે પ્રવાહી લીધું હોય, ત્યારબાદ નરમ આહાર શરૂ કરવામાં આવે છે. બધું બરાબર જઈ રહ્યું છે તેની ખાતરી કરવા માટે સર્જન પણ તમારી મુલાકાત કરશે. એ મુલાકાત વખતે સર્જન તમારા ઘરે જવાની બાબતે તમારા મનના દરેક પ્રશ્નના ઉત્તર આપશે. બીજા દિવસે સવારે તમે સ્નાન કરી શકો છો. બેન્ડેજ વોશ-પ્રુફ હોય છે એટલે તેના વિષે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

એક વખત તમે પ્રમાણમાં પીડામુક્ત હોવ, પ્રવાહી અને ખોરાક લઈ શકતા હોવ, યુરિન પણ પાસ થયું હોય તો તમે હોસ્પિટલમાંથી ડિસચાર્જ માટે તૈયાર છો. એવા યુવાન દર્દીઓ કે જેમને કોઈ અન્ય મેડિકલ પ્રોબ્લેમ ના હોય, જે આ જ શહેરમાં રહેતા હોય, તેમને એ જ દિવસે ડિસ્ચાર્જ કરી શકાય છે. અને બાકી બધાંને સામાન્ય રીતે બીજા દિવસે રજા આપવામાં આવે છે.

GERD/ એસિડ રિફ્લક્સની સર્જરી પછી ફોલો-અપ માટે ક્લિનિકની મુલાકાત

ડિસ્ચાર્જના થોડા દિવસોમાં તમને ફોલો-અપ માટે ક્લિનિક પર બોલાવવામાં આવશે. તેનો મુખ્ય ઉદેશ્ય તમે સ્વસ્થ છો તેની ખાતરી કરવાનો, તથા તમારા ઘાવની તપાસ કરવાનો હોય છે. સર્જન તમારા ઘાવની તપાસ કરશે, તેને સાફ કરી અને તેની પર ફરીથી નવું બેન્ડેજ લગાવશે. સર્જરી પછીના તમારા આહાર અને પ્રવૃતિઓ વિષે સર્જન તમારી સાથે ચર્ચા કરશે. આ સમયે તમારા કોઈ પણ અન્ય પ્રશ્નનો જવાબ આપવામાં આવશે.

GERD સર્જરી પછીના આહાર વિષે

સામાન્યરીતે, થોડા દિવસો માટે નરમ, પોચો ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે. શરૂઆતનાં થોડા દિવસો સુધી ખોરાક ગળવામાં થોડી તકલીફ થઈ શકે છે. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે ધીરે-ધીરે અને બરાબર ચાવીને જમવાનું છે. આ બધું જ એકાદ અઠવાડિયામાં ઠીક થી જવું જોઈએ. એકવાર તમે નરમ આહાર લેવા માટે પૂરતાં સક્ષમ થઈ જાવ, ત્યારબાદ તમે રાબેતા મુજબ અન્ય દરેક પ્રકારનું ભોજન શરૂ કરી શકો છો. શરૂઆતનાં થોડાં અઠવાડિયા સુધી, તમારે એક સાથે ઓછી માત્રામાં ભોજન કરવું જોઈએ. કારણ કે, થોડું જમવાથી જ તમને પેટ ભરાઈ ગયું હોય તેવું લાગશે. આ થોડા સમયની જ વાત છે, અને થોડાં અઠવાડિયામાં ધીમે-ધીમે તેમાં સુધારો થઈ જવો જોઈએ.

GERD સર્જરી પછી બેન્ડેજ વિષે

5 દિવસો પછી, સ્નાન કરતી વખતે, તમારી જાતે જ ઘરે જ તમારે બેન્ડેજ કાઢી નાખવાનું રહેશે. જો કોઈ વિશેષ કારણસર, તમારા ઘાવ ની ફરીથી તપાસ કરવાની હશે, તો તમારા સર્જન તમને જણાવશે.

હવે પછીની તમારી મુલાકાત એક મહિના, બે મહિના,અને ત્રણ મહિના પછી હશે. જો તમે અન્ય શહેરમાંથી આવતાં હોય તો, આ ફોલો-અપ ફોન કોલથી પણ થઈ શકે છે. જે ખાસ કરીને, તેની ખાતરી કરવા માટે હોય છે કે ખોરાકની સાથે સ્વાસ્થ્યમાં યોગ્ય સુધારો થઈ રહયો છે કે નહીં. અને કોઈ દવા  રાખવાની જરૂર છે કે નહીં. એ દરમ્યાન જો કોઈ જરૂરત જણાય, તો અપોઈન્ટમેન્ટ લઈને, તમે ડોક્ટરને મળી શકો છો. અમે દર્દીઓને સંપૂર્ણ તપાસ માટે 6 મહિના પછી ઓછામાં ઓછું એકવાર ક્લિનિક પર ફોલો-અપ માટે આવવાની સલાહ આપીએ છીએ.

અમારા અમુક દર્દીઓના અનુભવ જાણવા નીચેના વિડિઓ પર ક્લિક કરો :

તમારી સ્વાસ્થ્ય યાત્રા તમારી વ્યક્તિગત યાત્રા છે. ભલે તમે GERD/એસિડ રિફ્લક્સ, અને /અથવા  IBSથી પરેશાન હોવ, યોગ્ય તબીબી અભિગમ ઘણો બધો ફરક લાવી શકે છે. ડૉ. ચિરાગનો અભિગમ દર્દીને સમજ આપવી, ચોકસાઈ અને સહાનુભૂતિપૂર્વકની સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. 

જો તમે અમદાવાદમાં શ્રેષ્ઠ GERD, હાયટસ હર્નીયા, એસિડ રિફ્લક્સ, IBS કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ નિષ્ણાત ડૉક્ટરની શોધ કરી રહ્યાં છો, તો એવા નિષ્ણાતની શોધ કરો કે જે દર્દી-પ્રથમ અભિગમ સાથે પોતાની તબીબી કુશળતાને જોડે. હર્નીયાથી રિકવર થવાનો તમારો માર્ગ તમારા સારવારના વિકલ્પોને સમજવા અને વિશ્વાસુ તબીબ સાથે કામ કરવાથી શરૂ થાય છે. તે માટે અમારો સંપર્ક કરો. માર્ગદર્શન માટે અમને સંપર્ક કરો.

તમે ડૉ. ચિરાગ ઠક્કર સાથે વિડીયો કન્સલ્ટેશન બુક કરાવી શકો છો. એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવા માટે, +91-8156078064 અથવા +91-8469327630 પર કૉલ કરો.

કન્સલ્ટેશન માટે એડ્રોઇટ સેન્ટર ફોર ડાયજેસ્ટિવ અને ઓબેસિટી સર્જરીની મુલાકાત લો.

અમારી સાથે જોડાયેલા રહેવા માટે કૃપા કરીને અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.

ADROIT એ GERDની  સારવાર માટેના થોડા કેન્દ્રોમાંનું એક છે જ્યાં GERD સારવાર માટે દરેક સુવિધા એક જ છત નીચે ઉપલબ્ધ છે. જ્યાં એન્ડોસ્કોપી, ઈસોફેજીઅલ મેનોમેટ્રી, 24 કલાક pH વિથ ઇમ્પિડન્સ સ્ટડી સહિત દરેક મૂલ્યાંકન ટેસ્ટ માટેની સુવિધાઓ ઉપલબ્ધ છે અને જ્યાં સારવારમાં માત્ર સર્જરી જ નહીં પરંતુ લાંબા ગાળાના નિયમિત ફોલો-અપ સાથે ડાયેટ અને મનોવૈજ્ઞાનિક સહાયનો પણ સમાવેશ થાય છે, જેના પરિણામે અમારા દર્દીઓ માટે શ્રેષ્ઠ લાંબા ગાળાના પરિણામો પ્રાપ્ત થાય છે.

ડૉ ચિરાગ ઠક્કર એક ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ  સર્જન છે. તેઓ છેલ્લા 18 વર્ષથી ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ અને વજન ઘટાડવાની બેરિયાટ્રિક અને મેટાબોલિક સર્જરી કરી રહ્યા છે. તેમના રસ અને કુશળતાના મુખ્ય ક્ષેત્રો GERD, હાયટસ હર્નીયા, એસિડ રિફ્લક્સ, હાર્ટબર્ન અને મેદસ્વિતા માટેની સર્જરી છે. જટિલ અને વારંવાર થતા હર્નિયાના કિસ્સામાં પણ લેપ્રોસ્કોપિક હર્નિયા સર્જરી દર્દીઓને ઓછામાં ઓછા દુખાવા સાથે ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરે છે અને સર્જરી પછી શ્રેષ્ઠ કાર્યાત્મક પરિણામો આપે છે. તેમને પિત્તાશયની  પથરી દૂર કરવા માટે લેપ્રોસ્કોપિક સર્જરીનો પણ બહોળો અનુભવ છે.

Dr. Chirag Thakkar

Dr Chirag Thakkar
Senior Gastrointestinal and Bariatric surgeon
GERD and Esophageal Motility Expert
Hernia Surgery Specialist
Founder Director of ADROIT Centre for Digestive and Obesity Surgery

આપ અમારા બીજા લેખ પણ વાંચી શકો છો